Home > પં.શ્રીરામ શર્મા આચાર્ય > માનસિક વિકાસનો અડગ નિયમ

માનસિક વિકાસનો અડગ નિયમ

January 3rd, 2010 Leave a comment Go to comments

માનસિક વિકાસનો અડગ નિયમ

જે પ્રકારના વિચારો આપણે રોજ કરીએ છીએ એ વિચારોના અણુઓનો મગજમાં સંગ્રહ થાય છે.  મગજનો ઉપયોગ શ્રેષ્ઠ, યોગ્ય અને સત્કાર્યોમાં કરવાથી માનસિક શક્તિનો વિકાસ થાય છે અને મગજ આળસું બનતું અને કુમાર્ગે જ્તું અટકે છે.

મગજને શ્રેષ્ઠ કે નકામું બનાવવું એ તમારા હાથમાં છે.  વિચારો અને મનન કરો. ગુસ્સો કરવાથી ગુસ્સાવાળા અણુઓની સંખ્યા વધે છે. ચિંતા, શોક, ભય તથા અફ્સોસ કરવાથી આ કુવિચારોના અણુઓને પોષણ મળે છે અને મગજ નબળું બને છે.  ભૂતકાળની દુર્ઘટનાઓને કે દુ:ખદ પ્રસંગોને યાદ કરી, દુ:ખ કે શોકને વશ થઈ મગજને નિર્બળ ના બનાવો, શરીરમાં બળ હોય, પણ જો એનો ઉપયોગ ન કરવામાં આવે તો એ બળ નાશ પામે છે.

એવી રીતે વિચાર વગરનું મગજ પણ ક્ષીણ થઈ જાય છે. નવા વિચારોનું મનમાં સ્વાગત કરવાથી મગજનો વ્યાપાર બહોળો થાય છે તથા મન પ્રફુલ્લિત બને છે.  જીવન અને આત્મબળમાં વૃદ્ધિ થાય છે.  મન તેમજ બુદ્ધિ તેજસ્વી બને છે.  જે વિચાર આપણા મગજમાં હોય છે તે જ આપણા જીવનને તેજસ્વી બનાવે છે. જે કલાનો વિચાર કે અભ્યાસ કરશો એમાં નિપુણતા મળશે.  મગજના જે ભાગનો ઉપયોગ કરશો એની શક્તિનો વિકાસ થશે તમારા વિચારો જેટલા શ્રષ્ઠ અને સશકત હશે તેટલું તમારું આત્મબળ મજબૂત બનશે અને એનો વિકાસ થશે અને અધ્યાત્મના માર્ગે તમે ઝડપથી પ્રગતિ કરી શકશો.

  1. No comments yet.
  1. No trackbacks yet.