આજનું ચિંતન :
જેઓ અંતરાત્માને અનુકુળ કામની જ પસંદગી કરે છે અને એમાં પૂરા મનથી જોડાયેલા રહે છે તેમની સાથે પ્રસન્નતા રહે છે.
મનના સંકલ્પની સાથે શરીરનું પરાક્રમ સંપૂર્ણપણે જોડવામાં આવે તો સફળતા અવશ્ય મળશે.
આપણે જ્યારે લાગણીશીલ બનીએ છીએ ત્યારે શહીદ થવાની વાત વિચારીએ છીએ અને જ્યારે ઉત્તેજિત થઈએ છીએ ત્યારે કોઈના કઠોર શબ્દ પણ સહન કરી શકતા નથી.
ભગવાન જેના પર કૃપા કરે છે તેની સંપત્તિ છીનવી લે છે અને વિભૂતિઓ આપી દે છે.
અનુમાન અને શંકા માત્રથી કોઈને ગુનેગાર સાબિત કરશો નહિ. જેના પર શંકા હોય તેને પોતાની વાત રજૂ કરવાનો અવસર આપો. તથ્યની પૂરી તપાસ કરતાં પહેલાં કોઈના પર દોષારોપણ કરશો નહિ.
સાધના માટે કોઈ જુદા સ્થળની શોધ કરશો નહિ. પોતાની જવાબદારીઓ તથા સંબધીઓ સાથે એવો સમન્વય સાધો કે જેમાં આદર્શોની અધિકતા હોય. આ રીતે તમારું વ્યાવહારિક જીવન જ સમગ્ર સાધના બની જશે.
ગાંધીજી કહેતા હતા કે જ્યારે જનતા અનુભવવા લાગે કે તે પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે કરી શકે છે તથા પોતાનું ભાગ્ય પોતાના હાથે બનાવી શકે છે ત્યારે સમજવું જોઈએ કે સંપૂર્ણ સ્વરાજય મળી ગયું.
Recent Comments