Archive

Archive for January 30th, 2010

વેદોની સોનેરી સૂક્તિઓ..

January 30th, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

સુગ: પન્થા અનૃક્ષર આદિત્યાસ ઋતં યતે |    ( ઋગ્ ૧/૪૧/૧૪.)

સત્યમાર્ગ પર ચાલનારાઅઓનું જીવન સરળ બની જાય છે.

કંટકપૂર્ણ માર્ગ જુઠાઓ માટે છે, સત્યપ્રેમીને માટે તો સર્વત્ર સરળતા છે.

આજનું ચિંતન :

January 30th, 2010 No comments

જંગલોમાં ભયંકર તોફાન આવે ત્યારે જે એકલાં ઊભાં હોય તે વૃક્ષો ઊખડી જાય છે. પછી તે ભલે ગમે તેટલાં વિશાળ હોય. આનાથી ઊલટું, ગીચ ઊગેલાં વૃક્ષો એકબીજાની નજીક હોવાથી તે દબાણને સહજ રીતે સહી લે છે. તોફાન એમનું કાંઈ બગાડી શક્તું નથી. આ સહકાર અને મદદનો ચમત્કાર છે.

મહામાનવ સંત, સુધારક અને શહીદ જેવું જીવન જીવે છે. તેઓ પોતાના ચરિત્ર અને પ્રયત્નોથી અસંખ્ય લોકોને ઊંચે ઉઠાવે છે. તેમને દેવાત્મા કે ઋષિ કહે છે. ઋષિ અવતારસત્તાના જ અંશ હોય છે.

પ્રસન્નતા પુરસ્કાર નથી, પરંતુ સાચી રીતે વિચારવાની ટેવનું પરિણામ છે. આ રીતે દુ:ખ કોઈ દંડ નથી, પરંતુ ખોટી રીતે વિચારવાની સહજ પ્રતિક્રીયા છે.

કોઈ વાતને માત્ર એટલા માટે મહત્વ ન આપો કે તે જૂની છે અથવા મોટા લોકો દ્વારા કહેવામાં આવી છે. કોઈ વાતનું મહત્વ એટલા માટે જ ઓછું ન આંકો કે તેનું ઓછા સમયમાં પ્રતિપાદન થયું છે અથવા થોડા લોકો તેનું અનુસરણ કરે છે. વિવેકની કસોટીમાં જે ઊતરે તે અપનાવવું જોઈએ, પછી ભલે તે જૂનું હોય કે નવું.

વિચારવાન માણસ પોતાની અસફળતાઓ માટે બીજાઓને દોષ દેતો નથી, પરંતુ ગંભીરતાપૂર્વક એવી ત્રુટીઓને શોધે છે, જેના કારણે તેને પાછા પડવું પડયું.

સાધનોની ઊણપ અને પરિસ્થિતિઓની વિકટતા હોવા છતાં પણ પ્રચંડ સંકલ્પશક્તિ અને અદમ્ય સાહસિકતાના બળે મનુષ્ય ઘણુંબધું કરી શકે છે.

Categories: સુવિચાર Tags: