આજનું ચિંતન :
જેના જીવનનું કોઇ નિશ્ચિત લક્ષ્ય હોતું નથી તેને ખરાબ કામનાઓ તરત જ પ્રલોભન આપે છે.
વાસનાઓ ચોર સમાન હોય છે. જેવી રીતે ચોર અંધારાનો લાભ લઈને નિર્બળ વ્યક્તિને લૂંટી લે છે, તેવી જ રીતે વાસનાઓ પણ નિર્બળ ઇચ્છાશક્તિવાળી, નિર્બળ ચારિત્ર્યવાળી મૂઢ વ્યક્તિ વ્યક્તિઓ પર હૂમલો કરે છે.
જીવનની ઉન્નતિમાં યોગ્યતાના અભાવ કરતાં સાહસના અભાવ વધારે બાધક હોય છે.
કર્તવ્યપાલન જ જીવનનું સાચું મૂલ્ય છે.
જેઓ પોતાની ઉચ્ચ વૃત્તિઓ તરફ ધ્યાન આપે છે તેઓ ઊંચા થઈ જાય છે. જેઓ સદાય પોતાની હલકી વૃત્તિઓ તરફ જ ખેંચાય છે તેઓ વાસ્તવમાં નાના રહી જાય છે.
અધિકારના મદમાં કોઈને કટુ શબ્દો કહેવા એ અસભ્યતાનો પરિચય આપવા બરાબર છે.
Categories: સુવિચાર
Recent Comments