Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

February 7th, 2010 Leave a comment Go to comments

બેજવાબદારી અને લાપરવાહીની જેટલી નિંદા થાય છે તેટલી અસફળતાની થતી નથી.

સદ્દગુણી દેખાતી વ્યક્તિઓના દુર્ગુણયુકત વ્યવહારને જોઈને સમાજ તેમને દુર્ગુની તથા વ્યસની લોકોના દુર્ગુણો અને વ્યસનો કરતાં વધારે ઉપહાસપાત્ર માને છે.

કોઈનું પણ અમંગળ ઈચ્છવાથી પહેલાં પોતાનું જ અમંગળ થાય છે.

મહાન વ્યક્તિઓ હંમેશા એકલા જ ચાલ્યા છે અને તેના કારણે જ દૂર સુધી ચાલી શક્યા છે. આવા એકલવીરોએ પોતાના સહારે જ સંસારના મહાનમાં મહાન કાર્યો કર્યા છે. તેઓને પોતાનું જ પ્રેરણાબળ મળતું રહ્યું છે. તેઓ પોતાના જ આંતરિક સુખમાં સદૈવ પ્રફુલ્લિત રહ્યા છે. બીજાની મદદથી દુ:ખ દૂર કરવાની તેઓને કદી આશા રાખી નથી. પોતાના વિચારોનો જ તેમણે સહારો લીધો છે.

ધીરજ અને આશા જાળવી રાખશે તો જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતા તમારામાં આવશે. પોતાના જ બળ ઉપર ઊભા રહો. જરૂર પડે તો સમસ્ત સંસારને પડકાર ફેંકો, તેમાં તમારું કોઈ નુકસાન નહીં થાય. ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કર્યા પછી જ સંતોષ થવો જોઈએ. બીજા લોકો ભૌતિક ખજાનાને શોધ કરતા હોય છે પણ તમે અંત:કરણના ખજાનાને શોધો.

તમારે તમારા મનને સદૈવ કાર્યરત્ રાખવું જોઈએ. તેને બેકાર ન રહેવા દો. જીવન તરફ ગંભીર બનો. આત્મોન્નતિ પ્રાપ્ત કરવાનું વિરાટ કાર્ય તમારી સમક્ષ છે અને સમય ઘણો ઓછો છે. જો તમે બેદરકારીને લીધે ભટકી ગયા તો તમારે દુ:ખી થવું પડશે અને એથી પણ ખરાબ સ્થિતિ પ્રાપ્ત થશે.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.