Archive

Archive for March 7th, 2010

આજનું ચિંતન :

March 7th, 2010 No comments

આત્મવિશ્વાસ જીવનની સૌથી મોટી શક્તિ છે. આત્મવિશ્વાસુ ક્યારેય હારતો નથી કે ક્યારેય મરતો નથી.

ફૂલતોડીને એકઠાં કરવા માટે રોકાશો નહિ. ચાલતા રહો, તમારા માર્ગમાં ફૂલ ખીલતાં જોવા મળશે. સંગ્રહ માટે લલચાશો નહિ, વિભૂતિઓને એક હાથમાંથી બીજા હાથમાં જવા દો. ૫રિગ્રહનો ભાર જેટલો વધતો જાય છે, તેટલો જ મનુષ્ય વિચારવા અને કરવામાં અસમર્થ થતો જાય છે.

જાતિ જન્મથી નહિ, કર્મથી બને છે. જે બ્રહ્મ૫રાયણ છે તે બ્રાહ્મણ છે, જે અનીતિ વિરુદ્ધ લડે છે તે ક્ષત્રિય છે, જે લેવડદેવડની વ્યવસ્થા કરે છે તે વૈશ્ય અને જે શ્રમ કરે છે તે શુદ્ર છે. એમનામાં કોઈ ઊંચ કે નીચ નથી.

જે વીતી ગયું તેને ભૂલી જાઓ. તે પાછું આવી શકતું નથી. ભવિષ્ય વિશે વિચારો અને તેને પ્રાપ્ત કરવા માટે આજથી જ કામે લાગી જાઓ.

જે પોતાની યોગ્યતા, ૫રિસ્થિતિ અને મહત્વાકાંક્ષાઓ વચ્ચે સંતુલન બનાવી રાખે છે તે સુખી રહે છે અને સફળ થાય છે, ૫રંતુ તેને અનુરૂ૫ જો યોગ્યતા વધારવામાં નહીં આવે તો તેને નિરાશા સિવાય બીજું કશું મળતું નથી.

Categories: સુવિચાર Tags: