વેદોની સોનેરી સૂક્તિઓ..
સત્ય અને સદ્દવિચાર
| યે શ્રદ્ધા ધનકામ્યા ક્રવ્યાદા સમાસતે | (અથર્વ ૧૨/૨/૫૧)
|
જે શ્રદ્ધાને છોડીને તૃષ્ણામાં ફસાયા છે તેઓ નાશની તૈયારી કરી રહ્યા છે. |
આત્મોન્નતિથી વિમુખ થઈ મૃગતૃષ્ણા
પાછળ ભટકવાની મૂર્ખતા કરો નહીં. |
|
અચેતનસ્ય પથ: મા વિદુક્ષ: | ( ઋગ્ ૭/૪/૭) |
અજ્ઞાનીઓ જે માર્ગે જાય છે તે માર્ગ પર ન જાઓ. |
અજ્ઞાનીઓ એ છે જે કુમાર્ગે ચાલીને
સુખની આશા રાખે છે. |
| મા ગતાનામાદીધીથા |
( અથર્વ ૮/૧/૮) |
ગુજરી ગયેલાં માટે શોક ન કરો. |
સંસારની દરેક વસ્તુ નાશવંત છે,
નિશ્ચિત છે તે માટે રોવું શા કામનું ? |
|
મા ક્રુધ : | ( અથર્વ ૧૧/૨/૨૦) |
ક્રોધ ન કરો. |
ક્રોધ એક પ્રકારનું ગાંડપણ છે,
એનાથી સમસ્યાઓ ઘટતી નથી, વધે છે. |
|
મા વિદિધ્ય : | ( અથર્વ ૯/૧૮) |
ચિંતા કરવી નકામી છે. |
ચિંતામાં લોહી બાળવા અને
સમય નષ્ટ કર્યા વગર મુશ્કેલીનો ઉપાય વિચારો. |
Categories: સુવિચાર


Recent Comments