Archive

Archive for March 18th, 2010

આજનું ચિંતન :

March 18th, 2010 No comments

સાચી વાત સારી લાગતી નથી અને સારી લાગતી વાત સાચી હોતી નથી. ભલાઈ ક્યારેય ઝઘડો કરતી નથી અને ઝઘડો ક્યારેય સારો હોતો નથી. બુદ્ધિશાળી લોકો ક્યારેય વધારે બકવાસ કરતા નથી અને બકવાસ કરનારાઓ ક્યારેય બુદ્ધિશાળી હોતા નથી.

શરીર જળથી, મન સત્યથી, બુદ્ધિ જ્ઞાનથી અને આત્મા ધર્મથી પવિત્ર બને છે.

જો તમે મહેનતની સાથે ભલાઈનું અનુસરણ કરશો તો મહેનત જતી રહેશે અને ભલાઈ રહી જશે. જો તમે બૂરાઈનું અનુસરણ સુખથી સાથે કરશો તો સુખ જતું રહેશે અને બૂરાઈ રહી જશે.

કોઈ શાસ્ત્રો એ દ્રષ્ટિએ ન વાંચો કે એમાં જે લખ્યું છે તે તમારા માટે જ છે. તે અનેક લોકો માટે અનેક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યાં છે. એમાં તમારા માટે જે યોગ્ય હોય તેની જ પસંદગી કરો.

દિવસે એવાં કામ કરો કે રાત્રે ચેનથી સૂઈ શકો અને રાત એ રીતે વિતાવો કે દિવસે મોઢું બતાવવા લાયક રહો.

Categories: સુવિચાર Tags: