Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

February 12th, 2010 Leave a comment Go to comments

સાહસનો માર્ગ જોખમથી ભરેલો છે, પરંતુ તેના પર જ ગરિમા ટકેલી છે.  જેમને જોખમનો ડર લાગે છે તેઓ કાદવના કીડાની પછાત પરિસ્થિતિઓમાં જ ગુજારો કરે છે.

વિચાર માનસિક કારખાનું છે અને તેની સાથે સંબંધિત બધી સચ્ચાઈઓ એ કારખાનામાં કામ આવતો કાચો માલ છે.  આપણે આજે જે સભ્યતા જોઈ રહ્યા છીએ તે ક્યારેક કોઈના મગજની ઊપજ રહી હશે, જેને કાર્યાન્વિત કરવામાં આવી. સારા વિચારોને વિકસવા દો અનેઆચરણનું બળ કામે લગાડો.

પોતાનો સ્વભાવ કાચબા જેવો બનાવો, જરાક સ્પર્શ થતાં ભયથી ઊછળતા દેડકા જેવો નહિ.  ખતરો, મુશ્કેલીઓ અને નિષ્ફળતા સામાન્ય વ્યક્તિને પરેશાન કરી નાખે છે, જ્યારે મનસ્વીને વધારે સફળ બનાવે છે.

શ્રેષ્ઠ કર્મો કરતા પુણ્યાત્માઓ અનાયાસે જ સ્વર્ગ જાય છે.  કુકર્મીઓ દુષ્ટતાનો સહારો લઈને પોતે જ નરકનાં  દ્વાર સુધી પહોંચી જાય છે.

લોકો ધર્મ માટે ઝઘડે છે, લખે છે, કહે છે, ખર્ચ કરે છે અને સમય બગાડે છે, પરંતુ આશ્ચર્ય એ છે કે ધર્મના શિક્ષણને અનુરૂપ જીવન જીવતા નથી.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.