Archive

Archive for February 3rd, 2010

વેદોની સોનેરી સૂક્તિઓ..

February 3rd, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

શ્વસિત્યપ્શુ હંસો ન સીદન્ |    ( ઋગ ૧/૬૫/૬૬)

હંસની જેમ ગુણગ્રાહક બનો

બેકાર અને ખરાબ વાતોને છોડી કેવળ ઉપયોગી હોય તેને જ સ્વીકારો.

જીવિતાં જ્યોતિરભ્યેહિ |    ( અથર્વ ૮/૨/૨)

જીવતા માણસો પ્રકાશ તરફ જાય છે

વિવેક અને પુરુષાર્થ જેમના સાક્ષી છે તેઓ જ પ્રકાશ પ્રાપ્ત કરશે.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

વેદોની સોનેરી સૂક્તિઓ..

February 3rd, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

તમો   વ્યસ્ય |    ( અથર્વ ૧૨/૩/૧૨)

અંધકારમાં પડ્યા રહો નહીં.

જે અજ્ઞાન અને આળસમાં ડૂબેલો છે તે અંધારામાં ભટકશે.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 3rd, 2010 No comments

આ સંસારમાં નબળા રહેવું તે સૌથી મોટો અપરાધ છે.

જે આત્મવિશ્વાસુ છે તેની આશા કયારેય ક્ષીણ થઈ શકતી નથી, તે ફકત ઉજ્જવળ ભવિષ્ય પર જ વિશ્વાસ રાખે છે.

ચારિત્ર્ય મનુષ્યની સૌથી મોટી સંપત્તિ છે. તેના રક્ષણ માટે જો બીજાઓની સરખામણીમાં ગરીબીનું, સાદગીનું તથા અભાવભર્યું જીવન જીવવું પડે તો તેને પોતાનું ગૌરવ સમજ્વું જોઈએ.

કર્તવ્યપાલન કરતાં કરતાં મૃત્યુને ભેટવું એને મનુષ્યજીવનની સૌથી મોટી સફળતા અને સાર્થકતા માનવામાં આવે છે.

પરિશ્રમ અને આત્મવિશ્વાસ એકબીજા વિના અધૂરા છે. લક્ષ્ય સુધી પહોંચવા માટે બંને ભેગા મળી જાય તો જ સમર્થ બની શકે છે.

પોતાના કરતાં વધારે સુખી મનુષ્યોને જોઈને તેમના પ્રત્યે ઈર્ષા ન કરો, પરંતુ પોતાના કરતાં વધારે નીચા સ્તરની વ્યક્તિનાં ઉદાહરણો જોઈને તેમની સાથે પોતાની  સરખામણી કરશો તો તમને પ્રસન્નતા થશે કે ઈશ્વરે તમને એ લોકો કરતાં કેટલી વધારે સુવિધાઓ આપી છે.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags: