આજનું ચિંતન :
જીભમાંથી નીકળેલા શબ્દો કાન સાથે અથડાઈને વિખરાઈ જાય છે, પરંતુ હ્રદયની વાણી કાળજામાં પેસી જાય છે અને પછી બહાર નીકળવાનું નામ લેતી નથી.
હ્રદય મૂંગું હોઈ શકે છે, પરંતુ આકાશ બહેરું હોવાની કલ્પના કરી શકાય નહિ.
ઝાકળનાં બુંદો દેખાય છે તો મોતી જેવાં પણ તે સ્થિર કયાં રહી શકે છે? આકર્ષણ પણ ઝાકળનાં બુંદો જેવું જ છે.
પ્રજાપતિએ વિશ્વક્રમાને પૃથ્વી પર મોકલ્યા. એમને બે ઘડા આપ્યા એક ખાલી હતો અને બીજો ભરેલો. ભરેલો ઘડો સુખનો હતો અને ખાલી ઘડામાં થોડુંક જ્ઞાન હતું. એમને કહેવામાં આવ્યું કે સુખ વહેંચો અને જ્ઞાન ભેગું કરો. રસ્તામાં વિશ્વકર્મા ઘડાનો ક્રમ ભૂલી ગયા. એમણે જ્ઞાન વહેંચવાનું અને સુખ ભેગું કરવાનું શરૂ કરી દીધું. એ ભૂલને આજે પણ મનુષ્યો દોહરાવે છે.
એવું બની શકે કે કોઈને કોઈક કાર્ય કરવાથી ખુશી ન મળે, પરંતુ એટલું ચોક્કસ છે કે જેણે કર્તવ્યના માર્ગ ચાલતા રહેવાનો નિર્ણય કર્યો છે તેને જ ખુશી મળી છે.
Recent Comments