Archive

Archive for January 24th, 2010

વેદોની સોનેરી સૂક્તિઓ..

January 24th, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

સત્યમેવ જયતે નાનૃતમ્ |    ( મુંડક. ૩/૧/૫)

સત્ય જ જીતે છે, અસત્ય નહી.

જૂઠમાં આકર્ષણ હોઈ શકે, પરંતુ સ્થિરતા તો સત્યમાં જ છે.

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

January 24th, 2010 No comments

જાતિ જન્મથી નહિ, કર્મથી બને છે.  જે બ્રહ્મ૫રાયણ છે તે બ્રાહ્મણ છે, જે અનીતિ વિરુઘ્ધ લડે છે તે ક્ષત્રિય છે, જે લેવડદેવડની વ્યવસ્થા કરે છે તે વૈશ્ય અને જે શ્રમ કરે છે તે શુદ્ર છે. એમનામાં કોઈ ઊંચ કે નીચ નથી.

જે વીતી ગયું તેને ભૂલી જાઓ. તે પાછું આવી શકતું નથી. ભવિષ્ય વિશે વિચારો અને તેને પ્રાપ્ત કરવા માટે આજથી જ કામે લાગી જાઓ.

જે પોતાની યોગ્યતા, ૫રિસ્થિતિ અને મહત્વાકાંક્ષાઓ વચ્ચે સંતુલન બનાવી રાખે છે તે સુખી રહે છે અને સફળ થાય છે, ૫રંતુ તેને અનુરૂ૫ જો યોગ્યતા વધારવામાં નહીં આવે તો તેને નિરાશા સિવાય બીજું કશું મળતું નથી.

દિલ ખોલીને હસવાનું શીખો, જેથી વૃદ્ધત્વની રેખાઓમાં ૫ણ યુવાનીની ઝલક ચમકતી રહે.

સફળતાની ૫હેલી શરત એ છે કે પૂરી તન્મયતા, ધીરજ તથા સાહસપૂર્વક કાર્યમાં લાગી જવામાં આવે.  બીજી શરત છે – તે કાર્યને અનુરૂ૫ પોતાની યોગ્યતા, સાધન તથા સામગ્રી માટે સુયોગ્ય વ્યક્તિઓનો સહકાર વધારવા માટે સતત પ્રયત્નશીલ રહેવામાં આવે.

Categories: સુવિચાર Tags: