Archive

Archive for February 5th, 2010

આજનું ચિંતન :

February 5th, 2010 No comments

સૌથી મોટો અને વિભૂતિવાન માણસ તે છે, જેના અંત:કરણમાં ઉત્કૃષ્ટ જીવન જીવવાનો અને આદર્શવાદી પ્રવૃતિઓ અપનાવવાનો ઉત્સાહ નિરંતર જાગતો હોય.

આપણા જીવનનો વ્યવહાર જ આપણા હ્રદયની સચ્ચાઈનું એકમાત્ર પ્રમાણ છે.

બંધ કર્યું નથી તે બરાબર છે, પરંતુ એ પણ કયાં ખોટું છે કે આ શિલાઓએ હાર માની નથી. વાસ્તવમાં આપણે પણ ભાંગી પડવું જોઈએ નહિ અને હાર માનવી જોઈએ નહી.

તુચ્છ સ્થિતિમાં રહેતા લોકો જયારે ઊંચી સફળતાઓનાં સ્વપ્ન જુએ છે ત્યારે સ્થિતિ અને લક્ષ્ય વચ્ચે ખૂબ અંતર દેખાય છે અને લાગે છે કે આટલી પહોળી ખાઈ કૂદી શકાશે નહિ, પરંતુ અનુભવથી એવું જોવા મળ્યું છે કે તકલીફ માનતા હતા એટલી મોટી નહોતી. ધીમે પરંતુ સતત ચાલતી રહેનારી કીડી પહાડોને પાર કરી શકે છે, તો પછી ધીરજ, સાહસ, મનોયોગ કરનારી વ્યક્તિને પ્રગતિની મંજીલ પાર કરતાં કોણ રોકી શકે?

જીવન એક નાનો દિવસ છે, પરંતુ તે કામનો છે, પરંતુ તે કામનો દિવસ છે, રજાનો નહિ. સંભવ છે કે તમે કોઈ કામ કરતાં કરતાં કોઈક બૂરાઈ તરફ જઈ રહ્યા છો, પરંતુ કામ ન કરવું એ કદી કોઈ ભલાઈ તરફ નથી લઈ જઈ શક્તું.

Categories: સુવિચાર Tags: