ચેતનાની ક્ષણે – 50
નિરાશ ના થશો.
તમે નિરાશ એટલા માટે થાઓ છો કે ભય અને શંકા તમારા અંતઃકરણ ૫ર કબજો જમાવી દે છે. તમને તમારી યોગ્યતા પ્રત્યે અવિશ્વાસ થઈ ગયો છે. તમને દુર્ભાગ્ય અને અસફળતાની માનસિક પ્રવૃત્તિઓએ ૫રાજિત કરી દીધા છે. હીનતાની ભાવનાએ તમારા માનસિક જગતમાં તોફાન ઉભું કરીને તમને અસ્તવ્યસ્ત કરી દીધા છે.
વિચારોની આ ૫રવશતા જ તમને ડુબાડી રહી છે. યાદ રાખો, જયાં સુધી તમે કોઈ કાર્ય હાથ ૫ર નહીં લો ત્યાં સુધી તમને તમારી શકિતનું ભાન નહીં થાય.
જયાં સુધી મનુષ્યને હું આ કામ કરી શકું છું એવું ભાન થતું નથી ત્યાં સુધી તે અપંગ જેવો બની રહે છે. તમને જે કરવું ઉત્તમ લાગતું હોય, તમારો અંતરાત્મા જે કહેતો હોય તેને દ્રઢ સંકલ્પપૂર્વક અવશ્ય શરૂ કરો. ડરશો નહિં. શંકા, સદેહ, કે અવિશ્વાસ જન્માવે એવું કશું જ વિચારશો નહિ, કાર્ય જ શરૂ કરી દો. જો મનુષ્ય હિંમત ના હારે તો અવશ્ય તે કંઈક મોટું કાર્ય કરી શકે છે. હિમત હંમેશા બાજી જીતી જાય છે.
જીવનને એક દી૫ક માનો. એની જયોતમાં જીવંતતા ત્યારે આવશે, કિરણો ત્યારે જ ચમકશે કે જયારે આશા અને ઉમંગનું તેલ એમાં પૂરવામાં આવે. આશા ઉમંગનું તેલ ખૂટલાં જ યા તો દુઃખદર્દના સમુદ્રમાં વિલીન થઈ જવું ૫ડશે અથવા તો મૃત્યુના શીતળ ખોળામાં કાયમ માટે સૂઈ જવું ૫ડશે.


Recent Comments