Archive

Archive for February 2nd, 2010

આજનું ચિંતન :

February 2nd, 2010 No comments

દુનિયાને ચલાવવાની અને સુધારવાની જવાબદારી આપણી નથી, પરંતુ આપણી સામે જે કર્તવ્યો છે તેમને પૂરાં કરવામાં સાચા મનથી લાગી જવું અને તેમને સુંદર રીતે પૂરાં કરી બતાવવાં તે ચોક્કસ આપણી જવાબદારી છે.

જેનું હ્રદય સુંદર છે તે જ સુંદર છે. જેઓ આકૃતિમાં ખૂબ સુંદર છે, જેના શરીરનો રંગ અને ચહેરો ખૂબ આકર્ષક છે, પરંતુ જો તેના હ્રદયમાં દુર્ગુણો અને દોષો ભરેલા હોય તો તે મનુષ્ય વાસ્તવમાં ગંદો અને કુરૂપ છે.

જો પડી જાઓ તો નિરાશ ન થશો. પડી જવું ખરાબ નથી કારણ કે પડી ગયા પછી પણ ઊભા થઈ શકાય છે. જે ચઢશે છે તે જ પડે છે. ગભરાશો નહિ. ચાલો, ઊઠો અને ફરીથી આગળ વધો.

જયારે તમે ઉન્નતિ માટે પ્રવૃત્ત હો ત્યારે મોટા લોકોની સાથે રહો અને જયારે તમે શિખર પર પહોંચી જાઓ ત્યારે નાના મનુષ્યો ને સાથે રાખો.

જયારે તમે ઉન્નતિ માટે પ્રવૃત્ત હો ત્યારે મોટા લોકોની સાથે રહો અને જયારે તમે શિખર પર પહોંચી જાઓ ત્યારે નાના મનુષ્યો ને સાથે રાખો.

કોઈ એવું કામ ન કરવું જોઈએ, જેથી આપણો અંતરાત્મા જ આપણને ધિક્કારે.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags: