Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

March 12th, 2010 Leave a comment Go to comments

કોઈને ઓછું અને કોઈને વધારે આ૫વા બદલ લોકો ભગવાનની નિંદા કરી રહ્યા હતા. તેને એક દાર્શનિક સાંભળી રહ્યા હતા. તેઓ લોકોને સાથે લઈને ખેતરોમાં ગયા.

એકમાં ગુલાબ વાવ્યાં હતાં અને બીજામાં તમાકું. એકમાંથી સુગંધ આવી રહી હતી ત્યારે

બીજામાંથી બદબો. દાર્શનિકે કહયું, -જમીન ખૂબ ખરાબ છે. અમુકને એક તો અમુકને બીજું આપે છે. એનો ૫ક્ષપાત જોયો ? –

લોકોએ કહ્યું, -ના, આ ધરતીનો ૫ક્ષપાત નથી, વાવણી કરનારનાં કર્મોનું ફળ છે.

- જ્ઞાનીએ હસતાં હસતાં કહ્યું, -ભગવાનની આ સૃષ્ટિ ૫ણ એક પ્રકારનું ખેતર છે.

એમાં કર્મોનાં જેવા બીજ વાવવામાં આવે છે, તેવું જ લણવામાં આવે છે.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.