આજનું ચિંતન :
આત્મવિશ્વાસ અને ભવિષ્ય પ્રત્યે અતૂટ આશા એ બે સાધનો છે, જેમની મદદથી મનુષ્ય સંકટોના પડકારોને ઉજ્જ્વળ ભવિષ્યમાં બદલી શકે છે.
જેમ જેમ આપણે જ્ઞાનવાન થતા જઈએ છીએ તેમ તેમ ઉદારતા વધતી જાય છે.
જે લોકો આધ્યાત્મિક ચિંતનથી વિમુખ થઈને માત્ર લોકસેવાનાં કાર્યોમાં રચ્યાપચ્યા રહે છે, તેઓ પોતાની જ સફળતા પર અથવા સદ્દગુણો પર મોહિત થઈ જાય છે. તેઓ પોતાને લોકસેવકના રૂપમાં જોતા થઈ જાય છે. આવી સ્થિતિમાં તેઓ એવી અપેક્ષા કરતા થઈ જાય છે કે બધા લોકો તેમનાં કાર્યોની પ્રશંસા કરે અને તેમનું કહ્યું માને. તેમનું મિથ્યાભિમાન તેમને અનેક લોકોના શત્રુ બનાવી દે છે. આથી તેઓ ખરા અર્થમાં લોકસેવક ન બનતાં તેમની લોકસેવા લોકવિનાશનું સ્વરૂપ ધારણ કરી લે છે.
આધ્યાત્મિક ચિંતન વિના મનુષ્યમાં નમ્રતા આવતી નથી તેમજ તેમનામાં પોતાની જાતને સુધારવાની ક્ષમતા પણ રહેતી નથી. તે એક પછી એક ભૂલ કરતા રહે છે અને આ રીતે પોતાના જીવનને વિકટ બનાવતા રહે છે.
અમે જે ભારતીય સંસ્કૃતિ, ભારતીય વિચારધારાનો પ્રચાર કરવા ઈચ્છીએ છીએ તેમાથી આપના દુ:ખોનું નિવારણ થઈ શકે છે. રાજયસત્તા દ્રારા આપના અધિકારોનું રક્ષણ થઈ શકે છે પરંતુ જ્યાંથી આપણા સુખદુ:ખની ઉત્પત્તિ થાય છે તેનું નિયંત્રણ રાજ્યસત્તા કરી શકતી નથી. આ કામ આધ્યાત્મિક ઉન્નતિથી જ થઈ શકે.


Recent Comments