Archive

Archive for April, 2010

સજલ શ્રદ્ધા

April 18th, 2010 No comments

સજલ શ્રદ્ધા

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

વિભૂતિઓમાં સંપતિનો એક રોગ એવો છે જેનો નશો વધીને ઝેરનું રૂપ ધારણ કરે છે.

તે રોગનો ઉપચાર થઈ શકશે નહિં, તેને માટીની સાથે ભેળવીને ફરીથી ઓગાળવો અને રૂપાંતરિત કરવો પડશે.

સંપતિનો લોભ, મોહ, આકર્ષણ, સંગ્રહ અને અપવ્યય વિનાશકારી સ્તરે જઈ પહોંચ્યો છે.

વિભૂતિઓના અન્ય ક્ષેત્રોમાં જેવો સુધારો થઈ શકે છે તેવો સુધાર થવો આ ક્ષેત્ર માટે મુશ્કેલ છે.

સાહિત્યકાર, કલાકાર, ધર્મગુરુ, વૈજ્ઞાનિક અને સત્તધીશ પણ યુગની જરૂરિયાત અને દિશાનો પૂર્વાભાસ અનુભવી રહ્યા છે અને તેઓને વિશ્વાસ થઈ ગયો છે કે સમયની સાથે ચાલવામાં ભલાઈ છે.

તેઓ કુદરતી પ્રેરણા અને ભગવાનની ઈચ્છાને સમજવા લાગ્યા છે અને તેને અનુરૂપ તેમનામાં સામયિક પરિવર્તન સરળતાપૂર્વક થઈ શકશે.

બૌદ્ધિક પરિવર્તન માટે જ્ઞાનયજ્ઞની વિશાળ યોજના કરવી પડશે. રચનાત્મક અને સંઘર્ષાત્મક પ્રવૃતિઓનો વધારો કરવા માટે તો ઘણી સરળતાથી કરી શકે તેમ હતા, પરંતુ તેઓ મરણ પથારીમાં પડેલા રોગી જેવા છે. તેમના સુધરવાની, બદલવાની આશા લગભગ છોડી જ દેવી જોઈએ અને અપેક્ષિત ઉદ્દેશ્યની સિદ્ધિ માટે આપને સીતા જન્મના માટે ઋષિ રક્ત એકત્ર કરવા માટે પ્રયત્નની જેમ આત્મોત્કર્ષની એક કડી જોડવી જોઈએ. એક બીજી પરીક્ષા પાસ કરવી જોઈએ.

સજલ શ્રદ્ધા

April 17th, 2010 No comments

સજલ શ્રદ્ધા

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

વિજ્ઞાન બેધારી તલવાર છે. તેનો રાક્ષસી પ્રયોગ કરવામાં પણ ઉપયોગ થઈ શકે છે અને સમર્થ સંરક્ષણ માટે પણ હવે પછીના દિવસોમાં વિજ્ઞાનના સિદ્ધાંત અધ્યાત્મ વિરોધી ન રહીને સમર્થક સહયોગી થશે.

વધુમાં નવી શોધોનો વધારો અને જૂનીમાં નવસંસ્કરણ એ પ્રકારે થશે કે વૈજ્ઞાનિકોની શ્રમ સાધના માનવ કલ્યાણ માટે વિવિધ ક્ષેત્રોમાં અભિનવ સિદ્ધિઓનો ઉપયોગ કરી શકે. આજે સંકુચિત રાજસત્તાઓ વિજ્ઞાનને, વૈજ્ઞાનિકોને પોતાના લોખંડી સકંજામાં જકડી રાખેલ છે. અને તેમના મારફત ખરા-ખોટા કાર્યો કરાવી રહેલ છે. હવે પછી એમ બની શકશે નહિં. વિજ્ઞાનને પણ કોઈ છૂટ મળશે નહિં. અને તે યુગને અનુરૂપ ભૂમિકા ભજવશે.

આ જ ક્ષેત્ર અંદર અંદરથી એક તરફ આગળ વધી રહ્યું છે. થોડા જ સમયમાં આપણે જોઈશું કે આ વિભૂતિઓએ કેવું અદ્દભૂત રૂપ બદલી દીધું, ઉલટા તત્વોને કેવી રીતે હલકા પાડી બતાવ્યા. આજે તેઓ પોતાની છેતરામણી દુષ્ટતાને સંતાડીને બંને હાથથી ધન અને યશ લૂંટીને અભિમાની બની રહ્યા છે તેઓને આવતીકાલે અપાર પસ્તાવો કરતા અને સ્થાનભ્રષ્ટ થતા જોઈ શકાશે.

સજલ શ્રદ્ધા

April 16th, 2010 No comments

સજલ શ્રદ્ધા

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

હવે પછીના દિવસોમાં સાહિત્યકારો લોકોના મનોરંજનને લગતું સાહિત્ય લખશે નહિં.

તેઓ માતા સરસ્વતીનું ચરિત્ર ખંડન થાય તેમાં શોક-દુ:ખ અનુભવશે અને કલમ દ્વારા સર્જાતા જનમાનસને પાપના કીચડમાં જતું તેમનો આત્મા અટકાવશે.

શોક-સંતાપથી ઘેરાયેલ સાહિત્યકારો હવે દિવસે દિવસે લોક મંગળની દિશામાં આગળ વધશે. કલાકાર, કવિ, ગાયક, વાદક, ચિત્રકાર, શિલ્પકાર. અભિનેતાની આજીવિકા હવે પશુવૃત્તિ ભડકાવનાર અબોધ લોકમાનસની સાથે વ્યભિચાર કરવાની છેતરપિંડી કરશે નહિં, પરંતુ તેઓ પોતાની પ્રતિભાને એ દિશામાં વાળશે જ્યાં માનવતા કરૂણ અવાજ કરીને તેમને પોકારે છે.

હવે પછી કળા અને સાહિત્ય નવ નિર્માણ અર્થે સર્જાશે. અગાઉના દિવસોમાં આ ક્ષેત્રમાં જે છેતરામણા મૂળ જમા થઈ ગયા છે તે લોક ધિક્કારના વિરોધ દ્વારા બળીને ભસ્મ થઈ જશે.

સજલ શ્રદ્ધા

April 15th, 2010 No comments

સજલ શ્રદ્ધા

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

જે સંકલ્પ અને વિશ્વાસ સાથે લોભ-મોહની પૂર્તિ કરનારા સાધનોમાં જોડાઈ જવામાં આવે છે, કામ અને ક્રોધની પળોમાં જેવી આતુરતા હોય છે, મદ અને મત્સરના માટે જેટલું મન આતુર રહે છે તેટલું જ જો ઈશ્વરના સામયિક સંકેતોને સમજવામાં, આત્માના અને યુગના પોકારનું અનુકરણ કરવામાં લાગી જાય તો સામાન્યમાં સામાન્ય સ્તરની વ્યક્તિ પણ થોડા જ સમયમાં મહામાનવ સ્તરની બની જશે.

તેની પ્રતિભા પ્રાત:કાળના બ્રહ્મમુહુર્તમાં ઉગનાર પ્રાત:કાળની જેમ વિકસિત-પરિષ્કૃત થઈ શકે છે. આપણામાંથી કોઈપણ પોતાને વિભૂતિવાન-પ્રતિભાવાન બનાવી શકે છે અને નવનિર્માણના જરૂરી સાધનો પૂરા પાડવા યોગ્ય પોતાનું વ્યક્તિત્વ સર્જી શકે છે.

શ્રદ્ધા અને નિષ્ઠા સાથે સંકલ્પ અને પુરુષાર્થ જ્યારે કલ્યાણકારી સાધનોની દિશામાં આગળ વધે છે ત્યારે વ્યક્તિએ દેવ તુલ્ય બનવામાં, આત્માનો પરમાત્મા બનવામાં સમય જતો નથી.

આપણે આપણું સાહસ અને સંકલ્પ દ્રઢ બનાવવો જોઈએ. આંધળાં ઘેટાં ક્યાં જઈ રહ્યા છે, શું ઈચ્છી રહ્યા છે એ જોવાને બદલે પરમેશ્વરના ઈશારાને, યુગ ધર્મને માથે ચડાવીને એવા કદમ ઉપાડવા જોઈએ જે પોતાના માટે અને સમગ્ર દુનિયા માટે હિતકારી બની શકે.

જો આવા કદમ ઉપાડી આપણા માટે સંભવ થઈ શકે તો ગુરુદેવ, મહાકાળની એક મહત્વપૂર્ણ માંગ પૂરી કરી શક્વામાં આપણી ભૂમિકા યાદગાર બની શકે છે.

સજલ શ્રદ્ધા

April 14th, 2010 No comments

સજલ શ્રદ્ધા

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

ભગવાન જેને પ્યાર કરે છે તેને પરમાર્થ પ્રયોજનની પૂર્ણતા માટે પ્રેરણા અને સાહસ અર્પણ કરે છે.

અનામત દળની પોલિસ અને લશ્કર વિપરિત સમય પર વિશેષ પ્રયોજનોની પૂર્ણર્તા માટે મોકલવામાં આવે છે.

યુગનિર્માણ પરિવારના સભ્યો પોતાને આ સ્તરના સમજે અને અનુભવે કે યુગાંતરના અતિ મહત્વપૂર્ણ અવસર પર તેઓને હનુમાન, અંગદ જેવી વિશેષ ભૂમિકા અદા કરવા માટે જ પ્રવેશ મેળવે છે.

યુગ પરિવર્તનના ક્રિયાક્લાપોમાં અસાધારણ આકર્ષણ અને કંઈ કરી બતાવવા માટે સતત અંત:સ્ફૂરણાનું બીજું કોઈ કારણ હોઈ શકે નહિં જ, આપણે સત્યને ઓળખવું પડશે. પોતાનું સ્વરૂપ અને લક્ષ્યને જાણવું જોઈએ અને આળસમાં એક પળ પણ પસાર કર્યા વિના પોતાના જન્મને સાર્થક કરવા માટે તાત્કાલિક કટિબદ્ધ થઈ જવું જોઈએ.

આનાથી ઓછું કામ કરનાર યુગનિર્માણ પરિવારના કોઈ સભ્યને શાંતિ મળી શકશે નહિં.

અંતરાત્માની અવગણના-ઉપેક્ષા કરીને જેઓ લોભ અને મોહના કાદવ-કીચડમાં ફસાઈને કોઈ લાભ મેળવવા ઈચ્છશે તો પણ અંતર્દ્વન્દ્વ તેમને તે દિશામાં કોઈ મોટી સફળતા પ્રાપ્ત થવા દેશે નહિં. “માયા મિલિ ન રામ” વાળી દ્વિઘામાં પડી રહેવાને બદલે એ જ યોગ્ય છે કે દુનિયાદારીની માયાજાળમાં ફસાતા જનાર આંઘળા અનુયાયીઓથી અલગ છટકી જઈને પોતાનો માર્ગ સ્વયં નિશ્ચિત કરી લેવામાં આવે.

સજલ શ્રદ્ધા

April 13th, 2010 No comments

સજલ શ્રદ્ધા

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

આજકાલ ભારતમાં, હિન્દુ ધર્મ મંચ દ્વારા યુગ નિર્માણ પરિવારમાં આ માનવ જાતિનું ભાગ્ય નિર્માણ કરનારું અભિયાન ધ્યાન પર આવે છે. પરંતુ હવે પછીના દિવસોમાં તેની વર્તમાન સીમાઓ ખૂબ જ વિસ્તરીને અસીમ બની જશે.

તે વખતે કોઈ એક સંસ્થા કે સંગઠનનું નિર્દેશ ચાલશે નહિં, બલ્કે કરોડો ઘટકોમાંથી વિવિધ સ્તરના એવા પ્રકાશપુંજ પ્રગટ થતાં જણાશે કે જેમની અખૂટ શક્તિ દ્વારા સંપન્ન થનારા કાર્યો અનુપમ અને અદભૂત કહી સમજી શકાશે.

મહાકાળ જ  એ મહાન પરિવર્તનના સૂત્રધાર છે અને તેજ સમય પ્રમાણે પોતાની આજની મંગળમય ધબકારને ક્રમશ: તીવ્રથી તીવ્રતર, તીવ્રતમ કરતા જશે.

તાંડવ નૃત્યોથી ઉત્પન્ન ગગનચુંબી જાજ્વલ્યમાન, અગ્રીમ લપટો દ્વારા પ્રાચીનને નૂતનમાં પરિવર્તિત કરનારી ભૂમિકા કેવી રીતે કરવી અને કેવા રૂપમાં આગળ ના દિવસોમાં સંપન્ન થનાર છે તે વિશે આજે વિચારી શક્વું અને કલ્પનાના ક્ષેત્રમાં લાવી શક્વું સામાન્ય બુદ્ધિના માટે લગભગ અસંભવ જ છે. છતાંય જે બનનાર છે તે બનીને જ રહેશે. યુગ બદલાશે જ . આજનો ઘોર અંધકાર આવતી કાલના પ્રભાતવેળાને અરૂણોદયમાં પરિવર્તિત થઈને જ રહેશે.

સજલ શ્રદ્ધા

April 7th, 2010 No comments

સજલ શ્રદ્ધા

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

વાસના અને તૃષ્ણા, લોભ અને મોહના રાક્ષસોનું મોં એટલું સર્વભક્ષી છે કે મનુષ્ય પોતાનો સમય, શ્રમ, બુદ્ધિબળ, મનોબળ જ નહિં પરંતુ શરીર, ઈજ્જત, આલોક, પરલોક અર્પણ કરે તો પણ એમને સંતોષી શકે નહિં.

તેમનું આકર્ષણ પણ એટલું પ્રચંડ છે કે જે એના ચક્કરમાં આવી જાય તેને માટે સમયની એક પળ અને સંપત્તિનો એક કણ પણ કોઈ બીજા કામ માટે ખર્ચી શક્વો સંભવ થતો નથી.

સત્કર્મો માટે ફુરસદ ન મળવી, સમસ્યાઓથી ઘેરાયેલ રહેવું અને આર્થિક મુશ્કેલીનું બહાનું બતાવવું, રોદણા રડતાં રહેવા ઉપરાંત અન્ય કંઈ કરવાનું શક્ય થતું નથી.

જો ભરણપોષણથી સંતોષ હોય અને કુટુંબ પ્રત્યેની યોગ્ય જવાબદારી ઉપાડવાની બાબતમાં મર્યાદિત રહેવામાં આવે તો સામાન્ય સ્તરનો માનવી પણ જીવન લક્ષ્યની પૂર્ણતા માટે પૂરતા અવસરો મેળવી શકે છે અને એટલું કંઈ કરી શકે છે કે તે અનુકરણીય આદર્શવાદીતાની મુક્ત કંઠે પ્રશંસા કરી શકાય.

અધ્યાત્મવાદી, ધર્મપરાયણ, ત્યાગી, તપસ્વી, પરમાર્થી, સંત, સુધારક, બ્રહ્મપરાયણ, મહામાનવ સ્તરના દેવ પુરુષ તે જ બની શકે છે જેઓને ભાવનાની વિભૂતિ ભગવાને આપી હોય. કંજૂસ અને સ્વાર્થી લોકોને આ પ્રકારનું સૌભાગ્ય મળી જ શક્તું નથી

સજલ શ્રદ્ધા

April 6th, 2010 No comments

સજલ શ્રદ્ધા

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

વિવેકશીલ માનવ પ્રાણીઓ માત્ર શારીરિક પરિશ્રમ કરવાની યોજનામાં સીમિત રહેવું ન જોઈએ, બલ્કે માનવ જીવનની વિશેષતાઓ સાથે અવિભક્ત રૂપથી જોડાયેલા હોય તેવા સત્યો પ્રત્યે પણ ધ્યાન આપવું જોઈએ. જીવનના સ્વરૂપ, પ્રયોજન, લક્ષ્ય અને ઉપયોગનું ચિંતન ન કરવામાં આવે, તેની ઉપેક્ષા કરીને વેડફી દેવામાં આવે તો એ આળસનું પરિણામ આજે અહીં તો આવનાર દિવસોમાં અનંત પશ્ચાતાપ રૂપમાં ભોગવવું પડે છે.

આત્મિક પ્રગતિની કસોટી એક એ જ  છે કે મનુષ્ય ચિંતન, આત્મસુધાર અને આત્મ વિકાસમાં કેટલો રસ લે છે. જો ચિન્હ પૂજાની જેમ પૂજાપાઠના થોડાક ક્રિયાકાંડ કરવામાં આવે તો સમજવું જોઈએ કે હજુ બાળ બુદ્ધિ બાળક્રિડામાં ડૂબેલી છે. ઈશ્વરની સાચી ઉપાસનાની સાથે ઈશ્વરની ગાઢ કૃપા અવિભક્ત રૂપથી જોડાયેલી હોય છે, જે આત્મબોધના રૂપથી જ થઈ શકે છે.

જીવનના ઉદ્દેશ્યોની સફળતા માટે જે એટલો વધુ પુરુષાર્થ કરી શકે તેટલો જ મોટો આધ્યાત્મિક અને ઈશ્વરપરાયણ માનવો જોઈએ. આપણે બનાવટીપણાથી છૂટવું પડશે અને સાચી ઈશ્વર ભક્તિનો માર્ગ અપનાવીને તે સાચી ઈશ્વરની કૃપા મેળવવી જોઈએ જે માર્યા પછી સ્વર્ગ પ્રાપ્તિના આશ્વાસનોની માયાજાળમાં ફસાવે નહિં બલ્કે દૈવીય મહાનતાના પથ પર તાત્કાલિક આગળ વધારે છે.{૬}

સજલ શ્રદ્ધા

April 5th, 2010 No comments

સજલ શ્રદ્ધા

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

આપણા પરિવારના પ્રત્યેક પરિજને પોતાની ભાવનાની મૂડીનું અવલોકન કરવું જોઈએ, તેને ઊંચે લઈ જઈને વિકસાવવી જોઈએ, ચિંતનમાં શ્રેષ્ઠતા અને વ્યવહારમાં આદર્શવાદીનો સમાવેશ કરવો જોઈએ.

આ જ વ્યાવહારિક અધ્યાત્મવાદ છે. ઈશ્વરની પૂજા-અર્ચના પૂરતી નથી, પરંતુ ભગવાનને પોતાના અંતરમાં આત્મસાત કરવા જોઈએ. ઈશ્વરને જીવનની સંપત્તિના ભાગીદાર અને વહિવટીદાર ગણીને તેમના ઈશારા પર જોડાઈ જવા માટે પોતાની સમગ્ર ઉપલબ્ધિઓનું સમર્પણ કરવું જોઈએ.

મોટાઈની ભૌતિક મહત્વકાંક્ષાઓથી દૂર રહેવું જોઈએ અને મહાનતા પ્રાપ્ત કરવા માટે તેનું મૂલ્ય ચૂકવવું જરૂરી છે એમ સમજીને ચાલવું જોઈએ.

દેવમાનવ સ્તરની જે ભાવનાશીલતા પ્રગટતી હોય તેને સ્વાધ્યાય, સત્સંગ અને મનન ચિંતનમાં પ્રયોજવી જોઈએ અને એટલું સાહસ એકત્ર કરવું જોઈએ કે આંતરિક દૂર્બળતાઓ અને બાહ્ય અવરોધોની સામે ટક્કર લેતા રહીને એ પ્રયોજનો માટે તત્પર થઈ શકાય જે યુગ નિર્માણ પરિવારના સભ્યોની સામે વિશેષ રૂપથી પ્રસ્તુત થયા છે.

આપણે આ મિશનના સાધારણ સમર્થનકર્તા સભ્ય જ બની ન રહેતાં આગળ વધીને સર્જન સેનાના એવા સૈનિક બનવું જોઈએ કે જેની પાછળ અનુસરણકર્તાઓની એક મોટી પંક્તિ પણ કદમની સાથે કદમ મિલાવતી આગળ વધતી જોવા મળે.

સજલ શ્રદ્ધા

April 4th, 2010 No comments

સજલ શ્રદ્ધા

ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !

, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

પ્રત્યેક વિવેકશીલ વ્યક્તિએ આ સત્ય સૌથી વધુ ગંભીરતાથી હ્રદયંગમ કરવું જોઈએ અને તેના પર હજાર વખત વિચાર કરવો જોઈએ કે નિર્વાહના ઉપરાંત તેને જે કાંઈ ઉચ્ચ સ્તરના અનુદાન મળ્યા છે તે મોજશોખ કરવા માટે નહિં, પુત્ર-પૌત્રોને વેડફી દેવા માટેની પૂંજી તરીકે નહિં, પરંતુ ઈશ્વરીય ઉદ્દેશ્યોને પરીપૂર્ણ કરવા માટે છે.

કોઈ તવંગર તો કોઈ ગરીબ, કોઈ જ્ઞાની કે કોઈ અજ્ઞાની બની રહે આ દુનિયામાં વિષમતા અને ઉદ્દંડતા ફેલાય એવી ગેરવ્યવસ્થા ઈશ્વરને પસંદ નથી. ઈશ્વર પોતાના બધા માનવ પુત્રોને લગભગ એક જ સ્તરનો નિર્વાહ કરતા અને સમત્વ અપનાવીને ચાલતા જોવા ઈચ્છે.

બીજાઓની તુલનામાં વધુ વિલાસી અને સંયમ કરીને જીવવું સ્પષ્ટ રીતે જીવનના ઉદ્દેશ્યની ઉલટા માર્ગ પર ચાલવા જેવું છે.

આવી મનોવૃતિવાળી વ્યક્તિ પૂજા-પાઠની મુશ્કેલી વેઠીને. પણ ઈશ્વરની કૃપાનો એક કણ પ્રાપ્ત કરી શકે તેમાં સંદેહ છે.