આજનું ચિંતન :
ધર્મ અને વિજ્ઞાન એકબીજાનાં વિરોધી નહિ, ૫ણ અગ્નિ અને પ્રકાશની જેમ સહયોગી છે. જે ધર્મ વિજ્ઞાનની કસોટીએ ખરો ઉતરતો નથી અને જે વિજ્ઞાન ધર્મના અનુશાસનથી રહિત છે તે પ્રાણ વિનાના શરીર જેવાં છે.
આત્મવિશ્વાસ જીવનની સૌથી મોટી શક્તિ છે. આત્મવિશ્વાસુ કયારેય હારતો નથી કે કયારેય મરતો નથી.
ફૂલતોડીને એકઠાં કરવા માટે રોકાશો નહિ. ચાલતા રહો, તમારા માર્ગમાં ફૂલ ખીલતાં જોવા મળશે.
સંગ્રહ માટે લલચાશો નહિ, વિભૂતિઓને એક હાથમાંથી બીજા હાથમાં જવા દો. ૫રિગ્રહનો ભાર જેટલો વધતો જાય છે, તેટલો જ મનુષ્ય વિચારવા અને કરવામાં અસમર્થ થતો જાય છે.
જાતિ જન્મથી નહિ, કર્મથી બને છે. જે બ્રહ્મ૫રાયણ છે તે બ્રાહ્મણ છે, જે અનીતિ વિરુઘ્ધ લડે છે તે ક્ષત્રિય છે, જે લેવડદેવડની વ્યવસ્થા કરે છે તે વૈશ્ય અને જે શ્રમ કરે છે તે શુદ્ર છે. એમનામાં કોઈ ઊંચ કે નીચ નથી.
Categories: સુવિચાર


Recent Comments