Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

February 1st, 2010 Leave a comment Go to comments

વિવેક વગરનો ઉત્સાહ તોફાનથી ઘેરાયેલા જહાજ જેવો હોય છે, જેના ડૂબવાની શંકા દરેક ક્ષણે રહે છે.

આ દુનિયામાં ત્રણ મોટાં સત્ય છે.

-આશા, – આસ્થા, આત્મીયતા. જેમણે સાચા મનથી આ ત્રણેયને જેટલા પ્રમાણમાં હ્રદયમાં ઉતાર્યા હશે તેમને સફળ જીવનનો આધાર એટલા જ પ્રમાણમાં જ પ્રાપ્ત થશે.

જગતમાં કેટલાક લોકો પોતાને જેમણે મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે તેવા જુદા માને છે. આમ વિચારવું કેટલું નુકસાનકારક છે તેનું અનુમાન ફક્ત એ વાત પરથી કરી શકાય છે કે આ પ્રકારના વિચાર જ કેટલીય વ્યક્તિઓને ઉન્નતિના શિખર પર પહોંચતાં અટકાવી દે છે. પોતાને અધૂરા તથા અલ્પ શક્તિશાળી માનનારા લોકો દેવતા કેવી રીતે બની શકે ?

સફળતા અને કાર્યક્ષમતાનો આયુષ્ય સાથે કોઈ સંબંધ નથી, ઉત્સાહ, લગન અને સંકલ્પ મજબૂત બની જાય તો કોઈ પણ ઉંમર કે સ્થિતિમાં યુવાન રહી શકાય છે.

જેને નૈતિકતા પ્રત્યે આસ્થા તો હોય, પરંતુ તે માટે લડવાની હિંમત ન હોય તે ભલે ગમે તેટલી ડીગ્રીઓ લઈ ચૂકયો હોય, છતાં તેને સુશિક્ષિત કહી શકાય નહિ.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.