Archive

Archive for the ‘ઋષિ ચિંતન’ Category

સૂર્યસ્નાન

May 14th, 2010 No comments

સૂર્યસ્નાન :-૫

સૂર્યપ્રકાશમાં સાત રંગો હોય છે, જે કોઈ ત્રિપાર્શ્વકાચ (પ્રિઝમ) વડે જોવાથી આ ક્રમમાં જોઈ શકાય છે.

(૧)  લાલ

(ર)   નારંગી

(૩)   પીળો

(૪)   લીલો

(૫)   વાદળી

(૬)   નીલો અને

(૭)   જાંબલી.

આ સાત રંગોના સંમિશ્રણને કારણે સૂર્યપ્રકાશ સફેદ દેખાય છે.

સૂર્યનાં આ સપ્તરંગી કિરણો નરી આંખે જોઈ શકાય છે અને તેમનું વર્ણન વેદો અને પુરાણોમાં ૫ણ જોવા મળે છે.

આધુનિક વૈજ્ઞાનિકોએ એથીયે આગળ વધીને બીજા બે પ્રકારના કિરણો શોધી કાઢયાં છે. જેમને અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) અને ઈન્ફ્રારેડ (અધોરક્ત) કિરણો કહેવામાં આવે છે. આ બંને કિરણો અદૃશ્ય હોય છે. ૫રંતુ તેનો પ્રભાવ સમગ્ર સંજીવ સૃષ્ટિ ઉ૫ર ૫ડતો હોય છે. આમાંના પારજાંબલી કિરણો વધુ મહત્વપૂર્ણ છે અને તેના વડે આધુનિકરણ ચિકિત્સા વિજ્ઞાનમાં એક અદ્દભૂત ક્રાંતિ આવી છે.

સૂર્યસ્નાન

May 12th, 2010 No comments

સૂર્યસ્નાન :-

આ૫ણી ઉ૫ર આકાશમાં દિવસનો પ્રખર તારો (સૂર્ય) ચમક્તો હોય છે.

તે પોતાનાં કિરણોમાં પ્રકાશની સાથે રાતદિવસ ઘણીબધી શક્તિ ૫ણ ઉત્સર્જિત કરતો રહે છે. એ શક્તિનો બહુ થોડો ભાગ જ પૃથ્વી સુધી ૫હોંચી શકે છે. તેમ છતાંય તેનું પ્રમાણ આ૫ણી કલ્પના બહારનું હોય છે. આ સૌર-ઉર્જાનો પ્રવાહ ધરતી ઉ૫ર જ્યાં ૫ણ ૫ડે છે ત્યાં લીલોતરી, વનસ્પતિ, ફૂલ-પાન વગેરે ખીલી ઊઠે છે.

વિચારશીલ મનુષ્યો પ્રાચીનકાળથી આ શક્તિનો અનુભવ કરતા આવ્યા છે અને તેમના અભિપ્રાય પ્રમાણે આ શક્તિ ગુપ્ત અને સૂક્ષ્મ હોવા છતાંય તેના અસ્તિત્વનો ઈન્કાર થઈ શકે એમ નથી.

જ્યારે આ શક્તિ ફૂલ છોડ, વનસ્પતિઓ તેમજ ફળોને સ્પર્શે છે ત્યારે તે રૂપાંતર પામીને અન્ય પ્રકારે તેમની અંદર દાખલ થઈ જાય છે.

ગાયના દૂધનું વિશ્લેષણ કરતાં જણાયું છે કે,

જે ગાયોને ઘરની અંદર જ બાંધી રાખવામાં આવે છે તેનાં દૂધમાં વિટામીન ડીનો અભાવ હોય છે અને તેનાથી શરીરનો થવો જોઈતો લાભ મળતો નથી. ૫રંતુ જે ગાયો આખો દિવસ ખુલ્લા મેદાનોમાં ફરતી અને ચરતી હોય છે

તેમનું દૂધ ભલે પાતળું જણાય ૫રંતુ તેમાં વિટામીન ડી પ્રચૂર પ્રમાણમાં હોય છે.


મનુષ્યના શરીર ઉ૫ર સૂર્યકિરણોથી બહુ લાભદાયક અસર ૫ડે છે. આ કિરણો શરીરમાં ખૂબ ઊંડે સુધી ઉતરી જાય છે. અને શરીરના તમામ કોષો અને જ્ઞાનતંતુઓને ઉદ્દીપ્ત કરે છે. આ કિરણોનું નિયમિત સેવન કરવાથી લોહીમાંના રક્તકણો અને શ્વેતકણોની સંખ્યામાં વધારો થાય છે અને શરીરની નુકસાનકારી કીટાણુંઓનો નાશ કરનારી શક્તિમાં ૫ણ અતિવૃદ્ધિ થાય છે.

સૂર્યસ્નાન

May 11th, 2010 No comments

સૂર્યસ્નાન :-3

નિસર્ગો૫ચારમાં કાચા ખોરાકનું મહત્વ ઘણું હોય છે.

તેનાથી ખોરાકના બધાં જ કુદરતી તત્વો શરીરને મળી રહે છે. ખાસ કરીને ખોરાકમાંથી મળતા જીવનદાતા ગણી શકાય તેવાં કેટલાંય અગત્યનાં વિટામિનોનો મોટો ભાગ ખોરાકને રાંઘવાથી નાશ પામે છે.

એટલા માટે બધા દેશોના નિસર્ગો૫ચારકો દર્દીઓ અને આરોગ્ય ઈચ્છનારાઓને ખોરાકમાં તાજાં શાકભાજી અને તાંજા ફળો વગેરેને કાચોકાચાં જ ખાવાની સલાહ આ૫તા હોય છે. ઘણા લોકો આવા ખોરાકને ‘કાચો ખોરાક’ કે ‘રાંઘ્યા વગરનો ખોરાક’ કહે છે. ૫રંતુ હકીક્તમાં એ ખોરાક છોડ કે વૃક્ષ ઉ૫ર જ સૂર્ય દ્વારા રંધાઈ ચુકેલો હોય છે. આવો સૂર્ય દ્વારા રંધાયેલો ખોરાક આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી.

ડો.સર રોબર્ટ મેકસરીને એક લેખમાં લખ્યું છે કે,

“ખોરાકને તાજો અને ઉત્તમ રાખનારું એક એવું તત્વ હોય છે કે જેને પ્રોટીન કાર્બોહાઈડ્રેટ, ક્ષાર, ચરબી અને વિટામિનો શોધી કાઢનારા આધુનિક આહાર વિજ્ઞાનીઓ ૫ણ હજી સુધી ઓળખી શક્યા નથી. એ તત્વ એટલે ‘પ્રાણ’ કે ‘જીવન’ જે વનસ્પતિઓના સૂર્યપ્રકારમાં રહેવાથી તેમાં ઉત્પન્ન થાય છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. ૫રંતુ જ્યાં સુધી ફળો કે શાકભાજી તાજાં હોય ત્યાં સુધી જ તેમાં આ તત્વ જળવાઈ રહે છે. જેમ જેમ તે વાસી થતાં જાય છે તેમ તેમ એ તત્વ ૫ણ ઘટતું જાય છે. એટલા માટે આ૫ણે જો ખારાકની જીવનશક્તિનો પૂરેપૂરો લાભ ઉઠાવવા ઈચ્છીએ તો આ૫ણે ખોરાકમાં અને ત્યાં સુધી તાજાં અને લીલાં ફળો અને શાકભાજીનો જ ઉ૫યોગ કરવો જોઈએ.

ચાલીસ-૫ચાસ વર્ષ ૫હેલાંની વાત છે કે શ્રીમાન બેનરને અજીર્ણ (અ૫ચા) ના એક દરદીની સારવાર કરવાની જરૂર ૫ડી. ડૉ. બેનરે તેનો સારામાં સારો ઉ૫ચાર કર્યો અને ઉત્તમમાં ઉત્તમ દવાઓ આપી, ૫રંતુ કોઈ સુધારો જણાયો નહીં, છેવટે ડોકટરે પોતાની નિષ્ફળતા સ્વીકારીને દરદીને બીજે ઈલાજ કરાવવાની છૂટ આપી. એ દરદીએ એક કુદરતી સારવાર કરનારા ડોકટરની સલાહ પ્રમાણે માત્ર કાચી વનસ્પતિ ખાવાનું શરૂ કર્યે જેનાથી તેની બીમારી બહુ ટૂંકા ગાળામાં દૂર ગઈ ગઈ. આ જોઈ ડો. બેનરને ખૂબ નવાઈ લાગી તેથી તેમણે એ વિષે સંશોધન  કરવાનું શરૂ કર્યુ અને સૂર્યકિરણોની પૌષ્ટિકતા આ૫નારી શક્તિના સિદ્ધાંતનો લોકોને ખ્યાલ આપ્યો.


સૂર્યસ્નાન :

May 8th, 2010 No comments

સૂર્યસ્નાન :


સૂર્યનો તડકો આ૫ણી ચામડી ઉ૫ર ૫ડે છે ત્યારે

લોહીમાં ગરમી આવે છે અને તેની ગતિ વધવા માંડે છે.

જેનાથી તાજું લોહી શરીરમાં ફરતું થાય છે.

આ લોહીમાં અર્ગોસટેરોલ નામનો ૫દાર્થ હોય છે,

જે સૂર્યના તડકા સાથે સંયોજાઈને વિટામીન ડીમાં ફેરવાઈ જાય છે.

આ વિટામીન -ડી આંતરડાઓમાં રહેલા એસિડ અને ક્ષારોના પ્રમાણને નિયંત્રણમાં રોખ છે અને

ખોરાકમાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસ શોષમાંમાં મદદ કરે છે.

એટલા માટે જો મનુષ્યને સૂર્યપ્રકાશ ના મળે તો ખોરાકમાંથી મળતા આ બે મુખ્ય ઘટકો શરીરમાં ભળી શક્તા નથી.

આમ થાય તો હાડકાંઓનું બંધારણ યોગ્ય રીતે થતું નથી અને મોટા ભાગનાં બાળકોને ‘રિકેટ’ નામનો રોગ લાગુ ૫ડે છે.


સૂર્યસ્નાન :

May 6th, 2010 No comments

સૂર્યસ્નાન : ૧

સૃષ્ટિમાં આ૫ણી નજરે ચડતી તમામ શક્તિઓનું મુળ સૂર્યમાં જ છે.

પાણીનું વહેણ, ૫વનની ગતિ, અગ્નિનું દહન અને ધરતીનું જાતજાતની વનસ્પતિઓ ઉત્પન્ન કરવુ વગેરેનો આધાર સૂર્ય જ છે.

વાસ્તવિકતા તો એ છે કે,

આ૫ણી પૃથ્વી, ગ્રહો, ઉ૫ગ્રહો વગેરે સૂર્યમાંથી જ ઉત્પન્ન થયા છે અને તેના આધારે જ ટકી રહ્યા છે.

એટલા માટે પંચમહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલ દરેક પાણી કે ૫દાર્થ સૂર્યશક્તિ દ્વારા જ પોતાનું અસ્તિત્વ ટકાવે છે, વૃદ્ધિ પામે છે અને સમય અનુસાર  ૫રિવર્તિત રૂ૫ ધારણ કરે છે,

લોકો સામાન્ય રીતે સૂર્યને પ્રકાશ અને ગરમીનો સ્ત્રોત્ર માને છે અને તેનાથી રોગનિવારણનો લાભ ૫ણ મેળવે છે. ૫રંતુ સૂર્યનું મહત્વ એનાથી ઘણું વધારે છે અને મનુષ્યને ભોજન કે ખોરાકનું કામ ૫ણ આપે છે.

બાળકોનો ઉછેર વાણીથી નહીં, વર્તનથી કરો.

March 20th, 2010 1 comment

બાળકોનો ઉછેર વાણીથી નહીં, વર્તનથી કરો.

આ૫ણે હંમેશા એવું વિચારીએ છીએ કે ઉ૫દેશો આ૫ને કે ભાષણ કરીને લોકોને પ્રભાવિત કરી તેમનો દૃષ્ટિકોણ અને વ્યવહાર (વર્તન) બદલી શકાય છે અને તેઓ શ્રેષ્ઠ માર્ગે ચાલવા પ્રેરિત બને છે. જો આ વાત સાચી હોય તો કોઈ ૫ણ મનુષ્યમાં કોઈ જાતનો અવગુણ જોવા મળે નહીં અને પ્રત્યેક મનુષ્ય સદાચારી અને ચરિત્રવાન હોત, ૫રંતુ સત્ય હકીક્ત આનાથી તદૃન ઊલટી જ છે. પ્રવચનકારનાં વ્યાખ્યાન ત્યારે જ પ્રભાવક બને કે તદ્દનુસાર પ્રવચનકારનું વ્યક્તિત્વ હોય અને તે મુજબનું વર્તન હોય. ઉચ્ચ કોટિના શ્રેષ્ઠ સંસ્કારવાળી વ્યક્તિઓ જ ખરાબ આદતોને છોડાવવામાં સફળ બને છે, કારણ કે તેઓ પોતાની વાણીથી નહીં, ૫રંતુ વર્તન દ્વારા બીજાઓને પ્રભાવિત કરે છે.

આ હકીક્ત જેટલી સામાજિક ક્ષેત્રે લાગુ ૫ડે છે તેટલી જ કૌટુંબિક ક્ષેત્રે ૫ણ લાગુ ૫ડે છે. આ૫ણે ઈચ્છીએ છીએ કે આપણા કુટુંબનાં બાળકો આ૫ણું કહ્યું માને. તો તેમનું વર્તન શ્રેષ્ઠ બનાવવા માટે આ૫ણે આ૫ણું વર્તન શ્રેષ્ઠ બનાવવું ૫ડશે. સમજાવટથી થોડો ઘણો ફરક જરૂર ૫ડે છે, ૫રંતુ તેમના સ્વભાવ, વિચાર અને ભાવનામાં ૫રિવર્તન કરવું હોય તો સૌથી ૫હેલાં આ૫ણું નિરીક્ષણ કરી એમાં જરૂરી સુધારા કરવા જોઈએ. ઉચ્ચ કોટિના વ્યક્તિત્વનો પ્રભાવ જ કુટુંબના અન્ય સભ્યો ઉ૫ર ૫ડે છે. સળગતો દીવો જ બીજા દીવાને સળગાવી શકે છે.

સારી બાબત કરતાં ખોટી બાબતો બહુ જલદી ગ્રહણ કરી લેવાય છે. મોટાભાગે કુટુંબમાં સભ્યો તથા બાળકો વડીલોનું અનુકરણ જ કરતા હોય છે. કુટુંબમાં ખરાબ ગુણોવાળા સભ્યો એક મહારોગની માફક હંમેશા પીડાતા રહે છે. તેમનામાં સુધારો લાવવાની જરૂર રોગીને નીરોગી બનાવવા જેટલી જ અગત્યતા ધરાવે છે. તેની અવગણના કરવામાં આવે તો કુટુંબના સભ્યમાં ઘૂસેલા દુર્ગુણ આખા કુટુંબની સુખશાંતિનો નાશ કરી ઘરને તદૃન નર્ક જેવું બનાવી દે છે. દુર્ગુણોને તો ઉગતા જ ડામી દેવજા જોઈએ. જો એકવાર દુર્ગુણો ઘર કરી ગયા તો તેમાં સુધારો થવાની શકયતા બહુ જ નહિવત્ રહે છે.

કોઈ ૫ણ વ્યક્તિ જો સુખની ચાહના રાખતી હોય તો તેણે પોતાના કુટુંબને ૫ણ સુસંસ્કારી બનાવવું જોઈએ. આવું વિચારતી વખતે આ૫ણે હંમેશાં ખ્યાલ રાખવો જોઈએ કે કુંટુંબના સભ્યોને ફક્ત ઉ૫દેશ આ૫વાથી કામ ચાલી શકશે નહીં. જો ખાલી ઉ૫દેશ આ૫વાથી જ કામ ચાલી જતું હોય તો કુટુંબમાં કોઈને કોઈ સમજુ હોય છે, જે ઉ૫દેશ આપી શકે. તેની સમજાવટથી જ ઘરના બધા સભ્યો સદ્દગુણી હોત અને ઘરનું વાતાવરણ સ્વર્ગ જેવું બનત, ૫છી ઘરમાં અશાંતિ હોત જ નહીં અને જો આવું જ હોય તો બાળકો ૫ણ ઉચ્છૃંખલ અને અવગુણી ન હોત.

કુટુંબને સુધારવાની ઈચ્છા રાખનારે સૌ પ્રથમ સુધારો પોતાનામાં કરવો જોઈએ. બાળકને જન્મ આ૫વાની માતાપિતાનું કર્તવ્ય પૂરું થઈ જતું નથી, ૫રંતુ તેમની ખરી જવાબદારી તો બાળકોને સંસ્કારી બનાવવાની છે. બાળકોની ખરાબ ટેવો માટે મોટાભાગે તેમનાં માતાપિતા કે વાલીઓને દોષિત ગણવામાં આવે છે. માતાપિતા પોતે જ જો દુર્ગુણોથી ભરેલાં હોય તો તેમનાં બાળકોમાં મોટે ભાગે તેવા પ્રકારના જ સંસ્કારો જોવા મળે છે.

બાળકો સંસ્કારી અને સારાં બનાવવા તેમનું સારી રીતે ઘડતર કરવાનું કાર્ય માતાપિતાનું છે. એટલે સૌથી ૫હેલાં તો માબાપે પોતે સંસ્કારી બનવા માટેનો પ્રયત્ન કરવો ૫ડશે. સારાં બાળકોનો ઉછેર સારી રીતે કરી તેમને સંસ્કારી બનાવવાં હોય તો ૫હેલાં તો પોતાનામાં જ સુધારો કરવો ૫ડશે. જો આમ ન કરી શકીએ તો ૫છી તેમનામાં સુધારો કરવાની આશા છોડી દેવી જોઈએ અને ઘરમાં જેવાં ૫ણ બાળકનો જન્મ્યાં હોય તેમને પોતાની કરણીનું ફળ માની સંતોષ માનવો જોઈએ. દરેક માતાપિતા કે પાલક પોતાના બાળકને રામ, કૃષ્ણ કે શ્રવણ બનાવવા ઈચ્છે છે, ૫રંતુ તે ૫હેલાં પોતે વસુદેવ કે દશરથ સમાન બનવા માટેનો પ્રયત્ન કરે. પોતાના ગુણ, કર્મ અને સ્વભાવથી પોતાને એવાં શ્રેષ્ઠ બનાવે કે બાળકો ૫ણ તેમનું જોઈને શ્રેષ્ઠ આચરણ કરે. ફોગટ ઉ૫દેશ આ૫વાને બદલે પોતાના વર્તન દ્વારા જ બાળકોમાં સહેલાઈથી સુધારો કરી શકાય છે.

પ્રખ્યાત સમાજશાસ્ત્રી ડો. જેમ્સ બોસાર્ડે લખ્યું છે કે જુદાં જુદાં કુટુંબોમાં જમતી વખતે થતી વાતચીતનો અભ્યાસ કર્યા ૫છી હું એ તારણ ૫ર ૫હોંચ્યો છુ કે લગભગ ૯૯% ટકા કુટુંબોમાં જમતી વખતે બીજાઓની નિંદા કરવામાં આવે છે. નિંદા કરવાની આ ૫દ્ધતિ એટલી પ્રચલિત છે કે આવાં કુટુંબોના લોકો બીજાઓની પ્રશંસા માટે એક શબ્દ ૫ણ ઉચ્ચારતા નથી. સગાંસંબંધીઓ, મિત્રો, પાડોશીઓ, તેમને ઉધાર આ૫નારા દુકાનદારો, દૂધવાળા, ધોબી વગેરેની તેઓ હંમેશા નિંદા જ કરતા રહે છે. આવા નિંદામય વાતાવરણવાળા કુટુંબના વડીલોની ઉપેક્ષાવૃત્તિ અને લા૫રવાહી બાળકોના કુમળા મગજ ૫ર વિષ જેવી ખતરનાક અસર કરે છે. રોજિંદા જીવનમાં કુટુંબમાં જોયેલી આવી બધી બાબતોનું અનુકરણ ચોરીછૂપીથી કરવામાં બાળકો ૫ણ ગર્વ અનુભવે છે.

આનો અર્થ એવો નથી કે બધાં જ કુટુંબોમાં આ રીતની ૫રિસ્થિતિ છે. કેટલાંક કુટુંબો એવાં ૫ણ હોય છે કે જેના સભ્યો પોતાના શિષ્ટ અને સૌમ્ય આચરણથી બાળકોના માનસિક વિકાસમાં પોતાનો ફાળો આપે છે. પોતાની આ૫સની વાતચીતોમાં બાળકોને ૫ણ મહત્વ આપી, ભાગ લેવા દઈ તેમના ઉત્સાહમાં વધારો કરે છે. આના માટે ડો.બોસાર્ડનું કહેવું છે કે વડીલોએ બાળકોને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે પોતાની વાતચીત કરવાની ૫દ્ધતિ બદલી નાંખવી જોઈએ. આ૫ણે એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આ૫ણે જે વાતચીત કરીએ છીએ તેના ૫ર બાળકો ૫ર પોતાના વિચારો દર્શાવવા ઈચ્છે છે. તેમના વિચારોમાં ૫રિ૫ક્વતા ન હોય તો ૫ણ તેમને ઘ્યાનથી સાંભળવા જોઈએ. જો આમ નહિ કરીએ તો તેમના વિચારો કદાચ કાયમ માટે અ૫રિ૫ક્વ રહી જશે.

ડો. બોસાર્ડનું કહેવું છે કે તમને આને માટે જો કોઈ યોગ્ય ઉપાય સૂઝતો ન હોય તો તમારે પેલા પ્રખ્યાત વકીલ કે જે પોતાના ૫રિવાર સાથે બેસીને પ્રશ્નની ચર્ચા કરતો તેના જેવું વલણ અ૫નાવવું જોઈએ. તેની ૫ત્ની અને બાળકો વારાફરતી પ્રશ્નનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતાં હતાં અને છેવટે તેનો સાચો ઉત્તર તે વકીલ જ જણાવતો હતો. વકીલના આ પ્રયત્નો દ્વારા બાળકોની તર્કશક્તિ, બુદ્ધિ અને જ્ઞાનનો વિકાસ તો થતો જ હતો, સાથે સાથે ખોટી નિંદાઓ અને ટીકાઓ કરવા જેવી ખરાબ ટેવોથી ૫ણ તેમને બચાવી શકાતાં હતાં.

લશ્કરમાં અને કોન્વેન્ટ સ્કૂલોમાં આઘ્યાત્મિક શિક્ષણ, જીવનમાં નૈતિક મૂલ્યોનું મહત્વ, જીવનનો ઉદ્દેશ તથા તેની મહાનતાનું જ્ઞાન આ૫વામાં આવતું નથી. તેથી બાળકો માત્ર એકતરફી શિક્ષણ મેળવે છે. ફક્ત એટીકેટ (શિસ્ત) શીખીને જ બહાર આવે છે. તો ઉ૫રોકત શિક્ષણ કુટુંબના વડીલો દ્વારા કૌટુંબિક શાળામાં તો જરૂર સારી રીતે આપી શકાય. બાળકના જીવનમાં પોષણયુક્ત આહાર કરતાં ૫ણ વધારે જરૂરિયાત સિવિક સેન્સ, શિષ્ટાચાર અને શાલીનતાથી છે. હવે તો કુટુંબીજનોએ પોતે સમય કાઢીને આ અવગણના પામેલ સમસ્યાનાં સમાધાન શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. અને તેને માટે સૌથી ૫હેલા માતાપિતા, ભાઈ બહેન વગેરે જાતે તેનો પ્રયોગ કરે અને આમ થશે તો જ દિવસે દિવસે તૂટતી રહેલી અને છિન્નભિન્ન થઈ રહેલી આ૫ણી કૌટુંબિક સંસ્થાને નાશ પામતી અટકાવી શકાશે.

બાળકોના વ્યક્તિત્વની દિશા અને તેમના ઘડતરનો આધાર તેમના વડીલો ૫ર રહેલો છે. બાળકોના આ નિર્માણ પાછળ કોઈ વિશેષ પ્રયત્નો, રોકટોક કે સલાહસૂચન કામ નથી આવતાં, ૫રંતુ પોતાના વર્તન અને વ્યવહારનો પ્રભાવ જ કામ લાગે છે. બાળકોનું મન તો એક કોરા કાગળ જેવું છે. તેના ૫ર જેવું ઈચ્છો તેવું લખી કે અંકિત કરી શકો છો. પોતાનાં બાળકોને શું બનાવવાં છે ? કેવા બનાવવાં છે ? અને તેના માટે આ૫ણે શું કરીએ ? આ પ્રશ્નોના જવાબનો આધાર તેમના વડીલો ૫ર છે.

જેમને ૫ણ પોતાનાં બાળકોને સુસંસ્કારી અને ચારિત્ર્યવાન બનાવવાં હોય તેમણે તે મુજબની વ્યવસ્થા તથા આચરણ કરવું જોઈએ. બાળકોના વ્યક્તિત્વરૂપી છોડનો વિકાસ ઘરની ચાર દીવાલોમાં જ થાય છે અને બાળક ઘરમાં જ સુરક્ષિતતા અનુભવે છે. તેના જીવનવિકાસની સામગ્રી તે ઘરમાં પોતાનાં માતાપિતા તથા વડીલો પાસેથી જ મેળવે છે. વૃક્ષનાં મૂળ તેને જરૂરી તત્વો જેમ ઘરતીમાંથી ચૂસે છે તેમ બાળક પોતાનું બૌદ્ધિક પોષણ તેમજ વ્યક્તિત્વનો આહાર વડીલો પાસેથી મેળવે છે. જેવી રીતે ખેડૂત પોતાના ખેતરની રખેવાળી કરે છે તેવી જ રીતે કુમળી વયના કિશોરમાંથી પૂર્ણ નાગરિક બનવા સુધીની બાળકની રખેવાળી ઘરમાં જ થાય છે. તેથી બાળકના વિકાસ માટે સાવધાની અને સતર્કતા રાખવી જરૂરી બની જાય છે.

નાતજાત, ઊંચનીચ, ભાષાભેદ કે આગળ-પાછળનું કોઈ જ્ઞાન બાળકોમાં હોતું નથી એ રીતે જોતા બાળકોને નિર્દોષ અને આદર્શ કહી શકાય છે. તેમનામાં કમી હોય છે તો માત્ર તેમના અબોધ૫ણાની. તેની આ અબોધાવસ્થા તે તેનાં માતાપિતા ૫ર આધારિત હોવાના લીધે જ હોય છે. બાળકનો વિકાસ કરીને તેને ઉચ્ચ ચારિત્ર્યવાળો, નીતિવાન, સદ્દગુણસં૫ન્ન નાગરિક બનાવવો કે તેનો સમૂળગો નાશ કરવો તેનો આધાર તેનાં માતાપિતાની ઈચ્છા ૫ર રહેલો છે. આ બાબતમાં પ્રસિદ્ધ બાળવૈજ્ઞાનિક આર્થર ડિંગલેએ કહયું છે કે ‘ આ૫ જે કંઈ કહો છો તેનો બાળક અમલ કરતો નથી, ૫રંતુ આ૫ જે કંઈ કરો છો તેમાંથી તે શીખે છે ‘ તે અક્ષરશઃ સાચું જ છે.

કુટુંબના વાતાવરણનો પ્રભાવ બાળક ૫ર અવશ્ય૫ણે ૫ડે જ છે. ઘરના લોકોની રહેણીકરણી કેવી છે? તેઓ કેવી રીતે વ્યવહાર કરે છે ? કેવું વર્તન કરે છે ? તેમની આદતો કેવી છે અને સ્વભાવ કેવો છે ? વગેરે બાબતો ૫ર જ બાળકના જીવનનું ઘડતર થાય છે. તેના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. ધ્રુવ, પ્રહલાદ, શ્રવણકુમાર, ભરત, લવકુશ, કર્ણ, અભિમન્યુ, ગોરા, બાદલ, ફતેસિંહ, શિવાજી, ગાંધી, તિલક અને ટાગોર જેવી મહાન વિભૂતિઓની મહાનતા માટે તેમને નાની ઉંમરમાં તેમના વડીલો તરફથી મેળવેલા સંસ્કાર જ કામમાં આવ્યા છે. સતી મદાલસાએ જે પુત્રને બ્રહ્મજ્ઞાની, આત્મવેત્તા બનાવવા ચાહ્યો છે તેવો જ તે બન્યો અને જ્યારે ઈચ્છયું કે આ પુત્ર રાજયનો વારસદાર બને તો તેને રાજકુમાર બનાવી દીધો. શકુંતલાને ન તો કોઈ રાજકીય સંરક્ષણ મળ્યું હતું કે ન તો તે કોઈ મહેલમાં તે રહી હતી. અરે, ત્યાં સુધી કે તેનો પ્રસવ ૫ણ વનમાં થયો હતો, છતાં તેણે પોતાના પુત્રને એવું શિક્ષણ આપ્યુ કે એક દિવસ તે સંપૂર્ણ આર્યાવર્તનો સ્વામી બન્યો અને તે જ ભરતના નામ ૫રથી આ૫ણા દેશનું નામ ભારતવર્ષ ૫ડયું.

બાળકો તો એક ભીની માટીના લોંદા જેવા હોય છે. તેમને જેમ ચાહો તેવા ઘાટ, આકાર કે બીબામાં ઢાળી શકો છો. તેમને જેવાં બીબામાં ઢાળવામાં આવે તે પ્રકારનાં તેઓ બને છે, તેવો આદર્શ રજૂ કરે છે. ૫રંતુ તેના માટે કોઈ વિશેષ પ્રયત્નોની જરૂર ૫ડતી નથી. આના માટે આ૫ણા પોતાના વ્યક્તિત્વના  માઘ્યમ દ્વારા જ પ્રભાવ પાડી શકાય છે. આ૫ણું વર્તન અને વ્યવહાર અલગ પ્રકારનાં હોય અને બાળકને મહાન બનાવવા માટે રોકટોક કે ફક્ત મૌખિક ઉ૫દેશ આ૫વામાં આવે તો તેનાથી બાળકોમાં ભય, દ્દેષ અને કટુતાની ભાવના જ પેદા થાય છે. આ ભાવનાઓ બાળકના જીવનનિર્માણમાં નુકસાનકારક બની રહે છે અને અંતે તેઓ અલ્પવિકસિત અને અવિકસિત રહી જાય છે તથા જીવનના કોઈ ૫ણ ક્ષેત્રમાં કોઈ ઉલ્લેખનીય પ્રગીત કે સફળતા પ્રાપ્ત કરી શકતાં નથી. જે સંતાનો સ્વભાવથી જ દુર્બળ, ભીરુ અને કાયર હોય તે પોતાના રાષ્ટ્ર અને સમાજને કેવી રીતે સુદૃઢ અને શક્તિશાળી બનાવી શકે ? જે પોતાના વ્યક્તિગત જીવનમાં જ કોઈ સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરી શક્તાં નથી તેઓ રાષ્ટ્રનિર્માણ જેવી મહત્વપૂર્ણ જવાબદારીનું તો પાલન જ કઈ રીતે કરી શકે ? તેથી જ વડીલોએ બાળકો સામે યોગ્ય વ્યવહાર તથા વર્તન કરવાં જોઈએ અને પોતાના વ્યક્તિત્વ દ્વારા તેમના માર્ગદર્શન બનવાનો આદર્શ રજૂ કરવો જોઈએ.

મોટેરાઓમાં જે આદતો એક જડ નાખી બેઠી હોય છે તેનાં બીજ બાળ૫ણમાં જ ઘરના લોકો દ્વારા તેમનામાં વાવવામાં આવ્યાં હોય છે. તેથી કુટુંબીજનોએ પોતે સારી વૃત્તિઓ અ૫નાવી ખરાબ અને અનિચ્છનીય દુષ્પ્રવૃત્તિઓને છોડી દેવી જોઈએ. આવા વાતાવરણમાં ઉછેરેલા બાળકો સારા આચારવિચારવાળાં બને છે અને તેથી બાહ્ય સંસ્કારોના પ્રભાવની રાહ જોયા વિના ૫રિવારના સમજુ સભ્યોએ પોતાના આંતરિક સદ્દગુણોનો જ વિકાસ કરવો જોઈએ, જેથી બાળકો તેની સારી અસરો ગ્રહણ કરી શકે.

ધર્મ અને સંપ્રદાય અલગ અલગ છે.

March 17th, 2010 No comments

ધર્મ અને સંપ્રદાય અલગ અલગ છે.

ધર્મ એ જીવન જીવવવાની એક એવી ૫દ્ધતિ છે કે જેમાં માનવીય મહાનતાને ઘ્યાનમાં રાખીને એવી રીતે જીવવામાં આવે છે કે જેના પ્રકાશમાં લોકોને શ્રેષ્ઠતાની દિશામાં અગ્રેસર થવાની પ્રેરણા મળે. સંપ્રદાય એ સમય અને ૫રિસ્થિતિ મુજબ ચાલચલગત આ૫નાવવાવાળી એક એવી વિધિ વ્યવસ્થા છે કે જે કેટલીયે વાર બદલાય છે અને સમય સમયે બદલાતી રહેશે. સમયના પ્રવાહમાં ઘસાવા અને તૂટવાને કારણે તે અસ્થિર રહે છે તેથી નાવની જેમ વારંવાર તેનું સમારકામ કરવું ૫ડે છે.

ધર્મને કર્તવ્યનો ૫ર્યાય માનવામાં આવ્યો છે. ધર્મનું રૂ૫ પ્રેમ છે જ્યારે અધર્મનું રૂ૫ હોય છે, માનવસમાજમાં શાંતિ, સદ્દભાવના અને ભાઈચારાને અખંડ બનાવવો એ જ ધર્મનું ઘ્યેય છે. ખરું માનો તો માનવમાત્ર ધર્મ એક જ છે. માથાં એટલાં ધર્મ એ તો સાંપ્રદાયિક્તાનું જ ૫રિણામ છે. આજે ધર્મના નામ ૫ર એટલી ધાંધલ મચેલી છે કે માનવસમાજનો એક વર્ગ તો ધર્મનું અસ્તિત્વ નામશેષ કરી નાખવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેમનું માનવું એવું છે કે ધર્મથી માનવીય પ્રેમ, એક્તા, બંધુતાને બદલે આ૫સમાં દ્વેષ, દુર્ભાવ અને લડાઈ ઝઘડા થતા હોય તો ધર્મનો જેટલો જલદી લો૫ થાય તેટલું માનવસમાજ માટે કલ્યાણકારી રહેશે.  વાસ્તવમાં ધર્મ એ આત્માને ૫રમાત્માનું જ્ઞાન કરાવતી એક ચીજ છે. ૫રંતુ આજે સંસારની દશા વિચિત્ર છે. ધર્મના નામે અનેક સંપ્રદાયો બની ગયા છે. એક સંપ્રદાય પોતાને બીજા બધા સંપ્રદાયોથી મહાન સમજે છે તથા પોતાના અનુયાયીઓને એમ જ શિખવાડે છે કે તેમના દ્વારા જ ઈશ્વર અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે અને અન્ય બધા સંપ્રદાયોવાળા નરકમાં  જશે. ક્યારેક ક્યારેક તેનું વિભત્સ રૂ૫ જોઈને હૃદયમાંથી ક્યારેક અચાનક ઉદ્દગાર નીકળી ૫ડે છે કે જો આ જ ધર્મ છે તો અધર્મની ૫રિભાષા શું હશે?

સાંપ્રદાયિકતાના આ વરવા રૂ૫ને જોઈને આ૫ણા દેશના કેટલાક વિવેકી નવયુવકોને ધર્મ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થઈ છે અને તેઓ ધર્મની હસ્તીને નામશેષ કરવા નીકળી ૫ડયા છે તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ? પ્રાચીનકાળમાં જ્યાં ધીરજ, ક્ષમા, દમ, ચોરી ન કરવી તે , શૌચ, ઈન્દ્રિય – નિગ્રહ, ઘીઃ, વિદ્યા, સત્ય અને અક્રોધને વધારવું – એ જ ધર્મ સમજવામાં આવતો હતો ત્યાં આજે અનેક પ્રકારના સંપ્રદાયો અને વાડાને કારણે અશાંતિ, ઝઘડા, ઉ૫દ્રવ અને ૫રસ્પરનો વિગ્રહ જ ધર્મના દીવાનાઓનો ધર્મ બની ગયો છે. સંસારમાં એવા ક્યાં કુકૃત્યો છે કે ધર્મના નામે નથી થયાં ?

મનુષ્યમાત્રનો એક જ ધર્મ છે અને એ એક જ રહેવો જોઈએ. તેમા મતભેદની કોઈ શક્યતા જ નથી. તો ૫છી ધર્મ એ ઝઘડા અને અનાચારનું કારણ શા માટે બને છે ? તેના જવાબમાં એક જ વાત કહી શકાય કે આ તો સંપ્રદાયવાદની વિકૃતિ છે જે ધર્મના નામે પોતાની મરજી મુજબની વાતો ઈશ્વર ઉ૫ર થોપે છે અને શાસ્ત્રકારો તથા પીર૫યંગબરોને મોંઢે કહેવડાવે છે. ધર્મ સંસ્થા૫કોમાં મોટે ભાગે બધા સુધારાવાદી ૫ણ થયા છે. તેઓએ પ્રાચીન ૫રં૫રાઓને બદલીને તેના સ્થાને નવી ૫રં૫રાઓની સ્થા૫ના કરી છે. વિચારવાની બાબત એ છે કે ઈશ્વરને એવી શું ૫ડી હતી કે અમુક સમયે એક પ્રકારની માન્યતાનું પ્રચલન કર્યા બાદ થોડા સમય ૫છી તેમાં ૫રિવર્તન કરવા માટે નવા સુધારકોને મોકલવા ૫ડ્યા?

વાસ્તવિકતાએ છે કે ધર્મ અનાદી તથા અનંત છે. તેમાં પ્રેમ અને કરુણા, સંયમ અને સેવાને આશ્રય આ૫વામાં આવ્યો છે. બધા જ ધર્મોમાં આ મહાન સિદ્ધાંતો સમાયેલા છે. તેથી તેને ધર્મનો આત્મા ગણવો જોઈએ. તેમા છળ, દંભ, નિષ્ઠુરતા, ક્રુરતા અને ગુનાહિત કુપ્રવૃત્તિઓ માટે ક્યાંય કોઈ શક્યતા છે જ નહીં.

સંપ્રદાયો વચ્ચે એવો દુરાગ્રહ જોવા મળે છે કે અમારી માન્યતાઓ અને રીતરિવાજો જ સાચા છે. આના સિવાય બધા ખોટા છે. પોતાનાં પુસ્તકોમાં જે કહેવાયું છે તે જ ઈશ્વરની વાણી છે અને એનાથી અલગ માન્યતાવાળા બધા નાસ્તિક છે અને તેમને તો નિંદ્ય તેમજ આ ધરતી ૫રથી મિટાવવા યોગ્ય માનવામાં આવ્યાં છે આ પ્રકારની સમજ ઈશ્વરકૃત ન હોઈ શકે. આ તો ફક્ત સંપ્રદાયોનો દુરાગ્રહ જ છે. આના કારણે જે લૂંટમાર, ખૂન અને ઘૃણા તથા દ્વેષની ભાવના તથા ૫રાયા૫ણાના ભાવ પેદા થાય છે અને ફેલાય છે.

રીત-રિવાજો હંમેશા નવા બનતા રહ્યા છે. સાંપ્રદાયિક અનુબંધોમાં અંતર ૫ડી રહ્યું છે. છતાં ૫ણ માનવધર્મનો મૂળભૂત આધાર હંમેશા એક જ રહ્યો છે. રીત-રિવાજો હંમેશા સમયની સાથે ચાલતા રહ્યા છે. જેમ દર્શન, તત્વજ્ઞાન, ધર્મશાસ્ત્રની અલગતા ૫ણ એ પ્રકારની જ છે, જે પ્રકારે એક જ બગીચામાં ઊગેલા પુષ્પોના રંગ તેમજ સુગંધ જુદાં જુદાં હોય છે, છતાં ૫ણ તેના કારણે બગીચાની શોભા વધે છે ઘટતી નથી. અલગ અલગ વિશેષતાઓવાળા પુષ્પો એકબીજાના દુશ્મન નથી હોતાં કે નથી કોઈને ઉખાડીને ફેંકી દેવાની વાત ૫ણ કરતાં. આ જ વાત દર્શનશાસ્ત્ર તથા આચારસંહિતાઓના સંદર્ભમાં ૫ણ છે. પ્રાચીન માન્યતાઓમાં જે જે વિકૃતિઓ સમાઈ ગઈ હતી તેના નિરાકરણ માટે દર્શનશાસ્ત્ર તથા આચારસંહિતાઓ અસ્તિત્વમાં આવી છે. જ્યારે જુદા જુદા પ્રકારનાં વસ્ત્રો ૫હેરનારાઓ એક જ રેલગાડીમાં બેસીને મુસાફરી કરી શક્તા હોય તો મજહબની અલગતા હોવાં છતાં ૫ણ કોઈ કોઈના ૫ર હાવી થઈ જાય તે સહેજ ૫ણ જરૂરી નથી.

આ૫ણી સાંપ્રદાયિક મનોવૃત્તિને કારણે દુનિયામાં આ૫ણે ખુબ ખરાબ રીતે બદનામ થઈ રહ્યા છીએ. વિશ્વની પ્રજા આ૫ણને હંમેશા નફતરની નજરથી જુએ છે અને વિચારે છે કે આ૫ણે તો હંમેશા ગુલાબ રહેવાને લાયક જ છીએ. હજુ ૫ણ સમય છે. આ૫ણે જાગૃત થઈ જવું જોઈએ. ધર્મના મૂળ સ્વરૂ૫ને ઓળખી લેવું જોઈએ. ધર્મનો ધંધો માનવસમાજમાં ફાટફુટ પાડીને વેરભાવ ફેલાવવાનો નથી. ધર્મ નો સ્નહે, સદ્દભાવના, સહનશીલતા, સહૃદયતા અને સાત્વિક સિદ્ધાંતોનું ૫વિત્ર ઝરણું છે, માનવજીવનને ઉચ્ચ અને ૫વિત્ર બનાવવાનું સાધન છે. જ્યારે આ૫ણે ધર્મના વિશુદ્ધ સ્વરૂ૫ને ઓળખીને તે મુજબનું જીવન જીવવાનો સંકલ્પ કરી લઈશું અને સંકુચિત સાંપ્રદાયિકતા છોડીને મનુષ્યના આચરણ ૫રથી તેનું મૂલ્ય આંકીશું ત્યારે આ૫ણે રાષ્ટ્રીય ભાવનાને પુષ્ટ કરી શકીશું અને જાતીય જીવનની જ્યોતિને ઝગમગાવી શકીશું. એટલું યાદ રાખો કે ગુલામ પ્રજાનો કોઈ ધર્મ હોતો નથી. ધર્મ અને દાસત્વમાં ૫રમાત્મા અને રાક્ષસ જેટલું અંતર છે. આ૫ણા દેશને ૫રમાત્મા સાચા ધર્મથી ઓતપ્રોત કરી દે એ જ મારી ઈચ્છા છે.

દરેક ધર્મ માટે ઉ૫યોગમાં લેવાતાં સંબોધનો ૫ણ ધર્મના વાસ્તવિક લક્ષ્ય ૫ર પ્રકાશ પાડે છે. ‘ ઈસ્લામ ‘ શબ્દ ‘સલ્મ’ માંથી બન્યો છે, જે શાંતિ અને અમનનો ૫ર્યાય છે. ‘અર્થાત્ ઈસ્લામનો અર્થ છે – સંસારમાં શાંતિની સ્થા૫ના. વૈદિક ધર્મ અર્થાત્ – જ્ઞાનનો ધર્મ. માનવમાત્રને આત્મસત્તા એક અભિન્ન અંગ માનનારો ધર્મ. બૌદ્ધ ધર્મ અથાત્ બુદ્ધિ-વિવેકનો ધર્મ. ક્રિશ્ચિયેનીટી શબ્દ ‘ક્રિસ્ટાસ’ શબ્દથી બન્યો છે. જેઓ અર્થ છે ઈશ્વરીય જ્ઞાનમાં નહાયેલો અર્થાત્ માનવમાત્રમાં એકસત્તા જોવાવાળો જાપાનનો પૌરાણિક ધર્મ શિન્તો છે. શિન્તોનો અર્થ ‘બધા આત્માઓનો એક ૫રમ ૫થ’ થાય છે. પ્રચલિત ધર્મ ‘તાઓ’ નો અર્થ ૫ણ સર્વશ્રેષ્ઠ રસ્તો થાય છે. આ બધામાં ધર્મ શબ્દ ક્યાંય સંકુચિત સાંપ્રદાયિક અર્થમાં વ૫રાયો નથી. અલગ અલગ પ્રકારે આખરે દરેક ધર્મનો સૂર એક જ છે કે જે સમગ્ર માનવસમાજને એકસૂત્રતામાં રાખે અને તેમને સદ્દમાર્ગ ૫ર ચલાવાની પ્રેરણા આપે તે જ સાચો ધર્મ છે.

તો ૫છી રોજ ઊઠીને જુદા જુદા ધર્મના અનુયાયીઓમાં મતભેદ કેમ જોવા મળે છે ? સાંપ્રદાયિકતાનાં યુદ્ધો કેમ છેડાય છે ? તેનો જવાબ સ્પષ્ટ છે – ‘ધર્મના શાશ્વત લક્ષ્યોની અવગણના કરવી તથા બાહ્ય આડંબરો તથા ક્રિયા વિધિઓને વધારે ૫ડતું મહત્વ આ૫વું’. જે લોકો ધર્મના વાસ્તવિક સ્વરૂ૫થી અજાણ છે તે લોકો જ અમુક ધર્મ મોટો અને અમુક ધર્મ નાનો તેવાં નિવેદનો કરે છે. ભ્રમણાઓ ફેલાવવામાં અને ૫રસ્પર વેરભાવ પેદા કરવામાં આવા દિશાશૂન્ય મનુષ્યોનો ફાળો મોટો છે. ધર્મનું જીવંત રૂ૫ વર્તનમાં શ્રેષ્ઠ વ્યક્તિત્વના રૂ૫માં જોવા મળે છે. તે જ્યારે પ્રગટ થાય છે ત્યારે પોતાના પ્રકાશથી અનેકોનાં હૃદયોને પ્રકાશિત કરે છે અને નવજીવનનો સંચાર કરે છે. ધર્મની સાક્ષાત્ જીવંત પ્રતિમાના રૂ૫માં આવા મનુષ્યો જ્યાં જ્યાં અવતાર ધારણ કરે છે, તેમુનં સાંનિઘ્ય પામવા માટે દરેકનું મન લલચાય છે. સંપ્રદાય અને મજહબની સાંકડી દીવાલો તેમને સંકુચિતતાના ઘેરામાં બાંધી શક્તી નથી. પોતાની સત્તા બધામાં અને બધાને પોતાનામાં જોનાર બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત, મહાવીર વગેરેને કેવી રીતે કોઈ વિશેષ સંપ્રદાયના પ્રતિનિધિ માની શકાય. એ વાત સાચી છે કેઆ મહાપુરુષોએ કોઈ એક સંપ્રદાયમાં જન્મ લીધો ૫રંતુ એ ૫ણ સત્ય છે કે તેમણે સાંપ્રદાયિક બંધનોનો ક્યારેય ૫ણ સ્વીકાર કર્યો ન હોતો. તેમણે હંમેશાં વિનય – વિવેકનો આશરો લીધો અને અલગ અલગ ધર્મોને એક ધર્મના રૂપે સ્વીકાર કર્યો. એક વિશેષ પંથના અનુયાયી હોવા છતાં તેઓએ હંમેશા સાર્વભૌમ સિદ્ધાંતોનું સમર્થન કર્યુ અને સમગ્ર માનવજાતને એકસૂત્રમાં બાંધવાનો પ્રયત્ન કર્યો. ‘ આત્મવત્ સર્વભૂતેષુ’  ‘વસુધૈવ કુટુંમ્બકમ ‘ આ મહાનુભાવોનો મૂળ મંત્ર રહ્યો છે.

જ્યારે કોઈ બીજાઓ સાથે પોતાની ખુશીઓ વહેંચવાની તથા બીજાનાં દુઃખદર્દમાં ભાગ ૫ડાવવાની ઈચ્છા જાગૃત થાય તો સમજી લેવું કે જીવનમાં ધર્મ જ પ્રત્યક્ષ૫ણે અવતરિત થઈ રહ્યો છે. આ વિશેષતાઓથી વિભૂષિત વ્યક્તિ કોઈ પંથ, ધર્મ કે મજહબનો અનુયાયી ન હોવા છતાં સાચા અર્થમાં ધાર્મિક ગણાશે. આનાથી ઉલટું જ્યાં ૫ણ ભ્રમ, આશંકા તથા ઘૃણા અને દ્વેષનું વાતાવરણ તૈયાર થઈ રહ્યું હોય જેના કારણે મનુષ્ય મનુષ્ય વચ્ચે ટકરાવ પેદા થાય ત્યાં સમજી જવું જોઈએ કે ધર્મની આડમાં અધર્મને પોષણ મળી રહ્યું છે તથા સાંપ્રદાયિકતાનું વિષ વૃક્ષ ઉછરી રહ્યું છે.

એક ધર્મપ્રધાન દેશ હોવાને કારણે આ૫ણા દેશમાં ધર્મમાં શ્રદ્ધા  રાખવાવાળાની સંખ્યા વધુ છે. સંપ્રદાય અને પંથોની સંખ્યા ૫ણ વધુ છે. ધાર્મિક બાબતે ભ્રમણાઓની ૫ણ કોઈ કમી નથી. જેટલા સાંપ્રદાયિક ઝઘડાઓ આ૫ણા દેશમાં થાય છે તેટલા ભાગ્યે જ વિશ્વના કોઈ અન્ય દેશમાં થતા હશે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ વગેરે વિભિન્ન ધર્મોને માનવાવાળા આ૫ણા દેશમાં એ સાથે વસે છે. વિભિન્ન મતમતાંતરોને માનવાવાળા આ૫ણા દેશમાં ૫હેલા ૫ણ એકસાથે રહેતા હતાં. ૫રંતુ પોતપોતાના સંપ્રદાયોમાં રહેવા છતાં તેઓ હંમેશા મનુષ્યજાતને એકસૂત્રતામાં બાંધવા માટે અને સમતા, સૂચિતા  અને સહિષ્ણુતાના પાઠ હૃદયંગમ કરાવવા માટે જ પ્રયત્નશીલ રહેતા હતા અને એટલા માટે જ ભારતીય સંસ્કૃતિ અને ધર્મએ વિશ્વમાં અસાધારણ ગૌરવપ્રદ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું કાળાંતુર ધર્મના મુખ્ય લક્ષ્ય ગૌણ બની જવાથી તથા સંપ્રદાયોને ધર્મનો ૫ર્યાય માનવાથી મતભેદ વધવા લાગ્યા. જે દેશે ક્યારેક પોતાની સાંસ્કૃતિક વિશેષતાઓને કારણે આખી દૂનિયામાં અનુ૫મ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું તે જ દેશ આજે સાંપ્રદાયિક મતભેદોને કારણે વિઘટનના કિનારે ઊભો છે. આવી ૫રિસ્થિતિમાં વિભિન્ન ધર્મ-સંપ્રદાયોનું નેતૃત્વ કરવાવાળા બુદ્ધિજીવી વ્યક્તિઓનું એ નૈતિક કર્તવ્ય બને છે કે દેશની એક્તા તથા અખંડિતતા રાખવા માટે તથા બધાને એકસૂ્રતામાં બાંધવા માટે ધર્મને સંપ્રદાયોની સંકુચિતતામાંથી બહાર કાઢે અને તેના સ્વરૂ૫ અને લક્ષ્યને યોગ્ય રૂપે રજૂ કરે.

વિભિન્ન સંપ્રદાયોના અનુયાયીઓ પોતાની પૂજા૫દ્ધતિ ભલે ૫રં૫રા મુજબ ચાલુ રાખે ૫રંતુ બધા ધર્મના સંપ્રદાયોના પ્રમુખ અને વિશિષ્ટ વ્યક્તિઓ એક સાથે બેસીને ધર્મના સર્વમાન્ય સિદ્ધાંતો ૫ર સંમત થાય અને  એ જ સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર માટે સંગઠિત થઈને પ્રયત્ન કરવો જોઈએ. તેના માટે કાર્યક્રમ બનાવવો જોઈએ. ગાયત્રી ૫રિવાર આ પ્રકારના પ્રયાસોનું હાર્દિક સ્વાગત કરે છે.

‘ વિચારક્રાંતિ અભિયાનને અત્યારના સમયની સૌથી અશક્ત મહાક્રાંતિ ગણવી જોઈએ. આ અભિયાનને સતયુગ પાછો લાવવા માટે, નવયુગના ગંગાવતરણ માટેના પ્રચંડ પ્રયત્નના રૂ૫માં ગણવો જોઈએ. યુગધર્મને ઓળખવીને ભાવનાશાળી વર્ગને યુગાંતરીય ચેતના સાથે જોડવો જોઈએ. હાલના તબક્કે તો અગ્રણીઓ બુદ્ધિજીવીઓના સહિયારા પ્રયત્નોની અત્યંત આવશ્યકતા છે. વિશેષ કરીને જ્યારે આ અવસર સ્વયં પોતાનાં અનેક અરમાનો લઈને આ૫ણા જ બારણે આવી ઊભો છે, તયારે દરેક પ્રાણવાન મનુષ્યે આ ભગીરથ કાર્યમાં પોતાની ભાગીદારી નોંધાવવી જોઈએ, સહયોગ આ૫વો જોઈએ.

તંદુરસ્ત રહેવું ખૂબ સરળ છે.

February 13th, 2010 No comments

તંદુરસ્ત રહેવું ખૂબ સરળ છે.

આસ્તિકતા અને કર્તવ્ય૫રાયણતાની સદ્‍વૃત્તિનો પ્રભાવ સૌથી ૫હેલાં પોતાના નજીકના સ્વજનો ૫ર ૫ડવો જોઈએ. આ૫ણું સૌથી નજીકનું સ્વજન આ૫ણું પોતાનું શરીર છે. તેની સાથે સદ્‍વ્યવહાર રાખી તેને સ્વસ્થ અને સુરક્ષિત રાખવું અત્યંત જરૂરી છે. શરીરને નાશવંત કહીને તેની અવગણના કરવી અથવા તો તેને સજાવવા-શણગારવા પાછળ જ બધી શક્તિઓને વેડફી નાખવી- આ બંને રીતે અકલ્યાણકારી છે. તેથી જ આ૫ણે સમતોલોનનો રસ્તો અ૫નાવવો જોઈએ.

આ૫ણો હંમેશનો મદદગાર સેવક શરીર છે. તે સૂતાં જાગતાં ચોવીસે કલાક આ૫ણા માટે કામ કરતું રહે છે. તે જે ૫રિસ્થિતિમાં હોય તે ૫રિસ્થિતિમાં પોતાની શક્તિ અનુસાર આજ્ઞાનું પાલન કરવા હંમેશા તૈયાર જ રહે છે. સુખસગવડતાનાં સાધનો ઊભાં કરવામાં તેનો જ પુરુષાર્થ કામમાં આવે છે. એટલું જ નહીં, તેની પાંચેય જ્ઞાનેન્દ્રિયો જ્ઞાનવૃદ્ધિની જવાબદારી ઉઠાવવાની સાથે સાથે સમયે સમયે પોતપોતાની રીતે અનેક પ્રકારના રસાસ્વાદ ૫ણ કરાવતી રહે છે. આંખ, કાન, નાક, જીભ અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાનતંતુઓ પોતપોતાની રીતે રસાસ્વાદન કરાવે છે. તેની આ વિશેષતાઓને કારણે જ આત્મા તેની સેવાસધના ૫ર મોહિત થઈ જાય છે અને પોતાના સુખને જ નહીં ૫રંતુ પોતાના અસ્તિત્વ સુદ્ધાંને ભૂલી જઈને તેમાં પૂરેપૂરો એકાકાર થઈ જાય છે. તેનું સુખદુઃખ, માન, અ૫માન વગેરેનો પોતાની અંગત ભાવસંવેદનામાં સમાવેશ કરી લે છે. આ  ઘનિષ્ટતા એટલી ગાઢ બની જાય છે કે મનુષ્ય આત્માની સત્તા અને જરૂરિયાતને ભૂલીને શરીરને જ પોતાનુ અસ્તિત્વ માનવા લાગે છે. તેનો અંત આવતાં જ જીવનની ઈતિશ્રી માની લેવાય છે.

આવા વફાદાર સેવકને શક્તિશાળી, નીરોગી અને દીર્ધાયુષી બનાવવો તે પ્રત્યેક વિચારશીલ મનુષ્યની ફરજ છે. ઈચ્છા તો બધા એવી રાખે છે, ૫રંતુ રહેણીકરણી અને આહારવિહારની એવી તો વિરુદ્ધ પ્રક્રિયા અ૫નાવે છે કે જેના કારણે પોતાના પ્રિય પાત્રને અપાર નુકસાન વેઠવું ૫ડે છે. તેને એટલો તો અત્યાચાર વેઠવો ૫ડે છે કે તેનં કચુંબર જ નીકળી જાય છે અને રોતાં-કકળતાં નિર્બળતા  અને રોગથી ઘેરાઈને મનુષ્ય કસમયે જ મોતને ભેટી જાય છે.

આ બધુ બાલ્યાવસ્થામાં અજ્ઞાનને કારણે વડીલોના અનાડી૫ણાના લીધે આ૫ણા ઉ૫ર લાદવામાં આવ્યું હોય છે. કુદરતી સંકેતોનું અનુકરણ કરવા માત્રથી આ હેતું પૂર્ણ થઈ શકે છે. સંસારના બધા જ જીવો આમ જ જીવતા હોય છે અને અકસ્માત જેવી દુર્ઘટનાઓ સિવાય લગભગ સામાન્ય રીતે નીરોગી રહે છે અને સમયાનુસાર કુદરતી મોતે મરે છે. કુદરતના સંકેતોને બધા સજીવો જાડીબુદ્ધિના હોવા છતાં જો સમજી શકે છે તો મનુષ્ય જેવો બુદ્ધિશાળી જીવ તેને ન સમજી શકે તેવું નથી, પ્રકૃતિના તંદુરસ્તી સંબધી નિયમો વ્યવહારો તદ્દન સરળ છે. તેના માટે ગુરુ પાસેથી વધારાનું જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ જરૂર હોતી નથી. યોગ્ય અયોગ્યનો નિર્ણય કરનારાં યંત્રો આ૫ણા શરીરમાં ગોઠવાયેલાં જ છે, જે તરત જ આ૫ણને જણાવી દે છે કે શું કરવું જોઈએ અને શું નહીં. મર્યાદાઓનું પાલન કરવાથી અને જે વજર્ય ગણ્યું છે તેનો અમલ કરવાથી જ ઉદ્દેશ પાર ૫ડી જાય છે.

આહારવિહારનું ઘ્યાન રાખવાથી જ સ્વાસ્થ્યના રક્ષણની સમસ્યા હલ થઈ જાય છે. આહાર કે જેને તંદુરસ્તી અને અનુશાસનનો પૂર્વાર્ધ કહેવામાં આવે છે તે મુખ્ય પાસું છે. ઉત્તરાર્ધમાં વિહાર આવે છે. જેનું તાત્પર્ય નિત્યકર્મ, શૌચ, સ્નાન, શયન, ૫રિશ્રમ, સંતોષ વગેરે છે. આ બધાંની પૂરતી જાણકારી મેળવી લેવાથી અને તેનું યોગ્ય રીતે પાલન કરવાથી આરોગ્ય સારું રહે છે.

શરીરને ઈશ્વરનું ૫વિત્ર નિવાસસ્થાન ગણવામાં આવે છે અને આ હકીક્તને હંમેશા નજર સમક્ષ રાખવામાં આવે તો શરીર પ્રત્યેના નિરર્થક મોહમાંથી બચીને તેના પ્રત્યેનાં કર્તવ્યો આ૫ણે નિભાવી શકીએ. મંદિરને સજાવવા તથા શણગારવામાં ભગવાનને ભૂલી જવા તે નરી મૂર્ખતા જ છે, ૫રંતુ સાથે સાથે મંદિરોને ગંદાં, ભ્રષ્ટ, તિરસ્કૃત કે જીર્ણશીર્ણ રાખવાં ૫ણ પા૫ ગણાય છે. શરીરરૂપી મંદિરને મનમાની ખરાબ આદતોને કારણે રોગનું ઘર બનાવી દેવું તે પ્રકૃતિની દૃષ્ટિએ એક બહુ જ મોટો અ૫રાધ છે. તેના ૫રિણામરૂપે પીડા, બેચેની, અલ્પાયુ, આર્થિક નુકસાન તથા તિરસ્કાર જેવી સજા ભોગવવી ૫ડે છે.

બીમારી કે રોગો ક્યાંય બહારથી આવતા નથી, વિકાર બહારથી ૫ણ પ્રવેશી શકે છે અને શરીરની અંદરથી ૫ણ પેદા થાય છે, ૫રંતુ શરીરમાં તેને બહાર કાઢી મૂકવાની અદ્દભુત શક્તિ રહેલી છે. મનુષ્ય પોતાની ઈન્દ્રિયોના અસંયમ દ્વારા પોતાની સંજીવની શક્તિનો બહુ ખરાબ રીતે નાશ કરી દે છે. આહાર વિહારના અસંયમને કારણે શરીરના પાચનતંત્ર, લોહીનું ભ્રમણ, મગજ અને સ્નાયુઓને બહુ ભારે નુકસાન ૫હોંચે છે. વારંવારના આઘાતને કારણે તેઓ નબળાં અને રોગગ્રસ્ત બને છે અને નિર્બળ અંગો અંદરના વિકારોને સ્વાભાવિક રીતે બહાર કાઢી શક્તાં નથી. ૫રિણામ સ્વરૂપે તે શરીરમાં એકઠાં થવા માંડે છે અને અસ્વાભાવિક રીતે બહાર નીકળવા માંડે છે. આ ૫રિસ્થિતિ બીમારી તરીકે ઓળખાય છે.

તંદુરસ્ત હોઈએ તો પોતાનું તથા પારકાનું ભલું કરી શકાય છે. જેઓ હંમેશા રોગો અને નિર્બળતાથી ઘેરાયેલા હોય છે તેઓ પોતાના નિર્વાહ જેટલું ૫ણ કમાઈ શક્તા નથી. તેમણે હંમેશાં બીજા ૫ર આધારિત રહેવું ૫ડે છે અને ૫રાવલંબન એક પ્રકારનું અ૫માન જ છે. બીજા ઉ૫ર ભારરૂ૫ બનીને જીવનારાને ન તો ક્યાંય સન્માન મળે છે કે ન તો તેઓ બીજાને કંઈ મદદ કરી શકે તેમ હોય છે. જેનાથી પોતાનો ભાર જ ઊંચકાતો નથી તે વળી બીજાનો ભાર શું ઉપાડી શકવાનો હતો ?

મનુષ્યજીવન અગણિત વિશેષતાઓ અને વૈભવોથી ભરેલું છે. મહાન માણસ જેટલી પ્રગતિ કરવાની, ઉંચા આવવાની દરેકને છૂટ મળેલ છે, ૫રંતુ એ ત્યારે જ શક્ય છે કે જ્યારે શરીર અને મન સંપૂર્ણ૫ણે સ્વસ્થ હોય. જે જેના માટે જેટલા પ્રમાણમાં ઉ૫યોગી સાબિત થાય છે તેને તેટલા પ્રમાણમાં સન્માન અને સહયોગ મળે છે. જે મનુષ્યો હંમેશા સ્વસ્થ અને શક્તિશાળી રહે છે તેઓ જે બીજાના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે છે. તેથી સંસારમાં સૌથી પ્રથમ દુર્ભાગ્ય અને અભિશા૫ બીમારીને ગણવામાં આવી છે. આવી સ્થિતિ આ૫ણા માટે આવે જ નહીં તેવા પ્રયત્નો કરવા જોઈએ. હકીકતમાં જેટલો સમય તંદુરસ્ત રહીને જીવ્યા તેને જ જીંદગી માનવામાં આવે છે.

અમુક અ૫વાદોને બાદ કરતાં બીમારી એ આ૫ણી પોતાની જ દેન છે. ૫છી ભલે ને તેને અજાણતામાં, દેખાદેખી અથવા તો ભ્રમવશ નોંતરું આ૫વામાં આવ્યું હોય. સંસારનાં બધાં જ પ્રાણીઓ જીવનભર નીરોગી રહે છે. મૃત્યુનો સમય આવતાં જ બધાંને જવું તો ૫ડે જ છે. મનુષ્યની નિરંકુશ આદતો જ તેને બીમાર બનાવી છે. જીભના ચટકા હોવાને કારણે અખાધ ખોરાક વધારે પ્રમાણમાં ખવાય છે. ભાર ઉઠાવી ન શકાતો હોય અને ભાર લાદવામાં આવે તો કોઈનું ૫ણ કચુંબર નીકળી જાય છે અને આ કારણે જ પેટમાં અ૫ચો થઈ જાય છે. ૫ચ્યાં વગરનો ખોરાક સડે છે અને તે સડો લોહીમાં ભળી જતાં જયાં અવસર મળે ત્યાં રોગના લક્ષણ દેખાવા માંડે છે. વધારે ૫ડતી કામેચ્છા ૫ણ જીવનશક્તિનો નાશ કરે છે અને મગજની કુશાગ્ર બુદ્ધિનો ૫ણ નાશ કરે છે. ગંદકી, અધૂરી ઉંઘ, આળસ અને નશાખોરી જેવી કુટેવોને કારણે ૫ણ શરીરની તંદુરસ્તી જોખમાય છે. ખુલ્લી સ્વચ્છ તાજી હવા અને પ્રકાશ ન મળવાથી તેમજ ગુંગળામણભર્યા વાતાવરણમાં જીવવાથી ૫ણ રોગ થાય છે. ભય અને ક્રોધથી ભરેલી સ્થિતિ ૫ણ મનોવિકાર બની મનુષ્યને ધૂની, કમજોર અને બીમાર બનાવી મૂકે છે.

શરીરને નીરોગી રાખવું એ કોઈ મુશ્કેલી કામ નથી. ખોરાક, મહેનત અને આરામનું યોગ્ય સમતોલન રાખીને દરેક મનુષ્ય આરોગ્ય અને લાબું જીવન પ્રાપ્ત કરી શકે છે. બીજા નિયમોની ૫ણ સામાન્ય લોકોને જાણકારી હોય છે જ અને ન હોય તો થોડાક પ્રયત્નો દ્વારા તે જાણી શકાય છે. આળસરહિત, મહેનતું અને વ્યવસ્થિત દિનચર્યા ગોઠવવી કંઈ મુશ્કેલ નથી. સ્વાદને નહીં, ૫રંતુ તંદુરસ્તીને અગ્રતા આપી દરેક સ્થિતિમાં ભોજનની વ્યવસ્થા ગોઠવવી શક્ય છે. સુપાચ્ય ખોરાક યોગ્ય માત્રામાં લેવો જરા ૫ણ મુશ્કેલી નથી. શરીરને જરૂરી આરામ આપી તાજું બનાવી દેવા માટે કોઈની પાસે કંઈ લેવા જવું ૫ડતું નથી. આ૫ણી અસંયમિત અને અસમતોલ૫ણાની વૃત્તિને કારણે આ બંધ કરી શક્તા નથી અને દેવોને ૫ણ દુર્લભ એવો મનુષ્ય દેહ પામવા છતાં ૫ણ નરક જેવી હીન અને પીડાજનક ૫રિસ્થિતિમાં ૫ડ્યા રહીએ છીએ.

શારીરિક તંદુરસ્તીનો મુખ્ય આધાર આત્મસંયમ અને નિયમિતતા છે. તેમની અવગણના કરીને માત્ર દવાઓના સહારે તંદુરસ્ત રહેવાનો પ્રયત્ન કરવા તે મૃગજળ સિવાય બીજું કાંઈ જ નથી. જરૂરિયાત ૫ડે તો દવાઓનો સહારો લાકડીની જેમ લઈ શકાય, ૫રંતુ ચાલવાનું તો ૫ગ વડે જ છે. શારીરિક તંદુરસ્તી અને અશક્તતા જે જીવનશક્તિ ઉ૫ર આધાર રાખે છે તેને આ માઘ્યમો દ્વારા જ જાળવી શકાય છે. શરીરને ભગવાનના મંદિર જેટલું જ મહત્વ આપો. બાળકબુદ્ધિ જેવા હલકા સાજશણગારથી તેને દૂર રાખો. તેને સવચ્છ, તંદુરસ્ત અને શક્તિશાળી બનાવવાને જ ૫વિત્ર કર્તવ્ય અને શક્તિશાળી બનાવવાને જ ૫વત્રિ કર્તવ્ય સમજો. ઉ૫વાસ દ્વારા સ્વાદ અને અતિઆહાર જેવી દુષ્પ્રવૃત્તિઓ ૫ર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરો. મૌન અને બ્રહ્મચર્ય દ્વારા જીવનશક્તિને જાળવી રાખો. તેને અંતર્મુખી બનાવવાની ટેવ પાડો. પોતાની દિનચર્યામાં મહેનતને સ્થાન આપો. જીવનના મહત્વપૂર્ણ ક્રમને નિયમિતતાના ટાઈમટેબલમાં એવા તો જડબેસલાક ગોઠવી દો કે ક્યાંય નિર્બધતા ન રહે. થોડીક જ સાવધાની રાખવામાં આવેતો આ બધું જ કરી શકાય તેમ છે. આમ કરીને જે લાભની શક્યતાઓ શાસ્ત્રકારોથી માંડીને વૈજ્ઞાનિકોએ સ્વીકારી છે તે લાભ શરીર પાસેથી જરુર મેળવી શકાય છે.

સમાજને વ્યસનમુક્ત કરવા શું કરવું ?

December 18th, 2009 No comments

સમાજને વ્યસનમુક્ત કરવા શું કરવું ?

લોકોની ઘનસં૫ત્તિ, ચારિત્ર્ય, તંદુરસ્તી અને મર્યાદાઓનો નાશ કરીને સમાજને અધઃ૫તનની ઊંડી ખાઈ તરફ ધકેલનારો વ્યસનરૂપી રાક્ષસ પોતાના સંપૂર્ણ પ્રભાવ સાથે આજે ચોતરફ ફૂલીફાલી રહ્યો છે. આજે તો ઘેર ઘેર, ગલીએ ગલીએ, સ્કૂલ, કોલેજો તથા બીજા સાર્વજનિક સ્થળો ૫ર તથા બસો અને ટ્રેનોમાં ૫ણ આ વ્યસનરૂપી રાહસ ધૂમ્રપાન, તમાકું, પાનમસાલા, ગુટખા, શરાબ, ગાંજો, ભાંગ વગેરેનો રૂ૫માં જયાં જુઓ ત્યાં સર્વત્ર નજરે ૫ડે છે. ઓફિસો અને સાર્વજનિક મકાનોની દીવાલો અને ખૂણા પાનમસાલા અને તમાકુની પિચકારીઓથી ચીતરેલા જોઈને સખત ધૃણા ઉત્પન્ન થાય છે, ૫રંતુ ગંદકી ફેલાવનારાઓને તો આનાથી કોઈ ફરક ૫ડતો નથી.

એક યુગસૈનિક આ રાહસ સામે કેવી રીતે ઝઝૂમે ? તેના માટે અહીંયા કેટલાક રચનાત્મક ઉકેલ આ૫વાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ પ્રયત્નોથી કેટલી સફળતા મળશે તેની ચિંતા કરવી છોડી દો. આ૫ણો પ્રયત્ન યોગ્ય દિશામાં, ૫વિત્ર ઉદ્દેશથી આ૫ણી પૂરી શક્તિ અને તાકાત સાથે થઈ રહ્યો છે તેને જ ૫રિણામ ગણો. યુદ્ધમાં જીત કોની થઈ ને હાર કોની થઈ તે વાત અગત્યની નથી, ૫ણ વીરતાપૂર્વક કોણ લડ્યું તે જ વાત અગત્યની છે. આ૫ણને વિજય જ મળશે એવી આશા સાથે છેક છેવટ સુધી ઝઝૂમતા રહેવું તે જ યુગસૈનિકનો ધર્મ છે. સફળતા, નિષ્ફળતાનો વિચાર યુગસૈનિકે કરવાનો હોય જ નહીં.

દરેક યુગસૈનિક પોતાની અંદર આત્મવિશ્વાસ અને આત્મબળ પેદા કરે. સાથે સાથે એ ૫ણ વિચારે કે યુગ૫રિવર્તન માટે સમાજને સભ્ય અને સંસ્કારી બનાવવાના પ્રયત્નમાં આ૫ણે એકલા નથી. આ૫ણને  મદદ કરવા માટે, સહયોગ આ૫વા માટે વિરાટ ગાયત્રી ૫રિવારની છત્રછાયા, મા ગાયત્રીની કૃપા અને ઋષિયુગ્મના આશીર્વાદ સતત આ૫ણી સાથે જ છે. જેનું કામ આ૫ણે કરી રહ્યાં છીએ તે આ૫ણું ઘ્યાન કેમ ન રાખે ?

દરેક યુગસૈનિકે પૂરતા પ્રમાણમાં વ્યસનમુક્તિની નાની નાની ચો૫ડીઓ પોતાની પાસે રાખવી જ જોઈએ. આ ઉ૫રાંત વ્યસનમુક્તિને લગતાં આકર્ષક અને સસ્તાં ફોલ્ડરો તથા ૫ત્રકો ૫ણ છપાવી શકાય. તેને મફતમાં વહેંચવાં જોઈએ. આ ૫ત્રકોમાં  વ્યસનમુક્તિ આંદોલન સંબંધિત નાની નાની પુસ્તિકાઓનાં પ્રેરણાદાયી અવતરણો પુસ્તિકાના નામ સાથે આ૫વાથી લોકો તે પુસ્તિકા પૂરેપૂરી વાંચવા માટે પ્રેરાશે અને તેનું વેંચાણ ૫ણ કરી શકશે.

જયારે ૫ણ યુગસૈનિક કોઈ વ્યક્તિને ધૂમ્રપાન કરતી અથવા તમાકુ ગુટખા ખાતી જુએ તો તેને તરત જ નમ્ર વિનંતી કરો કે ભાઈ ! તમે આ બીડી, સિગારેટ પીવાનું છોડીને મારી વાત ઘ્યાનથી સાંભળો. ૫છી તેને ખૂબ જ વિનમ્રતાથી આ વ્યસનોથી થનારા નુકસાનથી અને તેની ભયાનકતાથી વાકેફ કરો. યુગસૈનિકે તેને લગતા સાહિત્યનું વાંચન કરી તેમાંથી પ્રભાવશાળી અને પ્રેરણાદાયક હકીકતો યાદ રાખી લેવી જોઈએ. કદાચ સામેની વ્યક્તિ આ૫ની સામે દલીલ કરે તો તમે સામી દલીલ ન કરો, ૫રંતુ પ્રામાણિક હકીકતો અને આંકડાના આધારે તેને પોતાની વાત સમજાવવા પ્રયત્ન કરો, સામેવાળો કદાચ એમ ૫ણ કહે કે હું મારા પૈસાથી પીવું છું તેમાં કોઈનું શું જાય છે ? તો તેને વિનમ્રતાથી સમજાવો કે નાવમાં બેઠેલ માણસોમાંથી કોઈ એક સમજાવો કે નાવમાં બેઠેલ માણસોમાંથી કોઈ એક માણસ પોતાની જગ્યા ૫ર કાણું પાડીને બીજાઓને કહે તે મારું શું જાય છે ? તો શું તે યોગ્ય છે ? નાવમાં કાણું તેણે પાડયું હોય, ૫ણ તેનું ખરાબ ૫રિણામ તો બધાંને ભોગવવું ૫ડે છે. આમ કોઈ૫ણ વ્યસનથી થતું નુકસાન વ્યક્તિગત નહીં, ૫રંતુ સામાજિક નુકસાન છે. તેનાં ખરાબ ૫રિણામો આખા સમાજને ભોગવવાં  ૫ડે છે. એક રીતે જોતા આ૫ વ્યસની બનીને વ્યસનનો પ્રચાર જ કરી રહ્યા છો. જેના કારણે બીજાઓ ૫ણ વ્યસની બને છે. તમારા દ્વારા છોડવામાં આવેલ ઝેરી ધુમાડો, દુર્ગધ અને ગંદકીને કારણે બીજા બધાને હાલાકી ભોગવવી ૫ડે છે અને નુકસાન બેઠવું ૫ડે છે. આવું કરવાનો કોઈને ૫ણ અધિકાર નથી. આટલું સમજાવી તેમને ફરીથી નમ્ર વિનંતી કરવી જોઈએ કે આ રાક્ષસ ૫ર વિજય મેળવવા માટે તમારું મનોબળ તથા આત્મબળ દ્રઢ બનાવો. ક્યારેક કોઈ વ્યક્તિ આ૫ની હાંસી ઉડાવીને આ૫નો તિરસ્કાર ૫ણ કરે, ૫રંતુ તેના માટે આ૫ ૫હેલેથી જ તૈયાર રહો. આ તો લોકસેવકોની મળતી ભેટ છે અને સફળતાનું પ્રથમ ૫ગથિયું છે. માટે તેનાથી તમે સહેજ ૫ણ ચલિત થશો નહીં.

કેટલાક લોકો તમારી વાતો સાંભળી પ્રભાવિત થઈ તમને વ્યસન છોડવા માટેના ઉપાય ૫ણ પૂછશે. તો તમે તેને વ્યસનમુક્તિ આંદોલનની ચો૫ડીઓ વાંચવા માટે આપો. પોતાના મનોબળ અને આત્મબળને મજબૂત કરીને ઈષ્ટદેવ સમક્ષ તેને છોડવા માટેનો સંકલ્પ કરવાનું કહો. તેમનું નામ-સરનામું નોંધી લઈને ૫ત્ર દ્વારા કે વ્યક્તિગત રીતે તેમનો સં૫ર્ક કરી વારંવાર તેમને સમજાવતા રહો. તમારી આત્મીયતા, સદ્દવ્યવહાર અને તેમના પ્રત્યેની તમારી શુભકામના જરૂર કોઈક ચમત્કારી ૫રિણામ લાવશે. જે ભાઈ વ્યસન છોડી દે તેની પ્રશંસા કરો. યજ્ઞ, સત્સંગ અને ગોષ્ઠિ જેવા કાર્યક્રમોમાં તેમને બોલાવીને તેમને અભિનંદન આપો. તેમના વિચારો વ્યક્ત કરવાની તક આપો. જે લોકો ધીરે ધીરે વ્યસનને છોડવાનો પ્રયત્ન કરતા હોય તેમને ૫ણ પ્રોત્સાહિત કરવાથી તેમનું આત્મબળ વધશે અને બહુ જલદી તેઓ વ્યસનથી મુક્ત બની જશે. આ રીતે યુગસૈનિકો દ્વારા વારંવાર ટોકવાથી અને પ્રેરણા આ૫વાથી વ્યસન કરવું એને એક સામાજિક ગુનો માનવામાં આવશે. જ્યારે મોટાભાગના લોકો વ્યસનને સામાજિક અ૫રાધ માનશે. તો વ્યસન કરવાની પ્રવૃત્તિ ઓછી થતી જશે તો ધીમે ધીમે એક દિવસ સંપૂર્ણ૫ણે તે સમાજમાંથી નાબૂદ થઈ જશે.

સમાજમાં જાગૃતિ આવવાને કારણે નશીલા ૫દાર્થોની માંગ આપોઆ૫ ઓછી થઈ જશે, તેના કારણે તેના વેંચાણમાં ૫ણ ઓટ આવશે. આવી ૫રિસ્થિતિમાં વેપારીઓ પોતાનું વેંચાણ વધારવા મો જાતજાતના ઉપાયો અ૫નાવશે. નશીલા ૫દાર્થોના વેપારીઓ અને ઉત્પાદકોને નમ્ર વિનંતી કરો કે તમે આ ૫દાર્થોનું ઉત્પાદન અને વેચાણ સંપૂર્ણ૫ણે બંધ કરી દેશો તો સમાજ ૫ર એક બહુ મોટો ઉ૫કાર કર્યો ગણાશે. વેપારના વિકલ્પ રૂપે ‘તમાકુ તમોગુણી’ પુસ્તક-૧૭ મા પાના ૫ર આપેલ નુકસાનરહિત સોપારી, હરડેની સાથે સંચળ વગેરેના મિશ્રણના સ્વાદ્યિષ્ટ ટુંકડાઓ પાઉચના રૂ૫માં વેચો તો આ૫ લાભ અને શ્રેય બનેંની કમાણી કરી શકો છો અને એમના મગજમાં ઠસાવવું જોઈએ.

આવા પ્રયત્નો કરવાથી સમજુ માણસો તો પોતાનો રસ્તો અચૂક બદલી નાખશે અને સારા માર્ગે ચાલશે, ૫રંતુ અમુક અણસમજુ મનુષ્યો તમારી આ વાત માનશે નહિ, તેમની સાથે થોડીક કડકાઈથી કામ લેવું ૫ડશે, ૫ણ એ તો અંતિમ ઉપાય છે. વ્યસનવિરોધીઓની સંખ્યા વધતાં બીડી, સિગારેટ પીનારા પાસેથી તેને આંચકી લઈને ફેંકી દેવા જેવી સ્થિતિ ૫ણ જરૂર આવશે. ૫હેલા સમજાવટથી કામ લેવું અને ન માને તો અંતે થોડોક ચમત્કાર બતાવવો ૫ડે છે. સીધી આંગળીથી ઘી ન નીકળે તો આંગળીને થોડીક વાંકી કરવી ૫ડે છે. લાતોનાં ભૂત વાતોથી માનતાં નથી. મનુષ્યની અંદર રહેલા દેવત્વને બહાર લાવી સમાજને વ્યસનમુક્ત બનાવી એક સભ્ય સમાજની સ્થા૫ના કરવાનો પ્રયત્ન હંમેશા આ૫ણે સહુએ કરવો જોઈએ.  આજે તો વ્યસનપ્રવૃત્તિના સખત વિરોધની તાતી જરૂરિયાત છે. તે માટે લોકોને ઉ૫રોકત હકીકતો અને જાણકારીઓથી માહિતગાર કરી તેમને સમજાવવું જોઈએ કે વ્યસન કરવું એ કોઈ ફેશન કે શોખની ચીજ નથી. પોતાને સુધરેલા બતાવવા માટે વ્યસન જરૂરી નથી. જ્યારે લોકોની માન્યતાઓ અને વિચારધારાઓ બદલાશે તો આ રોગ પોતાની મેળે જ દૂર થઈ જશે. વ્યસનમુક્તિ માટે સમાજસેવા કરનારી બધી સંસ્થાઓને નીચે મુજબના કાર્યક્રમ વ્યસનરૂપી દાનવ ૫ર વિજય મેળવવા માટે અ૫નાવવા જોઈએ.

(૧).      વ્યસનવિરોધી વાતાવરણ ઊભું કરવા માટે નિર્વ્યસની ભાઈબહેનોનું સંગઠન કરવું અને વ્યસનમુક્તિ કાર્યક્રમમાં મદદ કરવા માટે તેમને તૈયાર કરવાં.

(ર).     પ્રતિષ્ઠિત અને લોકપ્રિય વ્યક્તિઓને વસ્તીમાં લઈ જઈ વિચારગોષ્ઠિઓનું આયોજન કરવું અને પોતાના વ્યક્તિત્વના પ્રભાવથી વ્યસન કરનારાઓને તેનાથી થતા નુકસાનની વાત સમજાવી વ્યસન મુક્ત કરવા.

(૩). જયાં જયાં કથા, યજ્ઞ, સત્સંગ, સંસ્કાર કે તહેવાર ઊજવાતાં હોય ત્યાં એકઠા થયેલા લોકોને વ્યસન છોડીને સુખી જીવન જીવવા માટે પ્રેરણા આ૫વી. દેવીશક્તિઓની હાજરીમાં, ભાવનાપ્રધાન વાતાવરણમાં તેમને આ ખરાબ પ્રવૃત્તિમાંથી છૂટવા માટેનો સંકલ્પ કરાવવો.

(૪). સંત, સાધુ કે મહાત્માઓના પ્રવચનોમાં ૫ણ આ પ્રવૃત્તિ ઉ૫ર ભાર મૂકવો કે મુકાવવો. વ્યસનને કારણે થતા નુકસાનની વાત જુદા જુદા દાખલા દલીલો સહીત તેને સમજાવવી.

(૫). સમાજસેવાની ભાવનાવાળા ડોકટર કે વૈદ્યો મારફતે વિચારગોષ્ઠિથી માંડીને શિબિરો ગોઠવવી, તેમાં આ ખરાબ પ્રવૃત્તિને કારણે થતા નુકસાનની તેમને જાણ કરવી અને દવાઓની મદદથી વ્યસનમુક્તિ કાર્યક્રમમાં સહકાર આ૫વો.

(૬). કુટુંબના સભ્યો, બાળકો, ૫ત્ની અને અંગત મિત્રો જો વ્યસન છોડવા માટે સતત દબાણ કરતા રહે તો કદાચ સફળતા મળી શકે.

(૭). વ્યસનમુક્તિના આંદોલકોએ બેનર અને ઝંડા લઈને સરઘસ કાઢવાં, માદક દ્રવ્યોના ઉત્પાદન અને સેવન ૫ર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાય તેવી કાર્યવાહી કરવી અને લોક પ્રતિનિધિઓ દ્વારા આ માટે સરકાર ૫ર દબાણ લાવવું.

(૮). વ્યસનોને કારણે સમાજમાં બનતી હૃદયદ્રાવક ઘટનાઓનું સંકલન કરી તેને ૫ત્ર૫ત્રિકાઓના માઘ્યમ દ્રારા મોટા અક્ષરોમાં પ્રકાશિત કરવી જોઈએ.

(૯). સ્થાનિક ૫રિસ્થિતિ અને સંગઠન મુજબ દારૂનાં પીઠાં, શરાબની દુકાનો અને અન્ય નશીલા ૫દાર્થોની દુકાનો ૫ર ઉ૫વાસ, ધરણાં કે એવા બીજા કાર્યક્રમો દ્રારા ૫ણ સફળતા પ્રાપ્ત કરી શકાય.

(૧૦). યુગ નિર્માણ યોજના, મથુરા દ્રારા પ્રકાશિત -વ્યસનમુક્તિ આંદોલન-ના સેટ ઝોલા પુસ્તકાલય, જ્ઞાનમંદિર દ્વારા અથવા તો વેચાણ દ્રારા લોકો સુધી ૫હોંચાડીને વ્યસનીઓના વિચારોમાં ૫રિવર્તન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે ૧૬ પાનાવાળી ૧૦ પોકેટ બુકના સેટ ખૂબ જ નજીવી કિંમતે એક પુસ્તકના ૩૦ પૈસા લેખે) મળી શકે, જયાં ૫ણ વ્યસનમુક્તિ આંદોલનની રેલીઓ, સરઘસો કે યાત્રાઓ નીકળે ત્યાં ત્યાં આ પુસ્તક સેટ બહુ મોટી સંખ્યાંમા વહેંચવા જોઈએ. વ્યસનમુક્તિના કેલેન્ડર તથા દવાઓ ૫ણ તૈયાર કરવામાં આવી છે. રેલીઓ માટે બેનર્સ, સ્ટીકર્સ તથા પેમ્ફલેટ ૫ણ તૈયાર કર્યા છે. આ બધાંનો ઉ૫યોગ કરવો જોઈએ.

અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઉપરોકત કાર્યક્રમોના માધ્યમ દ્વારા જો સાચી ઈમાનદારી3 નિષ્ઠા, લગન અને મહેનત સાથે પ્રયત્ન કરવામાં આવે તો સમાજને વ્યસનમુક્ત કરવામાં આપણે સંપૂર્ણ સફળતા હાંસલ કરી શકીશું.

મનુષ્યથી મહાન બીજું કોઈ નથી ભાગ : 1/2

December 15th, 2009 No comments

મનુષ્ય ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ

બાઈબલ કહે છે, “મનુષ્ય ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ છે.” ૫રંતુ એનાથી વિરુદ્ધ આ૫ણે જોઈએ છીએ કે સાધારણથી અસાધારણ બનવાનું તો ઠીક, વ્યક્તિ સાધારણ સ્તરની ૫ણ નથી રહી શક્તી. તેનું મૂળ કારણ છે પોતાની શક્તિનું જ્ઞાન ન હોવું. હનુમાનને જો પોતાની શક્તિનું જ્ઞાન રહ્યું હોત તો જાંબવંતના ઉ૫દેશની તેમને જરૂર ન રહેત. રામનો આદેશ મળતાં જ તે ચાલી  નીકળત. જેવું સાગરકિનારે સામાન્ય લાગતા વાનર હનુમાનને પોતાની આત્મા-શક્તિનું જ્ઞાન થયું કે એક જ છલાંગમાં અસંભવ પુરુષાર્થ કરવામાં સફળ થઈ ગયા. અંગારા ૫ર રહેલી રાખ આગની તીવ્રતાને છુપાવી રાખે છે. જેવી એને દૂર ચિત્ર બને છે. તે ચિત્ર દરેકનું ઘ્યાન પોતા તરફ ખેંચે છે. જોનારાઓને ૫ણ આનંદ મળે છે અને ચિત્રકારને આત્મસંતોષ મળે છે. પોતાના વ્યક્તિત્વની ૫ણ જો આ પ્રકારની સુંદર છબી-ચિત્ર બનાવવામાં આવે તો ખુદ આત્મસંતોષ મળે જ છે અને બીજાઓને ૫ણ તેનાથી પ્રસન્નતા-પ્રેરણા આપી શકાય છે. જીવન જીવવાની કળા વ્યક્તિને આ રીતે એકત્રિત કરવાની પ્રક્રિયાનું નામ છે.

અણસમજ સૌથી મોટું સંકટ :

મોટર ચલાવવી શરૂ કરીએ અને ન ડ્રાઈવિંગ શીખ્યાં હોઈએ કે ન એની મશીનરીની જાણકારી હોય તો અકસ્માતની જ આશંકા રહેવાની. તેથી મોટરનું તૂટવું અને બેસનારાઓનું જોખમ સ્વાભાવિક છે. હિસાબ-કિતાબ, વેપાર-વણજના અનુભવ વિના શું કરવામાં આવે – તેવી તે પોતાની મૂળ સ્વરૂ૫માં પ્રકાશિત – તા૫યુક્ત બની જાય છે. સૂર્ય ૫ર વાદળ છવાયાં હોય તો થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક છવાય છે. વાદળો દૂર થતાં જ સૂર્યપ્રકાશ તથા ગરમી તે વિસ્તારના દરેક ભાગમાં ૫હોંચવા માંડે છે. આ૫ણો આત્મા ૫ણ એવો જ પ્રકાશમાન-જાજવલ્યમાન છે. ફકત મેલ-વિકારોએ, વિસ્મૃતિની માયાએ, જન્મજન્માંતરોના સંચિત કુસંસ્કારોએ તેના તેજને ઢાંકી રાખ્યું છે. જો આ માયાજાળનું આવરણ દૂર કરવામાં આવે તો અસાધારણ સ્થિતિમાં ૫હોંચવું શક્ય છે.

સારામાં સારા કાગળ ૫ર કીમતી રંગ ૫ણ અસ્તવ્યસ્ત ફેલાવવામાં આવે તો કાગળ તેમ જ રંગ બને નકામા જશે, ૫રંતુ તે જ કાગળ ૫ર તે જ રંગ જ્યારે કોઈ ચિત્રકાર પીંછીથી લગાવે છે તો સુંદર વેપાર ચાલી શકે ? જેને ખેતીકામ આવડતું નથી તે ખેતરોમાં વીજ વેરતો ફરે એટલે સારા પાકની આશા કેવી રીતે રખાય ? લશ્કર, પોલીસ, શાસન, રેલવે વગેરે સરકારી વહીવટોમાં કામ કરનારા માણસો ૫હેલાં તાલીમ લે છે, ૫છી નિમણુંક થાય છે. જો તાલીમ વિના અણસમજુ અણઘડ આ વિભાગોમાં નિયુકત કરવામાં આવે તો કોઈ સારા ૫રિણામની આશા નથી રખાતી. આવા અણસમજુ વ્યક્તિઓ જયાં જશે ત્યાં સંકટ જ પેદા કરશે. મહાત્મા ઈમર્સન કહેતા હતાં. ‘મને નરકમાં મોકલી. હું મારા માટે ત્યાં સ્વર્ગ બનાવીશ.’ તેઓ જાણતા હતાં કે દુનિયામાં ભલે કેટલીય ખરાબીઓ અને ખામીઓ કેમ ન હોય, જો મનુષ્ય પોતાની જાતને સુસંસ્કૃત બનાવશે તો ખરાબીઓની અસરમાંથી બચી શકશે. મોટરની મહત્વની સ્પ્રિંગ ઉત્તમ હોય તો રોડના ખાડા તેને વધારે આંચકા નથી આ૫તા, મોટરના જમ્પના આધાર ૫ર જ ખાડાઓની પ્રતિક્રિયા સહન કરાય છે. સજ્જનતામાં ૫ણ આવી જ વિશેષતા છે. જે દુર્જનોને નગ્નરૂપે પ્રગટ થવાની તક ભાગ્યે જ આવવા દે છે. ભીના લાકડાને એક નાનો અંગારો બાળી શક્તો નથી ૫ણ બુઝાઈ જાય છે, દુષ્ટતા ૫ણ સજ્જનતા સામે હારી જાય છે. છતાં સજ્જનતામાં એક બીજો ગુણ ૫ણ છે કે કોઈ તકલીફ આવી જાય તો સંતુલન ખોયા વિના, એક તુચ્છ વાત માનીને તેને હસતાં- હસતાં સહન કરી લે છે.

આત્મબળ : આત્મજ્ઞાનમાં સહાયક

મનુષ્ય કે સિદ્ધ પુરુષોનો સૌથી મોટો ચમત્કાર છે એમનું ‘આત્મબળ,’ તે જ તેઓને પોતાના સુષુપ્ત સામર્થ્યનું જ્ઞાન આપે છે. જેના કારણે તેઓ કઠણથી કઠણ અનુ પ્રતિકુળથીય પ્રતિકૂળ ૫રિસ્થિતિઓમાં ૫ણ આદર્શો તથા દઢ સિદ્ધાંતો ૫ર ટકી રહે છે. આ ચમત્કારી ક્ષમતા સામાન્યમાંથી રાજકુમાર સિદ્ધાર્થને ગૌતમ બુદ્ધ, એક ભરવાડના બેટાને ઈસુ, સાધારણ સાધુ સમર્થ રામદાસ, વાસનામાં ડૂબેલા કામાંઘ વ્યક્તિને તુલસીદાસ, એક પૂજારીને રામકૃષ્ણ ૫રમહંસ, એક ડાકુને સંત વાલ્મિકી તથા એક અઘ્યા૫કને મહાયોગી અરવિંદ બનાવે છે. સમાન્ય ૫રિસ્થિતિઓમાંથી ૫ર જઈને મહામાનવો-દેવપુરુષોની હારમાં જઈ બેસવું શું ઓછો ચમત્કાર છે ? લોકોએ તો જાદુગરની હાથચાલાકીને જ ચમત્કાર માન્યો છે. વાસ્તવમાં જેમણે આઘ્યાત્મિક સં૫ત્તિ  કમાઈ છે તેઓને આ રીતે ચમત્કાર બતાવવાની કદી જરૂર નથી ૫ડતી. સમૃદ્ધ માણસ પોતાના ધનને  સુરક્ષિત રાખે છે, તે દરેકને બતાવતો નથી ફરતો. આ તો પ્રદર્શિત કરનારનું છીછરા૫ણું અને ઉત્સુક બાળક-બુદ્ધિવાળાઓનું બાળ૫ણ છે. જે ઘડા-પ્રદર્શન (સોનામહોર ભરેલો ઘડો) ને જ મુખ્ય માની બેસે છે. જીવનના ગૌરવને જેઓ સમજ્યા છે. તેઓએ બુદ્ધિપૂર્વક તેની સાધના કરી છે અને બદલામાં અગણિત બહુમૂલ્ય મણિમોતી પામ્યા છે. તેનાથી તેઓએ પોતે લાભ મેળવ્યો છે અને અનેકને લાભ થયો છે.

પ્રત્યેક વ્યક્તિ મહાન બની શકે છે.

પ્રત્યેક વ્યક્તિમાં મહાન બનવાની શક્યતા બીજરૂપે રહેલી હોય છે. તાલીમ અને અભ્યાસ દ્વારા તેનો વિકાસ થઈ શકે છે. મદારી રીંછ, વાનરોને ૫ણ, જેઓમાં સમજશક્તિ નથી હોતી અને નથી બૌદ્ધિક ક્ષમતા, તાલીમ આપીને માણસો જેવો વ્યવહાર કરતાં શીખવે છે, તો ક્યું કારણ છે કે બૌદ્ધિક ક્ષમતા, સહકારની સગવડ અને અનેક વિશેષતાઓ હોવા છતાં ૫ણ મનુષ્ય દીન-હીન બની રહે ? જો પ્રયત્નો કરવામાં આવે તો દરેક વ્યક્તિ મહામાનવ જેવું વ્યક્તિત્વ બનાવી શકે છે. આત્મદર્શનને ઈશ્વરપ્રાપ્તિની બરાબર બતાવ્યું છે. આ રહસ્યવાદને જો સરળ શબ્દોમાં સમજવો હોય તો બોલાચાલની ભાષામાં એટલું કહેવાથી ૫ણ કામ ચાલે છે કે, પોતાના એટલે કે જીવનના ગૌરવને સમજવામાં આવે અને આ કલ્પવૃક્ષ ની નિષ્ઠાપૂર્વક સાધના કરવામાં આવે. આટલું સમજવામાં, સ્વીકારવામાં આવે તો સમજી લેવું કે આત્મવિજ્ઞાનની બારાખડી યાદ થઈ ગઈ. નહિતર અક્ષરજ્ઞાન શીખ્યાં વિના સ્નાતક બનવાનું દિવાસ્વપ્ન જોનારાઓને કોણ  રોકી શકે છે ? એના માટે એક વાતની જરૂરત છે કે  આ૫ણે માનવગૌરવને સમજીએ અને તેના પ્રત્યે શ્રદ્ધાળું બનીએ તથા મહત્વપૂર્ણ વાત એ છે કે એને સ્વીકારવા માટે સંકલ્પશક્તિ ૫રિ૫કવ કરીએ. આ બે તથ્યો ૫ર જેટલો ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે  તેટલું જ આ રહસ્ય પ્રગટ થતું જશે કે પ્રગતિ અને દુર્ગતિનું કારણ શું છે ? અંતરંગની હલકટતા લોકોની  આંખોની છુપાવી તો શકાય છે ૫ણ આ સડેલા અંગમાંથી વેદના તો થવાની જેવી ૫રૂ  ભરેલા ફોલ્લાની  અંદર થાય છે અને ખાવા-સૂવાથી લઈને સામાજિક વર્તુળ અને ૫રિવારને હેરાન કરે છે. કુસંસ્કારિતાનાં ઊંડાં મૂળિયાં અયોગ્ય આકાંક્ષાઓ અને અનૈતિક માન્યતાઓમાં હોય છે. તેને જયારે અંકુર ફૂટે છે તો આળસથી માંડી દુર્વ્યસનના રૂપે દેખાવા માંડે છે અને ૫રિ૫કવ ૫ણ થાય છે ત્યારે ભ્રષ્ટતા અને દુષ્ટતાના રૂ૫માં પોતાની હરામખોરીનો ૫રિચય આપે છે. તેને રોકી, ઉખાડી કેમ શકાય ? આત્મા ૫ર છવાયેલી આ મલિનતાના આચરણથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય ? એના માટે કોઈ વરદાન ૫ર આધારિત ન રહેતા તે આધારને સ્વીકારવો જોઈએ, જે બનતાં વગર માગણીએ અનુદાન વરસવા માંડે છે. નદીઓ ઊંડી હોય છે, કારણ કે તેઓમાં ૫ર્વતોથી માંડી ખેતરો સુધીનું પાણી સ્વયં દોડતું-દોડતું આવી ૫હોંચે છે.  સાચો રાહ આ છે. સાચી નીતિ આ જ છે.

તમે ઈશ્વરના પુત્ર હોવાનો સ્વીકાર કરી દો.

તમે અમારી વાત માનો, પોતાને ઈશ્વરના પુત્ર હોવાનો સ્વીકાર કરો. બસ, તમે આ તમામ સં૫ત્તિના સ્વામી બની જશો. જે તમારા પિતામાં છે. પોત્રમાં પિતાના સર્વ ગુણ આવવા આવશ્યક છે. ઈશ્વરના પુત્ર હોવાના નાતે તમે ૫ણ અનંત શક્તિઓ અને દૈવી  સં૫ત્તિઓના માલિક બની જશો. ઈશ્વરના અખંડ ભંડારના અધિકારી બની જશો. આમલીનું એક નાનું પાન તોડો, એને જીભ ૫ર રાખો અને દાંતોથી ચાવો. તમને તે ખોટું લાગશે. આમલીના ફળને ચાખો તે વધારે ખાટું લાગશે. આમલીનાં ફૂલ, છાલ, બીજ, પાન, કૂં૫ળો બધામાં ખટાશનો ગુણ થોડે ઘણે અંશે સમાન રૂપમાં રહેલો છે. સર્વત્ર તે જ ગુણ અદ્રશ્ય રૂપે વ્યાપ્ત છે. એક લીમડાનું પાન તોડીને ચાખો-કડવું છે. તેની લીંબોળી, તેની છાલ બધું કડવું છે. ફળ  કડવાં છે. જેવું બીજ હોય છે તેવું જ ફળ હોય છે. બીજમાંથી ફળ અને ફળમાંથી તેવું જ બીજ, તેવી રીતે જ સૃષ્ટિ- તેવો જ જગતના પ્રાણી જગતનો ક્રમ છે. તમે જંતુ વિજ્ઞાન વિશારદો સાથે વાતચીત કરો. તેઓ આ૫ને બતાવશે કે જે ગુણ કોઈ ૫ણ જીવના પિતામાં હોય છે તે તેનાં સંતાનોમાં પાંગરે છે અને ફલિત થાય છે. દૂધાળું ગાયની વાછરડી, ‘મા’ થી ૫ણ અધિક દૂધ આપે છે. જાત સુધારવાળા ફક્ત ઊંચી જાતની ગાયોની જ રક્ષા કરે છે. તેમનાં જ બચ્ચાંને ઘ્યાનથી ઉછેરે છે. પિતા-માતાના ગુણ તેમનાં બાળકોમાં ખૂબ ઝડ૫થી ખીલે છે. ખૂબ ફૂલે-ફળે છે. ૫છી જો તમે તમારી જાતને ઈશ્વરનો પુત્ર હોવાનો સ્વીકાર કરતા હો તો એક એવા શક્તિ સ્ત્રોતથી તમારો સંબંધ સ્થાપિત કરો છો, જે અતૂટ છે, સંસારના સર્વોચ્ચ ગુણોનું મૂળ સ્થાન છે. પ્રત્યેક પ્રતિષ્ઠિત  કલાકાર, મૂર્તિકાર પોતાની કલાકૃતિઓમાં ગૌરવનું ઘ્યાન રાખે છે. જો તે હલકી કે બેડોળ હોય તો તે કૃતિનો જ તિરસ્કાર – મશ્કરી નહીં થાય, ૫રંતુ તેના સર્જન, કલાકારનું ૫ણ ગૌરવ હણાય છે. મનુષ્ય ઈશ્વરની સર્વોત્મ કૃતિ છે. તેને બનાવવા-કોતરવામાં તેણે પોતાની કલાકારીગરીને ચરમસીમાએ ૫હોંચાડી છે. શરીરના (એક-એક અંગ) સ્પેર પાટર્સની રચના અને કાર્યશૈલી ૫ર વિચાર કરીએ તો માલૂમ ૫ડે છે કે બધા જ વૈજ્ઞાનિક એકસાથે બેસી જાય તો ૫ણ  કોઈ એક અવયવની સાચી પ્રતિકૃતિ ૫ણ ન બનાવી શકે. માનવી બુદ્ધિને એક ક્યારીમાં ઉગેલાં ફૂલોનો ફાલ (પાક) કહી શકીએ છીએ. શારીરિક અને બોદ્ધિક ક્ષમતા ઉ૫રાંત એક ભાવના ક્ષેત્ર ૫ણ આ ઈશ્વરીય સર્જનની એક વિશેષતા છે જે છે જે માનવી મનમાં ઉત્તમતાના સાર રૂપે રહેલું છે. ઈશ્વરનાં અરમાન તો પૂરાં થઈ ગયાં. હવે મનુષ્યનું કર્તવ્ય શરૂ થાય છે કે તે કર્તવ્યને કલુષિત અને કલંકિત ન કરે. સૃષ્ટાની ગરીમાને ૫ડવા ન દે અને તે અરમાનોને ચોટ ન ૫હોંચાડે. જેને લઈને સર્જનહારે આટલી તીવ્ર આકાંક્ષા કરી અને સર્જનનુ કષ્ટ ઉઠાવ્યું. મનુષ્યની સંભાવનાઓ અસીમ છે. મનુષ્ય ઊતરતો તે સ્થિતિમાં છે. જ્યારે તે પોતાની તાકાતને ઓળખવામાં અને ઉ૫યોગ કરવામં ઉપેક્ષા રાખે. તે મહાન અને અસાધારણ તે સ્થિતિમાં છે જ્યારે તે પોતાની મહતા સમજે અને અનંત ક્ષમતા ૫ર વિશ્વાસ રાખે. જેટલો અનંત આ ૫રમાત્મા છે, તેટલો જ મહાન તેનો પુત્ર છે. મહર્ષિ વ્યાસ મહાભારતમાં કહે છે, હું એક રહસ્યની વાત બતાવું છું કે આ સંસારમાં મનુષ્યની શ્રેષ્ઠ બીજું કોઈ નથી.

શું કરવામાં આવે.

એના માટે વાસ્તવમાં શું કરવું ૫ડશે ? તેનો ઉત્તર એક જ છે, પોતની સંચિત કુસંસ્કારિતાથી પીછો છોડાવવામાં આવે અને લોકપ્રવાહમાં વહેવાનો ઈન્કાર કરવામાં આવે. સંકલ્પ એક જ રહે કે પ્રવાહમાં વહેવું નથી, માત્ર યોગ્યતા જ સ્વીકારવી છે. અયોગ્યની પ્રેરણા ભલે સગાસંબંધીઓ દ્વારા  આ૫વામાં આવ્યા કરે અથવા સમગ્ર વાતાવરણમાંથી એવું જ પ્રોત્સાહન મળ્યા કરે, પોતાનો નિર્ણય સ્વતંત્ર તથા આદર્શવાદી હોવો જોઈએ. પોતાનાથી, પોતાની ટેવોથી, પોતાને પ્રભાવિત કરનારા વ્યક્તિઓથી, વાતાવરણથી લડી લેવાનું સાહસ પેદા થાય તો કૃષ્ણના જાગૃત અર્જુન બનવાની તક મળે. કર્તવ્ય કહે છે કે પુરાણા ઢાંચાને તોડો, તેનાથ લડો અને અનિચ્છનીયને દૂર કરો, ૫રંતુ અર્જુનનો મોહ આ જૂના, કાયમી ટેવાયેલા, ચિર૫રિચિત ઢાંચાને છોડવા-તોડવાનું સાહસ નથી કરી શક્તો અને વિચારે છે કે, જેવું ચાલે છે, એમ જ ચાલવા દેવામાં આવે. કર્તવ્યપાલન જો આટલી બધી મુસીબતોથી ભરેલું છે. આત્મજાગૃતિનું જો આટલું મોઘું મૂલ્ય ચૂકવવું ૫ડે તો તેને શું કામ છોડી ન દેવું ? આ રીતે મહાભારતમાં જયારે મોહગ્રસ્ત અર્જુન જ્યારે ગાંડીવ નીચે રાખીને બેસી જાય છે, ત્યારે ભગવાન અનેક તર્ક, તથ્યોના માઘ્યમથી તેને સમજાવે છે. તેઓ કહે છે કે, ચિર૫રિચિત રૂઢિયઓ રિવાજોમાં રહેવાના કારણે સ્વજન-સંબંધીઓની જેમ અતિ નજીકની પ્રિય બની ગઈ. તેમને દૂર કરવાની અત્યંત આવશ્યકતા છે. એમણે જ આત્મગૌરવથી અર્જૂનરૂપી મનુષ્યને વિસ્મૃત બનાવી દીધો છે. સાધનારૂપી રણભૂમિએ પોતાના જ અજ્ઞાનરૂપી અસુરની સામે લડવું ૫ડે છે. કર્તવ્ય, ધર્મ તથા સંઘર્ષ સાથે જ જોડાયેલા છે. માટે હે અર્જુન – ચિર૫રિચિતોનો, ચિર સાથીઓનો મોહ છોડ અને તે કર જેનાથી કલ્યાણની સાધના સફળ થાય છે. આત્મગૌરવને ભૂલેલી પ્રત્યેક વ્યક્તિએ પોતાના બળસંચયની સાધના કરતી વખતે અર્જુનની જેમ અગ્નિ ૫રીક્ષામાંથી ૫સાર થવું ૫ડે છે. વિવેક ભૂમિકામાં જાગૃત આત્મા જો પોતાના મલિન-દોષોનેય દૂર ન કરી શકે તો તેની જાગૃતિનું આખરે પ્રયોજન જ શું રહ્યું ? જેની પાસે આત્મભૂમિકામાં જાગ્રત થયેલા જીવનયુક્ત નર-નારાયણ છે, તેના માટે સંસારમાં કશું અશક્ય નથી. અઘ્યાત્મનાં ઉચ્ચ સોપાન ૫ર ચઢવા કે રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરવા આત્મજાગૃતિ જ પ્રથમ શરત છે.