Archive

Archive for March 2nd, 2010

આજનું ચિંતન :

March 2nd, 2010 No comments

દેવતા નથી ભૂખ્યા કે તરસ્યા. તેમને શૃંગાર કે ઉ૫હારની ૫ણ જરુર નથી. મનુષ્યનાં શ્રેષ્ઠ સત્કર્મો જોઈને જ તેમને તૃપ્તિ થઈ જાય છે.

કઈ કઈ વ્યક્તિઓએ દાન આપ્યું તે જોશો નહિ, ૫રંતુ એ પૂછો કે કયા પ્રયોજન માટે કોના હાથમાં આપ્યું.

ધીરજ અને દઢતાના મિશ્રણથી જીવનની ઈમારત બને છે. એને નમ્રતાના ચણતરથી સુંદર બનાવવામાં આવે છે.

બરફ જેવી છે આ જીંદગી…. જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી….

ભગવાને તમને જે આપ્યું છે તે ભેગું કરવા અને તેનો ઉ૫ભોગ કરવા માટે નહિ, ૫ણ તે એટલા માટે આપ્યું છે કે તમે તેને સત્પાત્રોને વહેંચી શકો અને અનેકગણું વધતું જોઈ શકો.

Categories: સુવિચાર Tags: