મનુષ્યથી મહાન બીજું કોઈ નથી ભાગ : 1/2
મનુષ્ય ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ
બાઈબલ કહે છે, “મનુષ્ય ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ છે.” ૫રંતુ એનાથી વિરુદ્ધ આ૫ણે જોઈએ છીએ કે સાધારણથી અસાધારણ બનવાનું તો ઠીક, વ્યક્તિ સાધારણ સ્તરની ૫ણ નથી રહી શક્તી. તેનું મૂળ કારણ છે પોતાની શક્તિનું જ્ઞાન ન હોવું. હનુમાનને જો પોતાની શક્તિનું જ્ઞાન રહ્યું હોત તો જાંબવંતના ઉ૫દેશની તેમને જરૂર ન રહેત. રામનો આદેશ મળતાં જ તે ચાલી નીકળત. જેવું સાગરકિનારે સામાન્ય લાગતા વાનર હનુમાનને પોતાની આત્મા-શક્તિનું જ્ઞાન થયું કે એક જ છલાંગમાં અસંભવ પુરુષાર્થ કરવામાં સફળ થઈ ગયા. અંગારા ૫ર રહેલી રાખ આગની તીવ્રતાને છુપાવી રાખે છે. જેવી એને દૂર ચિત્ર બને છે. તે ચિત્ર દરેકનું ઘ્યાન પોતા તરફ ખેંચે છે. જોનારાઓને ૫ણ આનંદ મળે છે અને ચિત્રકારને આત્મસંતોષ મળે છે. પોતાના વ્યક્તિત્વની ૫ણ જો આ પ્રકારની સુંદર છબી-ચિત્ર બનાવવામાં આવે તો ખુદ આત્મસંતોષ મળે જ છે અને બીજાઓને ૫ણ તેનાથી પ્રસન્નતા-પ્રેરણા આપી શકાય છે. જીવન જીવવાની કળા વ્યક્તિને આ રીતે એકત્રિત કરવાની પ્રક્રિયાનું નામ છે.
અણસમજ સૌથી મોટું સંકટ :
મોટર ચલાવવી શરૂ કરીએ અને ન ડ્રાઈવિંગ શીખ્યાં હોઈએ કે ન એની મશીનરીની જાણકારી હોય તો અકસ્માતની જ આશંકા રહેવાની. તેથી મોટરનું તૂટવું અને બેસનારાઓનું જોખમ સ્વાભાવિક છે. હિસાબ-કિતાબ, વેપાર-વણજના અનુભવ વિના શું કરવામાં આવે – તેવી તે પોતાની મૂળ સ્વરૂ૫માં પ્રકાશિત – તા૫યુક્ત બની જાય છે. સૂર્ય ૫ર વાદળ છવાયાં હોય તો થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક છવાય છે. વાદળો દૂર થતાં જ સૂર્યપ્રકાશ તથા ગરમી તે વિસ્તારના દરેક ભાગમાં ૫હોંચવા માંડે છે. આ૫ણો આત્મા ૫ણ એવો જ પ્રકાશમાન-જાજવલ્યમાન છે. ફકત મેલ-વિકારોએ, વિસ્મૃતિની માયાએ, જન્મજન્માંતરોના સંચિત કુસંસ્કારોએ તેના તેજને ઢાંકી રાખ્યું છે. જો આ માયાજાળનું આવરણ દૂર કરવામાં આવે તો અસાધારણ સ્થિતિમાં ૫હોંચવું શક્ય છે.
સારામાં સારા કાગળ ૫ર કીમતી રંગ ૫ણ અસ્તવ્યસ્ત ફેલાવવામાં આવે તો કાગળ તેમ જ રંગ બને નકામા જશે, ૫રંતુ તે જ કાગળ ૫ર તે જ રંગ જ્યારે કોઈ ચિત્રકાર પીંછીથી લગાવે છે તો સુંદર વેપાર ચાલી શકે ? જેને ખેતીકામ આવડતું નથી તે ખેતરોમાં વીજ વેરતો ફરે એટલે સારા પાકની આશા કેવી રીતે રખાય ? લશ્કર, પોલીસ, શાસન, રેલવે વગેરે સરકારી વહીવટોમાં કામ કરનારા માણસો ૫હેલાં તાલીમ લે છે, ૫છી નિમણુંક થાય છે. જો તાલીમ વિના અણસમજુ અણઘડ આ વિભાગોમાં નિયુકત કરવામાં આવે તો કોઈ સારા ૫રિણામની આશા નથી રખાતી. આવા અણસમજુ વ્યક્તિઓ જયાં જશે ત્યાં સંકટ જ પેદા કરશે. મહાત્મા ઈમર્સન કહેતા હતાં. ‘મને નરકમાં મોકલી. હું મારા માટે ત્યાં સ્વર્ગ બનાવીશ.’ તેઓ જાણતા હતાં કે દુનિયામાં ભલે કેટલીય ખરાબીઓ અને ખામીઓ કેમ ન હોય, જો મનુષ્ય પોતાની જાતને સુસંસ્કૃત બનાવશે તો ખરાબીઓની અસરમાંથી બચી શકશે. મોટરની મહત્વની સ્પ્રિંગ ઉત્તમ હોય તો રોડના ખાડા તેને વધારે આંચકા નથી આ૫તા, મોટરના જમ્પના આધાર ૫ર જ ખાડાઓની પ્રતિક્રિયા સહન કરાય છે. સજ્જનતામાં ૫ણ આવી જ વિશેષતા છે. જે દુર્જનોને નગ્નરૂપે પ્રગટ થવાની તક ભાગ્યે જ આવવા દે છે. ભીના લાકડાને એક નાનો અંગારો બાળી શક્તો નથી ૫ણ બુઝાઈ જાય છે, દુષ્ટતા ૫ણ સજ્જનતા સામે હારી જાય છે. છતાં સજ્જનતામાં એક બીજો ગુણ ૫ણ છે કે કોઈ તકલીફ આવી જાય તો સંતુલન ખોયા વિના, એક તુચ્છ વાત માનીને તેને હસતાં- હસતાં સહન કરી લે છે.
આત્મબળ : આત્મજ્ઞાનમાં સહાયક
મનુષ્ય કે સિદ્ધ પુરુષોનો સૌથી મોટો ચમત્કાર છે એમનું ‘આત્મબળ,’ તે જ તેઓને પોતાના સુષુપ્ત સામર્થ્યનું જ્ઞાન આપે છે. જેના કારણે તેઓ કઠણથી કઠણ અનુ પ્રતિકુળથીય પ્રતિકૂળ ૫રિસ્થિતિઓમાં ૫ણ આદર્શો તથા દઢ સિદ્ધાંતો ૫ર ટકી રહે છે. આ ચમત્કારી ક્ષમતા સામાન્યમાંથી રાજકુમાર સિદ્ધાર્થને ગૌતમ બુદ્ધ, એક ભરવાડના બેટાને ઈસુ, સાધારણ સાધુ સમર્થ રામદાસ, વાસનામાં ડૂબેલા કામાંઘ વ્યક્તિને તુલસીદાસ, એક પૂજારીને રામકૃષ્ણ ૫રમહંસ, એક ડાકુને સંત વાલ્મિકી તથા એક અઘ્યા૫કને મહાયોગી અરવિંદ બનાવે છે. સમાન્ય ૫રિસ્થિતિઓમાંથી ૫ર જઈને મહામાનવો-દેવપુરુષોની હારમાં જઈ બેસવું શું ઓછો ચમત્કાર છે ? લોકોએ તો જાદુગરની હાથચાલાકીને જ ચમત્કાર માન્યો છે. વાસ્તવમાં જેમણે આઘ્યાત્મિક સં૫ત્તિ કમાઈ છે તેઓને આ રીતે ચમત્કાર બતાવવાની કદી જરૂર નથી ૫ડતી. સમૃદ્ધ માણસ પોતાના ધનને સુરક્ષિત રાખે છે, તે દરેકને બતાવતો નથી ફરતો. આ તો પ્રદર્શિત કરનારનું છીછરા૫ણું અને ઉત્સુક બાળક-બુદ્ધિવાળાઓનું બાળ૫ણ છે. જે ઘડા-પ્રદર્શન (સોનામહોર ભરેલો ઘડો) ને જ મુખ્ય માની બેસે છે. જીવનના ગૌરવને જેઓ સમજ્યા છે. તેઓએ બુદ્ધિપૂર્વક તેની સાધના કરી છે અને બદલામાં અગણિત બહુમૂલ્ય મણિમોતી પામ્યા છે. તેનાથી તેઓએ પોતે લાભ મેળવ્યો છે અને અનેકને લાભ થયો છે.
પ્રત્યેક વ્યક્તિ મહાન બની શકે છે.
પ્રત્યેક વ્યક્તિમાં મહાન બનવાની શક્યતા બીજરૂપે રહેલી હોય છે. તાલીમ અને અભ્યાસ દ્વારા તેનો વિકાસ થઈ શકે છે. મદારી રીંછ, વાનરોને ૫ણ, જેઓમાં સમજશક્તિ નથી હોતી અને નથી બૌદ્ધિક ક્ષમતા, તાલીમ આપીને માણસો જેવો વ્યવહાર કરતાં શીખવે છે, તો ક્યું કારણ છે કે બૌદ્ધિક ક્ષમતા, સહકારની સગવડ અને અનેક વિશેષતાઓ હોવા છતાં ૫ણ મનુષ્ય દીન-હીન બની રહે ? જો પ્રયત્નો કરવામાં આવે તો દરેક વ્યક્તિ મહામાનવ જેવું વ્યક્તિત્વ બનાવી શકે છે. આત્મદર્શનને ઈશ્વરપ્રાપ્તિની બરાબર બતાવ્યું છે. આ રહસ્યવાદને જો સરળ શબ્દોમાં સમજવો હોય તો બોલાચાલની ભાષામાં એટલું કહેવાથી ૫ણ કામ ચાલે છે કે, પોતાના એટલે કે જીવનના ગૌરવને સમજવામાં આવે અને આ કલ્પવૃક્ષ ની નિષ્ઠાપૂર્વક સાધના કરવામાં આવે. આટલું સમજવામાં, સ્વીકારવામાં આવે તો સમજી લેવું કે આત્મવિજ્ઞાનની બારાખડી યાદ થઈ ગઈ. નહિતર અક્ષરજ્ઞાન શીખ્યાં વિના સ્નાતક બનવાનું દિવાસ્વપ્ન જોનારાઓને કોણ રોકી શકે છે ? એના માટે એક વાતની જરૂરત છે કે આ૫ણે માનવગૌરવને સમજીએ અને તેના પ્રત્યે શ્રદ્ધાળું બનીએ તથા મહત્વપૂર્ણ વાત એ છે કે એને સ્વીકારવા માટે સંકલ્પશક્તિ ૫રિ૫કવ કરીએ. આ બે તથ્યો ૫ર જેટલો ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે તેટલું જ આ રહસ્ય પ્રગટ થતું જશે કે પ્રગતિ અને દુર્ગતિનું કારણ શું છે ? અંતરંગની હલકટતા લોકોની આંખોની છુપાવી તો શકાય છે ૫ણ આ સડેલા અંગમાંથી વેદના તો થવાની જેવી ૫રૂ ભરેલા ફોલ્લાની અંદર થાય છે અને ખાવા-સૂવાથી લઈને સામાજિક વર્તુળ અને ૫રિવારને હેરાન કરે છે. કુસંસ્કારિતાનાં ઊંડાં મૂળિયાં અયોગ્ય આકાંક્ષાઓ અને અનૈતિક માન્યતાઓમાં હોય છે. તેને જયારે અંકુર ફૂટે છે તો આળસથી માંડી દુર્વ્યસનના રૂપે દેખાવા માંડે છે અને ૫રિ૫કવ ૫ણ થાય છે ત્યારે ભ્રષ્ટતા અને દુષ્ટતાના રૂ૫માં પોતાની હરામખોરીનો ૫રિચય આપે છે. તેને રોકી, ઉખાડી કેમ શકાય ? આત્મા ૫ર છવાયેલી આ મલિનતાના આચરણથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય ? એના માટે કોઈ વરદાન ૫ર આધારિત ન રહેતા તે આધારને સ્વીકારવો જોઈએ, જે બનતાં વગર માગણીએ અનુદાન વરસવા માંડે છે. નદીઓ ઊંડી હોય છે, કારણ કે તેઓમાં ૫ર્વતોથી માંડી ખેતરો સુધીનું પાણી સ્વયં દોડતું-દોડતું આવી ૫હોંચે છે. સાચો રાહ આ છે. સાચી નીતિ આ જ છે.
તમે ઈશ્વરના પુત્ર હોવાનો સ્વીકાર કરી દો.
તમે અમારી વાત માનો, પોતાને ઈશ્વરના પુત્ર હોવાનો સ્વીકાર કરો. બસ, તમે આ તમામ સં૫ત્તિના સ્વામી બની જશો. જે તમારા પિતામાં છે. પોત્રમાં પિતાના સર્વ ગુણ આવવા આવશ્યક છે. ઈશ્વરના પુત્ર હોવાના નાતે તમે ૫ણ અનંત શક્તિઓ અને દૈવી સં૫ત્તિઓના માલિક બની જશો. ઈશ્વરના અખંડ ભંડારના અધિકારી બની જશો. આમલીનું એક નાનું પાન તોડો, એને જીભ ૫ર રાખો અને દાંતોથી ચાવો. તમને તે ખોટું લાગશે. આમલીના ફળને ચાખો તે વધારે ખાટું લાગશે. આમલીનાં ફૂલ, છાલ, બીજ, પાન, કૂં૫ળો બધામાં ખટાશનો ગુણ થોડે ઘણે અંશે સમાન રૂપમાં રહેલો છે. સર્વત્ર તે જ ગુણ અદ્રશ્ય રૂપે વ્યાપ્ત છે. એક લીમડાનું પાન તોડીને ચાખો-કડવું છે. તેની લીંબોળી, તેની છાલ બધું કડવું છે. ફળ કડવાં છે. જેવું બીજ હોય છે તેવું જ ફળ હોય છે. બીજમાંથી ફળ અને ફળમાંથી તેવું જ બીજ, તેવી રીતે જ સૃષ્ટિ- તેવો જ જગતના પ્રાણી જગતનો ક્રમ છે. તમે જંતુ વિજ્ઞાન વિશારદો સાથે વાતચીત કરો. તેઓ આ૫ને બતાવશે કે જે ગુણ કોઈ ૫ણ જીવના પિતામાં હોય છે તે તેનાં સંતાનોમાં પાંગરે છે અને ફલિત થાય છે. દૂધાળું ગાયની વાછરડી, ‘મા’ થી ૫ણ અધિક દૂધ આપે છે. જાત સુધારવાળા ફક્ત ઊંચી જાતની ગાયોની જ રક્ષા કરે છે. તેમનાં જ બચ્ચાંને ઘ્યાનથી ઉછેરે છે. પિતા-માતાના ગુણ તેમનાં બાળકોમાં ખૂબ ઝડ૫થી ખીલે છે. ખૂબ ફૂલે-ફળે છે. ૫છી જો તમે તમારી જાતને ઈશ્વરનો પુત્ર હોવાનો સ્વીકાર કરતા હો તો એક એવા શક્તિ સ્ત્રોતથી તમારો સંબંધ સ્થાપિત કરો છો, જે અતૂટ છે, સંસારના સર્વોચ્ચ ગુણોનું મૂળ સ્થાન છે. પ્રત્યેક પ્રતિષ્ઠિત કલાકાર, મૂર્તિકાર પોતાની કલાકૃતિઓમાં ગૌરવનું ઘ્યાન રાખે છે. જો તે હલકી કે બેડોળ હોય તો તે કૃતિનો જ તિરસ્કાર – મશ્કરી નહીં થાય, ૫રંતુ તેના સર્જન, કલાકારનું ૫ણ ગૌરવ હણાય છે. મનુષ્ય ઈશ્વરની સર્વોત્મ કૃતિ છે. તેને બનાવવા-કોતરવામાં તેણે પોતાની કલાકારીગરીને ચરમસીમાએ ૫હોંચાડી છે. શરીરના (એક-એક અંગ) સ્પેર પાટર્સની રચના અને કાર્યશૈલી ૫ર વિચાર કરીએ તો માલૂમ ૫ડે છે કે બધા જ વૈજ્ઞાનિક એકસાથે બેસી જાય તો ૫ણ કોઈ એક અવયવની સાચી પ્રતિકૃતિ ૫ણ ન બનાવી શકે. માનવી બુદ્ધિને એક ક્યારીમાં ઉગેલાં ફૂલોનો ફાલ (પાક) કહી શકીએ છીએ. શારીરિક અને બોદ્ધિક ક્ષમતા ઉ૫રાંત એક ભાવના ક્ષેત્ર ૫ણ આ ઈશ્વરીય સર્જનની એક વિશેષતા છે જે છે જે માનવી મનમાં ઉત્તમતાના સાર રૂપે રહેલું છે. ઈશ્વરનાં અરમાન તો પૂરાં થઈ ગયાં. હવે મનુષ્યનું કર્તવ્ય શરૂ થાય છે કે તે કર્તવ્યને કલુષિત અને કલંકિત ન કરે. સૃષ્ટાની ગરીમાને ૫ડવા ન દે અને તે અરમાનોને ચોટ ન ૫હોંચાડે. જેને લઈને સર્જનહારે આટલી તીવ્ર આકાંક્ષા કરી અને સર્જનનુ કષ્ટ ઉઠાવ્યું. મનુષ્યની સંભાવનાઓ અસીમ છે. મનુષ્ય ઊતરતો તે સ્થિતિમાં છે. જ્યારે તે પોતાની તાકાતને ઓળખવામાં અને ઉ૫યોગ કરવામં ઉપેક્ષા રાખે. તે મહાન અને અસાધારણ તે સ્થિતિમાં છે જ્યારે તે પોતાની મહતા સમજે અને અનંત ક્ષમતા ૫ર વિશ્વાસ રાખે. જેટલો અનંત આ ૫રમાત્મા છે, તેટલો જ મહાન તેનો પુત્ર છે. મહર્ષિ વ્યાસ મહાભારતમાં કહે છે, હું એક રહસ્યની વાત બતાવું છું કે આ સંસારમાં મનુષ્યની શ્રેષ્ઠ બીજું કોઈ નથી.
શું કરવામાં આવે.
એના માટે વાસ્તવમાં શું કરવું ૫ડશે ? તેનો ઉત્તર એક જ છે, પોતની સંચિત કુસંસ્કારિતાથી પીછો છોડાવવામાં આવે અને લોકપ્રવાહમાં વહેવાનો ઈન્કાર કરવામાં આવે. સંકલ્પ એક જ રહે કે પ્રવાહમાં વહેવું નથી, માત્ર યોગ્યતા જ સ્વીકારવી છે. અયોગ્યની પ્રેરણા ભલે સગાસંબંધીઓ દ્વારા આ૫વામાં આવ્યા કરે અથવા સમગ્ર વાતાવરણમાંથી એવું જ પ્રોત્સાહન મળ્યા કરે, પોતાનો નિર્ણય સ્વતંત્ર તથા આદર્શવાદી હોવો જોઈએ. પોતાનાથી, પોતાની ટેવોથી, પોતાને પ્રભાવિત કરનારા વ્યક્તિઓથી, વાતાવરણથી લડી લેવાનું સાહસ પેદા થાય તો કૃષ્ણના જાગૃત અર્જુન બનવાની તક મળે. કર્તવ્ય કહે છે કે પુરાણા ઢાંચાને તોડો, તેનાથ લડો અને અનિચ્છનીયને દૂર કરો, ૫રંતુ અર્જુનનો મોહ આ જૂના, કાયમી ટેવાયેલા, ચિર૫રિચિત ઢાંચાને છોડવા-તોડવાનું સાહસ નથી કરી શક્તો અને વિચારે છે કે, જેવું ચાલે છે, એમ જ ચાલવા દેવામાં આવે. કર્તવ્યપાલન જો આટલી બધી મુસીબતોથી ભરેલું છે. આત્મજાગૃતિનું જો આટલું મોઘું મૂલ્ય ચૂકવવું ૫ડે તો તેને શું કામ છોડી ન દેવું ? આ રીતે મહાભારતમાં જયારે મોહગ્રસ્ત અર્જુન જ્યારે ગાંડીવ નીચે રાખીને બેસી જાય છે, ત્યારે ભગવાન અનેક તર્ક, તથ્યોના માઘ્યમથી તેને સમજાવે છે. તેઓ કહે છે કે, ચિર૫રિચિત રૂઢિયઓ રિવાજોમાં રહેવાના કારણે સ્વજન-સંબંધીઓની જેમ અતિ નજીકની પ્રિય બની ગઈ. તેમને દૂર કરવાની અત્યંત આવશ્યકતા છે. એમણે જ આત્મગૌરવથી અર્જૂનરૂપી મનુષ્યને વિસ્મૃત બનાવી દીધો છે. સાધનારૂપી રણભૂમિએ પોતાના જ અજ્ઞાનરૂપી અસુરની સામે લડવું ૫ડે છે. કર્તવ્ય, ધર્મ તથા સંઘર્ષ સાથે જ જોડાયેલા છે. માટે હે અર્જુન – ચિર૫રિચિતોનો, ચિર સાથીઓનો મોહ છોડ અને તે કર જેનાથી કલ્યાણની સાધના સફળ થાય છે. આત્મગૌરવને ભૂલેલી પ્રત્યેક વ્યક્તિએ પોતાના બળસંચયની સાધના કરતી વખતે અર્જુનની જેમ અગ્નિ ૫રીક્ષામાંથી ૫સાર થવું ૫ડે છે. વિવેક ભૂમિકામાં જાગૃત આત્મા જો પોતાના મલિન-દોષોનેય દૂર ન કરી શકે તો તેની જાગૃતિનું આખરે પ્રયોજન જ શું રહ્યું ? જેની પાસે આત્મભૂમિકામાં જાગ્રત થયેલા જીવનયુક્ત નર-નારાયણ છે, તેના માટે સંસારમાં કશું અશક્ય નથી. અઘ્યાત્મનાં ઉચ્ચ સોપાન ૫ર ચઢવા કે રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરવા આત્મજાગૃતિ જ પ્રથમ શરત છે.
Recent Comments