જ્ઞાન પ્રસાદનો ઉદ્દેશ
શ્રી વેદમાતા ગાયત્રીની કૃપા અને પરમ પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી દુબઈના મિત્ર શ્રી નિલેશભાઈ વ્યાસના (કાકાસાબ.કોમ) સાથ અને સહકાર તથા માર્ગદર્શન મળ્યાં છે, નવા વર્ષે દિવાળીના શુભ અવસરે ગાયત્રી જ્ઞાન પ્રસાદ- જેતપુર બ્લોગ સાઈટ બનાવીને અમોને અર્પણ કરેલ છે, ઘણા સમયથી મારી જે ઈચ્છા હતી તે મુજબ શ્રી ગાયત્રી પરિવાર યુગનિર્માણના આધારસ્થંભ વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગદૃષ્ટા પંડિત શ્રીરામ શર્માજીના ‘વિચારક્રાંતિ‘ નામક સાહિત્ય–સાગરમાંથી, ગુજરાતીમાં લગભગ અલભ્ય ગણાય તેવા કેટલાક અમૃત બિંદુરૂપ સદ્ વિચારોને પસંદ કરીને “ગાયત્રી જ્ઞાન પ્રસાદ” ગુજરાતી વેબ સાઈટમાં આજે પ્રસ્થાપિત કરી રહ્યો છુ.
ગુજરાતી બ્લોગ જગત સમક્ષ શ્રી ગાયત્રી જ્ઞાન પ્રસાદ, જેતપુર ઘ્વારા ‘ગાયત્રી જ્ઞાન યજ્ઞ ’ આરંભાયો તેમાં અમૃતરૂપ વિચારોને એક યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે લખાયેલ ક્રાંતિકારી સાહિત્યમાં જીવનના દરેક વિષયને સ્પર્શ કરાયો છે અને ભાવ સંવેદનાને અનુપ્રાણિત કરવાવાળા મહામૂલા સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. તેઓ કહેતા “ન અમે અખબારનવીસ છીએ, ન બુક સેલર; ન સિઘ્ધપુરૂષ. અમે તો યુગદ્રષ્ટા છીએ. અમારાં વિચારક્રાંતિબીજ અમારી અંતરની આગ છે. એને વધુમાં વધુ લોકો સુધી ૫હોંચાડો તો તે પૂરા વિશ્વને હલાવી દેશે.”
આ ક્રાતિકારી વિચારોના ચિંતન મનન કરવાથી વિચારોના અપાર ઊડાણમાં મન ડુબતું જાય છે, અને જીવન જીવવાનો એક નવો દ્રષ્ટિકોણ વિકસતો જાય છે. તેને વારંવાર વાંચવાથી હંમેશા માટે જીવનનું પરિવર્તન થાય છે. યુગ દ્ર્ષ્ટાની આ ભાવયુકત ભેટ છે. પ્રસાદ છે, અને વધુને વધુ લોકોને વહેંચીને જો મનુષ્ય સારુ વિચારવાનું અને સારું કરવાની માનસીકતા બનાવવાનો અવસર મળી શકે
આ ગાયત્રી જ્ઞાન પ્રસાદમાં ગુજરાતીમાં અલભ્ય સત્ વિચારો સંકલીત કરીને મુકવાનો પ્રયત્ન કર્યો છે. તેમાંથી જન જનને વૈવિધ્ય્પુર્ણ જાણકારી મળશે, આજે જે દુ:ખ ચારે બાજુ વ્યાપેલું છે બેચેની છે, તનાવ છે, તેનું મુળ કારણ છે, ‘અજ્ઞાન‘ તે અજ્ઞાનને હટાવીને સદ્જ્ઞાનની સ્થાપના કરવી, ભ્રમમાંથી ઉગારીને વિવેકને પ્રતિષ્ઠિત કરવો જ આ ગુજરાતી વેબ સાઈટનો ઉદેશ્ય છે. આ બ્લોગ આપને કેવો લાગ્યો તે અવશ્ય જણાવશો. આપના અમુલ્ય અભિપ્રાયો સદા આવકાર્ય રહેશે
પરિચય સંપર્ક

કાંતિલાલ ગોકળભાઇ કરસાળા
નિવાસઃ ”પ્રેમ કુંજ” ગાયત્રી શક્તિપીઠ પાસે,,
કોટડિયા વાડી, જેતપુર-360 370
જિલ્લો-રાજકોટ, ગુજરાત, (ભારત)
ઈ મેઈલ : karshalakg@gmail.com.
good all the best
thanks