આજનું ચિંતન :
આ જીવન એક સંગ્રામ છે, એમાં યુદ્ધ જેવી તત્પરતા જેઓ રાખતા નથી તેઓ હારી જાય છે, પરંતુ જેઓ પ્રયત્ન અને પુરુષાર્થનું ગાંડીવ ઉઠાવીને યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે તેઓ જ અંતે જીતે છે.
લોકો પ્રશંસા કરે છે કે નિંદા કરે છે તેની ચિંતા છોડો માત્ર એક વાતનો વિચાર કરો કે ઈમાનદારીથી જવાબદારીઓ પૂરી કરવામાં આવી છે કે નહિ.
મોટી મોટી વાતો કરશો નહિ અને બડાઈ હાંકશો નહિ. તમે શું છો તેનો પરિચય તમારાં કર્મો દ્વારા આપો.
જેની સાથે પોતિકાપણું જોડાઈ જાય છે તેને કષ્ટ આપી શકાતું નથી. પોતિકાપણાનો વિસ્તાર વધારો, જેથી કોઈને દુ:ખ આપવાનું શક્ય ન બને. પોતાના શરીર અને સંતાનને કોણ સતાવવા ઈચ્છશે?
યોગ્યતા વધારો અને પાત્રતા વિકસિત કરો, જેથી ઈચ્છિત વસ્તુઓ સરળતાથી મળી શકે. સમુદ્ર પાસે નદીઓ બોલાવ્યા વિના જ પહોંચી જાય છે.
Categories: સુવિચાર


Recent Comments