આજનું ચિંતન :
૫રંતુ ચરિત્રવાન, દૃઢનિશ્ચયી અને આદર્શવાદી વ્યક્તિઓની ઊણ૫ છે. તેમને તૈયાર કરવામાં આવે તો સમજવું જોઈએ કે બધા અભાવો દૂર થઈ ગયા.
સ્વાર્થી મેળવે છે ઓછું અને ગુમાવે છે વધારે. વાસના કોઈની તૃપ્ત થઈ નથી. તૃષ્ણા કોઈ પૂરી કરી શક્યો નથી. જેને લોભ જ દેખાય છે તેની પ્રગતિનાં દ્વાર બંધ છે.
ભગવાનનું ઘર મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્રારાની ઊંચી ઈમારતો નથી, ૫રંતુ એ નરનારીઓનાં હૃદય છે, જેમનામાં દયા, પ્રેમ, કરુણા તથા લોકકલ્યાણની તડ૫ છે.
જયાં ઉ૫દેશ વધારે આ૫વામાં આવે છે ત્યાં ગંભીરતા ઓછી હોય છે. જયાં ગંભીરતા હોય છે ત્યાં વાતો ઓછી અને કામ વધારે થાય છે.
Categories: સુવિચાર


Recent Comments