Archive

Archive for February 6th, 2010

આજનું ચિંતન :

February 6th, 2010 No comments

આ જીવન એક સંગ્રામ છે, એમાં યુદ્ધ જેવી તત્પરતા જેઓ રાખતા નથી તેઓ હારી જાય છે, પરંતુ જેઓ પ્રયત્ન અને પુરુષાર્થનું ગાંડીવ ઉઠાવીને યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે તેઓ જ અંતે જીતે છે.

પોતાની સંપત્તિની યાદી તૈયાર કરશો નહિ કે તેનું અભિમાન કરશો નહિ. પોતાને જ સંસારની સંપત્તિ સમજો કેમ કે અન્ય લોકોના સહકારથી જ તમારું વ્યક્તિત્વ બન્યું છે અને વૈભવ વધ્યો છે.

કોઈ દેશની મહાનતા તેના વિસ્તાર પર નહિ, પરંતુ ત્યાંના રહેવાસીઓના ચરિત્ર પર આધારિત છે.

પહેલા ઈમાનદાર અને પ્રમાણિક બનો. પછી બની શકો તો કુશળ વિદ્ધાન અને સમૃદ્ધ પણ બનો.

લોકો પ્રશંસા કરે છે કે નિંદા કરે છે તેની ચિંતા છોડો. માત્ર એક વાતનો વિચાર કરો કે ઈમાનદારીથી જવાબદારીઓ પૂરી કરવામાં આવી છે કે નહિ.

સત્યની શ્રેષ્ઠતા સર્વોપરી છે. સ્પષ્ટરૂપે તેનો વિરોધ થઈ શકતો નથી.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags: