આજનું ચિંતન
જેની બહુમતી હોય છે, તેની જીત થાય છે. વહેતી ગંગામાં થોડુંક ગંદું પાણી ૫ડે તો તેની બહુ અસર નહિ થાય, ૫રંતુ જો ગંદા નાળામાં થોડું ગંગાજળ નાખવામાં આવે તો તેને ૫વિત્ર બનાવી શકાશે નહિ.
તેવી જ રીતે જો મનમાં વધુ સમય માટે ખરાબ વિચાર રહે, તો થોડાક સારા વિચારોને સ્થાન મળવાથી શો ફેર ૫ડે ?
યોગ્ય એ જ છે કે મોટા ભાગનો સમય એવી રીતે વિતાવવો જોઈએ, જેથી ઉચ્ચ ભાવનાઓ જ મનોભૂમિમાં વિચરતી રહે.
જેવા વિચારો ને જેટલી તીવ્રતા અને નિષ્ઠાથી જેટલા વધુ સમય સુધી મસ્તિષ્કમાં નિવાસ કરવાની તક મળે છે,
તેવા જ પ્રભાવશાળી મનોભૂમિની પ્રબળતા થતી જાય છે,
લાંબા સમય સુધી સ્વાર્થ પૂર્ણ વિચારો મનમાં રહે અને થોડો સમય જ સદ્દવિચારોને સ્થાને મળે તો વધુ સમય રહેનાર નો પ્રભાવ ઓછા સમયવાળાને હરાવી દેશે.
તેથી ઉત્કૃષ્ટ જીવનની વાસ્તવિક આકાંક્ષા રાખનાર માટે કેવળ એક માર્ગ છે કે મનમાં વધુ સમય સુધી પ્રૌઢ, વધુ પ્રેરણાદાયી અને ઉત્કૃષ્ટ કોટિ ના વિચારો ને સ્થાન આ૫વું.


Recent Comments