Home > પં.શ્રીરામ શર્મા આચાર્ય > પ્રેરણા દાયક પ્રવચન : પોતાની ભૂલોનો સ્વીકાર કરો

પ્રેરણા દાયક પ્રવચન : પોતાની ભૂલોનો સ્વીકાર કરો

January 3rd, 2010 Leave a comment Go to comments

પોતાની ભૂલોનો સ્વીકાર કરો  :

માણસ જ્યારે કોઈ ભૂલ કરે છે ત્યારે એને એની ભૂલને લીધે બીક લાગે છે. એ વિચારે છે કે જો હું ભૂલનો સ્વીકાર કરીશ તો હું અપરાધી કહેવાઈશ. લોકો મને ખરાબ કહેશે અને ભૂલનો ભોગ બનવું પડશે. એ વિચારે છે કે આવી બધી ઉપાધિઓથી બચવા માટે સારું એ છે કે ભૂલનો સ્વીકાર ના કરું. એને સંતાડું કે બીજાના માથે ઢોળી દઉં.

આવી વિચાર ધારાથી પ્રેરાઈને ખોટું કામ કરનાર હંમેશા ખોટમાં રહે છે. એક ભૂલ છુપાવવાથી વારંવાર ભૂલો કરવાની હિંમત આવે છે એને લીધે અનેક ભૂલો કરવાની અને ગુનો છુપાવવાની ટેવ પડી જાય છે. ગુનાઓના ભારથી અંત:કરણ મેલું અને દૂષિત બની જાય છે અને છેલ્લે માણસ દોષો અને ગુનાઓની ખાણ બની જાય છે.

ભૂલનો સ્વીકાર કરવાથી મનુષ્યનું મહત્વ ઘટી જતું નથી, પરંતુ એના મહાન આધ્યાત્મિક પાસાનો ખ્યાલ આવે છે. ભૂલને સ્વીકારવી એ બહુ મોટી બહાદુરી છે. જે લોકો પોતાની ભૂલનો સ્વીકાર કરે છે અને પ્રતિજ્ઞા કરે છે કે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરું તેઓ ધીમે ધીમે સુધરી જીવનમાં ખૂબ આગળ વધે છે. ભૂલને સ્વીકારવી અને સુધારવી એ આત્મોન્નતિનો ઉત્તમ માર્ગ છે. તમે ઈચ્છો તો પોતાની ભૂલ સ્વીકારી તમે નિર્ભય અને મજબૂત મનોબળવાળા બની શકો છો. આત્મબળ અને મનોબળ મજબૂત બનાવી અધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી શકાય છે. આત્માની ઉન્નતિથી આગલા જન્મમાં તમે મહાન બનવા તૈયારી કરી શકો છો. ભૂલને સુધારી લેવાથી જીવન સુખી બની શકે છે.

  1. No comments yet.
  1. No trackbacks yet.