આજનું ચિંતન :
February 16th, 2010
No comments
“નિર્ધનતાથી મનુષ્યને શરમ આવે છે, શરમથી પરાક્રમ નાશ પામે છે, પરાક્રમ નાશ પામવાથી અપમાન થાય છે, અપમાનથી દુ:ખ થાય છે, દુ:ખથી શોક થાય છે, શોકથી બુદ્ધિ નાશ પામે છે, બુદ્ધિ ન રહેવાથી મનુષ્યનો નાશ થઈ જાય છે. સાચું જ છે કે નિર્ધનતા બધી વિપત્તિનું મૂળ છે.
અંત:કરણનું પરીક્ષણ, સુધાર અને શુદ્ધિકરણ ચાલુ રાખો, જેથી ભૌતિક પ્રગતિ અને આંતરિક શાંતિના માર્ગ પર ઝડપી ગતિએ આગળ વધી શકો.
તમે બનાવેલી દુનિયા અનોખી છે. તે જેવી તમારી અંદરની આસ્થા છે તેવી જ હશે.
પ્રતિભાશાળી મનુષ્ય સ્વતંત્ર વાતાવરણમાં સ્વતંત્રતાપૂર્વક શ્વાસ લે છે, તેને ગૂંગળાઈને મરવાની પરિસ્થિતિ કોઈ પણ શરતે મંજૂર હોતી નથી.
અંતકરણ પહેલાં મિત્રની જેમ સાચી સલાહ અને કડક ચેતવણી આપે છે. તેની વાત ન માનીએ ત્યારે કઠોર ન્યાયાધીશની જેમ તે કડક સજા આપ્યા વિના રહેતું નથી.
Categories: સુવિચાર


Recent Comments