આજનું ચિંતન
March 23rd, 2010
No comments
નાનામાં નાની પ્રગતિની તથા દરેક સફળતાની પ્રશંસા કરવામાં આવે. હૃદયથી ખુશી પ્રકટ કરો અને મન મૂકીને પ્રશંસા કરો.
એક સાધકે પોતાનું જીવન આદર્શ બનાવ્યું. ૫વિત્રતા અને પ્રખરતા વધવાથી તે નરનારાયણની જેમ ઓળખાવા લાગ્યો. તેની આકૃતિ નરની હતી, ૫રતુ અંતરમાં રહેલી પ્રકૃતિ નારાયણ જેવી હતી, કોઈ ૫ણ વ્યક્તિ નરનારાયણ બની શકે છે.
સંસાર વિચારોની ભિન્નતાથી ભરેલો છે. એમાંથી જે વિવકની કસોટીએ સાચું હોય તેનો જ સ્વીકાર કરો.
માણસ જયારે પોતાને જ સર્વસ્વ માની બેસે છે, પોતાને માટે જ વિચારે છે તથા કરે છે ત્યારે તે કુકર્મો કરે છે અને આફતોની કાંટાળી વાડમાં કેદ થાય છે.
પ્રશ્નો તો રહેવાના જ. સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે. અને દુઃખી કોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!!
Categories: સુવિચાર


Recent Comments