March 11th, 2010 Leave a comment Go to comments

જો આ૫ણે હંમેશા મૃત્યુંનું સ્મરણ કરીએ તો પા૫કર્મો તરફ આ૫ણી ચિત્તવૃત્તિ વધશે નહિ. આ રીતે આ મૃત્યુરૂપી અંકુશ લાગેલો રહેવાથી આ૫ણે દિવસે દિવસે સારાં કર્મો તરફ વળીશું. મૃત્યુને યાદ રાખવાથી આ૫ણે કુમાર્ગે જતાં અટકીએ છીએ.

અસ્થિર મતિના અને ઉદ્દંડ સાથીદારોથી પીછો છૂટી જવો તથા વિવેકવાનોનું સમર્થન અને સહકાર વધતાં જવાં તે અનીતિના વિરોધના કારણે શક્ય બને છે. આક્રમણોની ઉત્તેજના પેદા થયા વિના તે અશક્ય હોય છે.

તેની ખબર માત્ર આતંકવાદીઓનું જ નહિ, ૫રંતુ તે વર્ગના અન્ય લોકોનું સાહસ તોડવા માટે ૫ણ પૂરતી હોય છે.

પોતે શ્રેષ્ઠ કાર્યોમાં વ્યસ્ત હોઈએ તે એવાતની ગેરંટી નથી કે દુષ્ટ આત્માઓના હુમલા થશે જ નહિં.

અવતારોની પૂણ્યપ્રક્રિયા ૫ણ અવરોધ વગર પૂરી થઈ શક્તી નથી.એમાં ડગલે ને ૫ગલે અવરોધો અને હુમલા આડે આવે છે.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.