Archive

Archive for February 9th, 2010

વેદોની સોનેરી સૂક્તિઓ..

February 9th, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

યે શ્રદ્ધા ધનકામ્યા ક્રવ્યાદા સમાસતે |  (અથર્વ ૧૨/૨/૫૧)

જે શ્રદ્ધાને છોડીને તૃષ્ણામાં ફસાયા છે

તેઓ નાશની તૈયારી કરી રહ્યા છે.

આત્મોન્નતિથી વિમુખ થઈ મૃગતૃષ્ણા

પાછળ ભટકવાની મૂર્ખતા કરો નહીં.

અચેતનસ્ય પથ: મા વિદુક્ષ: |

( ઋગ્  ૭/૪/૭)

અજ્ઞાનીઓ જે માર્ગે જાય છે

તે માર્ગ પર ન જાઓ.

અજ્ઞાનીઓ એ છે જે કુમાર્ગે ચાલીને

સુખની આશા રાખે છે.

મા ગતાનામાદીધીથા |

( અથર્વ ૮/૧/૮)

ગુજરી ગયેલાં માટે શોક ન કરો.

સંસારની દરેક વસ્તુ નાશવંત છે,

નિશ્ચિત છે તે માટે રોવું શા કામનું ?

મા ક્રુધ : |

( અથર્વ ૧૧/૨/૨૦)

ક્રોધ ન કરો.

ક્રોધ એક પ્રકારનું ગાંડપણ છે,

એનાથી સમસ્યાઓ ઘટતી નથી, વધે છે.

મા વિદિધ્ય : |

( અથર્વ ૯/૧૮)

ચિંતા કરવી નકામી છે.

ચિંતામાં લોહી બાળવા અને

સમય નષ્ટ કર્યા વગર મુશ્કેલીનો ઉપાય વિચારો.


Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 9th, 2010 No comments

સફળતા અને કાર્યક્ષમતાનો આયુષ્ય સાથે કોઈ સંબંધ નથી, ઉત્સાહ, લગન અને સંકલ્પ મજબૂત બની જાય તો કોઈ પણ ઉંમર કે સ્થિતિમાં યુવાન રહી શકાય છે.

જેને નૈતિકતા પ્રત્યે આસ્થા તો હોય, પરંતુ તે માટે લડવાની હિંમત ન હોય તે ભલે ગમે તેટલી ડીગ્રીઓ લઈ ચૂકયો હોય, છતાં તેને સુશિક્ષિત કહી શકાય નહિ.

દુનિયાને ચલાવવાની અને સુધારવાની જવાબદારી આપણી નથી, પરંતુ આપણી સામે જે કર્તવ્યો છે તેમને પૂરાં કરવામાં સાચા મનથી લાગી જવું અને તેમને સુંદર રીતે પૂરાં કરી બતાવવાં તે ચોક્કસ આપણી જવાબદારી છે.

પરિશ્રમ અને આત્મવિશ્વાસ એકબીજા વિના અધૂરા છે. લક્ષ્ય સુધી પહોંચવા માટે બંને ભેગા મળી જાય તો જ સમર્થ બની શકે છે.

પોતાના કરતાં વધારે સુખી મનુષ્યોને જોઈને તેમના પ્રત્યે ઈર્ષા ન કરો, પરંતુ પોતાના કરતાં વધારે નીચા સ્તરની વ્યક્તિનાં ઉદાહરણો જોઈને તેમની સાથે પોતાની સરખામણી કરશો તો તમને પ્રસન્નતા થશે કે ઈશ્વરે તમને એ લોકો કરતાં કેટલી વધારે સુવિધાઓ આપી છે.

Categories: સુવિચાર Tags: