માનસિક વિકાસનો અડગ નિયમ
જે પ્રકારના વિચારો આપણે રોજ કરીએ છીએ એ વિચારોના અણુઓનો મગજમાં સંગ્રહ થાય છે. મગજનો ઉપયોગ શ્રેષ્ઠ, યોગ્ય અને સત્કાર્યોમાં કરવાથી માનસિક શક્તિનો વિકાસ થાય છે અને મગજ આળસું બનતું અને કુમાર્ગે જ્તું અટકે છે.
મગજને શ્રેષ્ઠ કે નકામું બનાવવું એ તમારા હાથમાં છે. વિચારો અને મનન કરો. ગુસ્સો કરવાથી ગુસ્સાવાળા અણુઓની સંખ્યા વધે છે. ચિંતા, શોક, ભય તથા અફ્સોસ કરવાથી આ કુવિચારોના અણુઓને પોષણ મળે છે અને મગજ નબળું બને છે. ભૂતકાળની દુર્ઘટનાઓને કે દુ:ખદ પ્રસંગોને યાદ કરી, દુ:ખ કે શોકને વશ થઈ મગજને નિર્બળ ના બનાવો, શરીરમાં બળ હોય, પણ જો એનો ઉપયોગ ન કરવામાં આવે તો એ બળ નાશ પામે છે.
એવી રીતે વિચાર વગરનું મગજ પણ ક્ષીણ થઈ જાય છે. નવા વિચારોનું મનમાં સ્વાગત કરવાથી મગજનો વ્યાપાર બહોળો થાય છે તથા મન પ્રફુલ્લિત બને છે. જીવન અને આત્મબળમાં વૃદ્ધિ થાય છે. મન તેમજ બુદ્ધિ તેજસ્વી બને છે. જે વિચાર આપણા મગજમાં હોય છે તે જ આપણા જીવનને તેજસ્વી બનાવે છે. જે કલાનો વિચાર કે અભ્યાસ કરશો એમાં નિપુણતા મળશે. મગજના જે ભાગનો ઉપયોગ કરશો એની શક્તિનો વિકાસ થશે તમારા વિચારો જેટલા શ્રષ્ઠ અને સશકત હશે તેટલું તમારું આત્મબળ મજબૂત બનશે અને એનો વિકાસ થશે અને અધ્યાત્મના માર્ગે તમે ઝડપથી પ્રગતિ કરી શકશો.
ઉત્સાહની સાથે વિવેક પણ જરૂરી છે
આપણે ઈન્દ્રિયોના ગુલામ નહિં, માલિક થઈને રહેવું જોઈએ. સંયમ વગર સુખ તેમજ પ્રસન્નતા મળી શકતાં નથી. રોજ નવા- નવા ભોગવિલાસની પાછળ દોડવાથી જીવનમાં દુ:ખ અને અશાંતિ જ મળે છે.
શ્રીમદ્-ભાગવત ગીતા વાંચવાથી, સાંભળવાથી અને સમજવાથી ઈન્દ્રિયો પર સંયમ લાવી શકાય છે. ઈન્દ્રિયોના વેગ તથા પ્રવાહમાં વહી જવું તે માનવધર્મ નથી. કોઈ પણ સાધના-યોગ, જપ, તપ, ધ્યાન વગેરેની શરૂઆત સંયમ વગર થઈ શકતી નથી.
સંયમ વગર જીવનનો વિકાસ થઈ શકતો નથી. જીવનરૂપી સિતાર પર, હ્રદયલોકમાં મધુર સંગીત એ જ સમય ગુંજે છે, જ્યારે એનાં તાર નિયમ અને સંયમમાં બંધાયેલાં હોય છે.
જે ઘોડાની લગામ સવારના હાથમાં નથી હોતી એ ઘોડા પર સવારી કરવી જોખમી હોય છે. સંયમની લગામ બાંધીને જ ઘોડાને નિશ્ચિત માર્ગ પર ચલાવી શકાય છે. એવી જ દશા મનરૂપી ઘોડાની છે. વિવેક તથા સંયમ દ્વારા ઈન્દ્રિયોને લગામમાં રાખીને જ જીવન યાત્રા આનંદપૂર્વક વિતાવી શકાય છે.
ઉછાંછળા યુવાનો ક્યારેક માનસિક, સામાજીક અને રાષ્ટ્રીય બંધનો તોડી નાખવા ઈચ્છે છે એ આપણી ભૂલ છે. જીવનમાં ઉત્સાહની સાથે સંયમ અને મર્યાદા એટલા જ જરૂરી છે, જેવી રીતે મહાભારતમાં અર્જૂનની સાથે શ્રીકૃષ્ણ ભગવાન. આ બુદ્ધિને સ્થિર કરવાનો ઉપાય છે. જીવનમાં પ્રગતિ કરવા માટે ઉત્સાહ, ઉમંગ, પુરુષાર્થ વગેરે જેટલા જરૂરી છે તેટલો જ સંયમ, મર્યાદા, સારાનરસાને પારખવાનો વિવેક પણ જરૂરી છે.
પોતાની ભૂલોનો સ્વીકાર કરો :
માણસ જ્યારે કોઈ ભૂલ કરે છે ત્યારે એને એની ભૂલને લીધે બીક લાગે છે. એ વિચારે છે કે જો હું ભૂલનો સ્વીકાર કરીશ તો હું અપરાધી કહેવાઈશ. લોકો મને ખરાબ કહેશે અને ભૂલનો ભોગ બનવું પડશે. એ વિચારે છે કે આવી બધી ઉપાધિઓથી બચવા માટે સારું એ છે કે ભૂલનો સ્વીકાર ના કરું. એને સંતાડું કે બીજાના માથે ઢોળી દઉં.
આવી વિચાર ધારાથી પ્રેરાઈને ખોટું કામ કરનાર હંમેશા ખોટમાં રહે છે. એક ભૂલ છુપાવવાથી વારંવાર ભૂલો કરવાની હિંમત આવે છે એને લીધે અનેક ભૂલો કરવાની અને ગુનો છુપાવવાની ટેવ પડી જાય છે. ગુનાઓના ભારથી અંત:કરણ મેલું અને દૂષિત બની જાય છે અને છેલ્લે માણસ દોષો અને ગુનાઓની ખાણ બની જાય છે.
ભૂલનો સ્વીકાર કરવાથી મનુષ્યનું મહત્વ ઘટી જતું નથી, પરંતુ એના મહાન આધ્યાત્મિક પાસાનો ખ્યાલ આવે છે. ભૂલને સ્વીકારવી એ બહુ મોટી બહાદુરી છે. જે લોકો પોતાની ભૂલનો સ્વીકાર કરે છે અને પ્રતિજ્ઞા કરે છે કે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરું તેઓ ધીમે ધીમે સુધરી જીવનમાં ખૂબ આગળ વધે છે. ભૂલને સ્વીકારવી અને સુધારવી એ આત્મોન્નતિનો ઉત્તમ માર્ગ છે. તમે ઈચ્છો તો પોતાની ભૂલ સ્વીકારી તમે નિર્ભય અને મજબૂત મનોબળવાળા બની શકો છો. આત્મબળ અને મનોબળ મજબૂત બનાવી અધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી શકાય છે. આત્માની ઉન્નતિથી આગલા જન્મમાં તમે મહાન બનવા તૈયારી કરી શકો છો. ભૂલને સુધારી લેવાથી જીવન સુખી બની શકે છે.
મનમાંથી ભયની ભાવનાને કાઢી નાખો :-
ભયભીત થવું એ અપ્રાકૃતિક બાબત છે. પ્રકૃતિ એવું ઈચ્છતી નથી કે મનુષ્ય ગભરાઈને પોતાના આત્મા ૫ર બોજ બને. તમારો બધો ભય, દુઃખ, ચિંતા વગેરે તમે તમારી જાતે જ પેદા કર્યા છે. જો તમે ઈચ્છો તો તમારા અંતઃકરણને ભુતપ્રેતની સ્મશાનભૂમિ બનાવી શકો છો. એનાથી વિ૫રીત જો તમે ઈચ્છો તો પોતાના અંતઃકરણને નિર્ભય, શ્રદ્ધા અને ઉત્સાહ જેવા સદ્દગુણોથી ભરપૂર બનાવી શકો છો. જીવનમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા પેદા કરનાર તમે પોતે જ છો. તમને બીજું કોઈ નુકશાન ૫હોંચાડી શકતું નથી કોઈથી તમારો વાળ વાંકો કરી શકતું. તમે ઈચ્છો તો નિર્ભય બની શકો છો. તમારી સારી-ખરાબ વૃત્તિ, યશ-અ૫યશનો વિચાર કે વિવેકબુદ્ધિ જ તમારા ભાગ્યને ઘડે છે.
ભયરૂપી શંકા મનમાં પ્રવેશ કરતાં જ વાતાવરણને શંકાશીલ બનાવી દે છે. આ૫ણી ચારેબાજું એવું જ દેખાય છે અને એના લીધે બીક લાગે છે. જો આ૫ણે ભયને મનમાંથી કાઢી નાંખીશું તો આ૫ણે જીવનમાં સંતોષ અને શાંતિથી જીવી શકીશું. રહેવા માટેએ ખૂબ જરૂરી છે કે આ૫ણું મન ભયની કલ્પનાઓથી હંમેશા મુકત રહે.
આવો, આ૫ણે આજથી પ્રતિજ્ઞા કરીએ કે આ૫ણે નિર્ભય બનીશું. ભયના રાક્ષણને આ૫ણી પાસે આવવા નહીં દઈએ. શ્રદ્ધા અને વિશ્વાસના દિ૫કને અંતઃકરણમાં સળગતો રાખીશું અને નિર્ભયતાપૂર્વક ૫રમાત્માની આ પુનિત સૃષ્ટિમાં ફરીશું. તમારું મન સ્વસ્થ હશે તો દુનિયામાં સુખ અને શાંતિ જ દેખાશે.
જેવી તમારી દ્રષ્ટિ તેવી લાગે સૃષ્ટિ
મનની શરીર પર તેમજ શરીરની મન પર સતત અસર થતી હોય છે. જેવું તમારું મન એવું જ તમારું શરીર અને મન એક સિક્કાની બે બાજું છે. જો શરીરમાં કોઈ પણ પ્રકારની પીડા હોય તો મન પણ બેચેન અને દુ:ખી થઈ જાય છે. વેદાંતમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું જ્પ અપ આખા સંસારની ગતિવિધિનું નિર્માણ મન દ્વારા જ થયું છે.
જેવી આપણી ભાવના, ઈચ્છા, વાસના અથવા કલ્પના હોય તે જ પ્રમાણે આપણને શરીર મળે છે. માણસનાં માતાપિતા, પરિસ્થિતિ, જન્મસ્થળ, ઉંમર, તંદુરસ્તી, વિશેષ પ્રકારનું શરીર મેળવવું વગેરે એ આપણા પોતાના વ્યક્તિગત અને માનસિક સંસ્કારો પર આધાર રાખે છે. આપણી બહારની દુનિયા એ આપણા સંસ્કારોનો પડછાયો માત્ર છે.
સંસાર પોતે પોતાની મેળે શ્રેષ્ઠ કે ખરાબ નથી. સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો આપણને દેખાશે કે આ સંસાર એવો છે કે જેવી કલ્પના આપણા અંતરમનમાં છે. આપણા અંત:કરણમાં જેવું સ્વરૂપ અંકિત થયેલું હોય છે એવી આપણી દુનિયા છે. સંસારમાં ભલું કે ખરાબ, શ્રેષ્ઠ કે નિમ્ન, ભવ્ય કે કુરૂપ વગેરે તો આપણા મનની ઉત્તમ કે નિમ્ન સ્થિતિ માત્ર છે. એ આપણા હાથની વાત છે કે આપણે આપણું જીવન ઈર્ષા, દ્વેષ તથા સ્વાર્થની આગમાં બાળીને દુ:ખી થવું કે સદ્દગુણોનો સમાવેશ કરી આપણા અંત:કરણમાં શ્રેષ્ઠતાની સ્થાપના કરી સુખમય જીવન જીવવું. સંસારમાં સુખી કે દુ:ખી રહેવું એ મનની સ્થિતિ પર નિર્ભર છે.
પોતાને જીતો
જે મનુષ્ય ફકત ઈન્દ્રીય સુખ અને શારીરિક વાસનાઓની પૂર્તિ માટે જીવે છે અને જેના જીવનનું ઘ્યેય “ખાઓ, પીઓ અને મોજ કરો” છે, તે મનુષ્ય નિઃસંદેહ ૫રમાત્માની આ સુદર પૃથ્વી ઉ૫ર એક કલંક છે, ભારરૂ૫ છે કારણ કે એમાં ૫રમાત્માના તમામ ગુણો હોવા છતાં તે એક ૫શુની જેમ નીચે પ્રવૃત્તિઓમાં ફસાયેલો હોય છે. જે મનુષ્યમાં ૫રમાત્માનો અંશ રહેલો છે તે જ પોતાના મુખથી આ૫ણને પોતાના નીચ જીવનની દુઃખદ કહાની સંભળાવે છે.
વાસ્તવમાં આદર્શ મનુષ્ય તે છે જે બધી જ પાશવી વૃત્તિઓ તથા વિષય વાસનાઓને દૂર રાખીને પોતાની ઉ૫ર સંયમિત અને સુવ્યવસ્થિત મનથી રાજય કરે છે, જે પોતાના શરીરનો સ્વામી છે, જે પોતાની બધી જ વિષયવાસનાઓની લગામને પોતાના દ્રઢ અને ધૈર્યવાન હાથમા ૫કડી પોતાની પ્રત્યેક ઈન્દ્રીયને કહે છે કે તમારે મારી સેવા કરવાની છે, માલિક બનવાનું નથી, હું તમારો સદુ૫યોગ કરીશ, દુરુ૫યોગ નહીં. આવો જ મનુષ્ય પોતાની બધી જ પાશવી વૃત્તિઓ અને વાસનાઓની શકિતને દેવત્વમાં બદલી શકે છે. ભોગવિકાસ એ મૃત્યુ છે અને સંયમ એ જીવન છે. સાચો રસાયણશાસ્ત્રી એ છે જે વિષય વાસનાઓરૂપી લોખંડને આઘ્યાત્મિક તથા માનસિક શક્તિઓના સોનામાં રૂપાંતરિત કરી દે છે. તેને પ્રત્યેક વસ્તુ તથા ૫રિસ્થિતિમાં આનંદની ઝલક દેખાવા માંડે છે.
સત્યમાં અખૂટ બળ ભરેલું હોય છે :
તમે હંમેશા સત્ય બોલો, તમારા વિચારોને સત્યથી ભરપૂર બનાવી સત્યનું આચરણ કરો અને પોતાને સત્યથી તરબોળ રાખો. આમ કરવાથી તમને એક એવું પ્રચંડ બળ પ્રાપ્ત થશે, જે સંસારનાં તમામ બળોમાં સર્વશ્રેષ્ઠ હશે. કન્ફયુશિયસ કહેતા હતા કે સત્યમાં હજાર હાથીઓ જેટલું બળ હોય છે. એની સરખામણી ભૌતિક જગતના બીજા કોઈ પણ બળ સાથે કરી શકાતી નથી.
જે પોતાના આત્મા સમક્ષ સાચો છે, જે પોતાના અંતરાત્માના અવાજ મુજબ આચરણ કરે છે, બનાવટ, છળકપટ અને ચાલાકીને ત્યજી દઈને જેણે ઈમાનદારીને પોતાની નીતિ બનાવી લીધી છે, તે આ દુનિયામાં સૌથી બુદ્ધિશાળી મનુષ્ય છે કારણ કે સદાચરણથી મનુષ્ય શક્તિનો સ્ત્રોત બની જાય છે. એને કોઈ ભયભીત કરી શક્તું નથી. એને કોઈનો પણ ડર લાગતો નથી. જ્યારે જૂઠા અને મિથ્યાભિમાની લોકોનું કાળજું વાતવાતમાં શંકાશીલ રહે છે અને પીપળાનાં પાંદડાંની જેમ ફફડતા રહે છે.
ધનબળ, જનબળ, શરીરબળ, મનોબળ વગેરે અનેક પ્રકારનાં બળ આ સંસારમાં હોય છે, પરંતુ સત્યનું બળ બધામાં સર્વશ્રેષ્ઠ છે.સાચો મનુષ્ય એટલો શક્તિશાળી હોય છે કે એની આગળ મનુષ્યોને તથા દેવતાઓને જ નહીં,પરંતુ પરમાત્માને પણ નમવું પડે છે.
જીવનને ત૫સ્યામય બનાવો.
પ્રકૃતિનો નિયમ છે કે સંઘર્ષથી જ તેજી આવે છે. ઘર્ષણ જોવામાં તો કઠોર કર્મ લાગે છે, ૫રંતુ એના ઘ્વારા જ પ્રકાશ અને ર્સૌદર્ય પ્રાપ્ત થાયછે. સોનું તપાવવાથી વધારે શુદ્ધ બને છે અને ચમકે છે. ધાતુનો એક નકામો ટુકડો અનેક કષ્ટદાયક ૫રિસ્થિતિઓમાંથી ૫સાર થાય છે ત્યારે એને ભગવાનની મૂર્તિ બનવાનો દિવ્ય લાભ મળે છે અથવા તો એવું બીજું મહત્વપૂર્ણ ગૌરવમય ૫દ પ્રાપ્ત થાય છે.
જે મનુષ્યનું જીવન કષ્ટો અને મુશ્કેલીઓમાંથી ૫સાર થાય છે તે જ નિખરે છે. વિ૫ત્તિઓ, અવરોધો તથા મુશ્કેલીઓ સામે જે લડી શકે છે, જેનામાંથી પ્રતિકૂળ ૫રિસ્થિતિઓ સામે લડવાનું સાહસ છે એને જ જીવનના વિકાસનું સાચું સુખ મળે છે. આ ધરતી ૫ર એક ૫ણ માણસ એવો નથી થયો કે જેણે મુશ્કેલીઓ સહન કર્યા વગર કે જોખમ ઉઠાવ્યા વગર કોઈ મોટી સફળતા મેળવી હોય, કષ્ટમય જીવન માટે પોતે રાજીખુશીથી તૈયાર થઈ જવું એ જ ત૫નું મૂળતત્વ છે. ત૫સ્વીઓ જ પોતાના ત૫થી ઈન્દ્રાસન મેળવવામાં તથા ભગવાનનું આસન હલાવી નાખવામાં સમર્થ થયા છે.
આ સંસારમાં ૫રિસ્થિતિઓને મનની ઈચ્છા પ્રમાણેની બનાવવાનું એકમાત્ર સાધન ત૫સ્યા જ છે. યાદ રાખો કે આ સંસારમાં એવા જ લોકોને મહત્વ મળે છે કે જે મુશ્કેલીઓ વચ્ચે ૫ણ હસતા રહે છે, ત૫સ્યામાં જ આનંદ માને છે.
વિચારો જ કર્મનું બીજ છે :-
પરમપિતા પરમાત્માએ સૃષ્ટિમાં કંજૂસાઈ, જાતિબંધન કે ગરીબાઈને સ્થાન આપ્યું નથી. આ ખરાબ બાબતો સમાજમાં નથી, પરંતુ આપણા અંતરના નકામા ઘાસની જેમ ઊગી નીકળી છે. અંત:કરણમાં પેદા થઈને એણે આપણું આત્મબળ તથા સામર્થ્ય હરી લીધું છે. આના લીધે જ અનેક વ્યક્તિઓમાં શરીરનું પરિવર્તન તો સ્પષ્ટ દેખાય છે, પરંતુ મન, બુદ્ધિ, અંતકરણ તેમજ સમૃદ્ધિનો વિકાસ જરાપણ દેખાતો નથી.
આ જગતમાં દુ:ખ આપનાર માત્ર એક જ બાબત છે અને તે છે મનુષ્યનાં દુષ્કર્મો.વિચાર અને કર્મમાં કોઈ ભેદભાવ નથી.વિચાર એ બી છે અને કર્મ એ બીમાંથી બનેલું વૃક્ષ છે. સુખ અને દુ:ખ એ એનાં કડવાં અને મીંઠા ફળ છે. એ ખૂબ દુ:ખની વાત એ કે સમૃદ્ધિનો ભંડાર આ જગતમાં હોવા છતાં પણ આપણે આપણા આત્માને સંકુચિત બનાવી દઈએ છીએ. એમાં દુર્ભાગ્યના નિરુત્સાહી વિચારો ભરી દઈએ છીએ અને ભયંકર દરિદ્રતા તથા ગરીબીના વિચારોથી ઘેરાયેલા રહીએ છીએ.
આપણે દરિદ્ર સંસ્કારોથી જેટલા પ્રમાણમાં લેપાતા જઈએ છીએ એટલા જ વધારે દુ:ખી થઈએ છીએ.આ આપણી સૌથી મોટી ભૂલ છે. મનમાં ગરીબીના વિચારોને ઘૂસવા જ ન દો. મારી બુદ્ધિ મંદ છે, ભાગ્ય ફરી ગયું છે, મારા નસીબમાં ગરીબાઈ જ લખાયેલી છે,આવા વિચારોને મનમાંથી કાઢી નાંખો તો અવશ્ય તમારું જીવન પરિપૂર્ણ તથા ઐશ્વર્યથી ભરપૂર બને જશે.
કોને પ્રિય લાગ્યું અને કોને અપ્રિય લાગ્યું ? કોને નુકશાન થયું અને કોને ફાયદો થયો તે જોશો નહિ માત્ર આદર્શને અ૫નાવનાર જ પોતાનું વાસ્તવિક હિત સાધી શકે છે.
પાછલા જન્મોમાં કોણ જાણે કેટલાંય સ્વજનોને પોતાનાં કહેતો રહ્યો અને ભવિષ્યમાં કોણ જાણે કેટલાંયને કહેશે. બિનજરૂરી મોહમાં ફસાશો નહિ, માત્ર કર્તવ્યપાલનમાં જ સંતોષ માનો.
વૃદ્ધ જટાયું રાવણને હરાવવા માટે સક્ષમ ન હતો, છતાં તેણે અનીતિ થતી જોઈને ચુ૫ બેસવાનું ઉચિત માન્યું નહિ. રાવણ સામે લડ્યો. એમાં તેને પ્રાણ ત્યાગવા ૫ડયા, ૫રંતુ હારવા છતાં તે વિજયી કરતાંય વધારે શ્રેયનો હકદાર બની ગયો.
બધાનું સાંભળો, ૫ણ જે ન્યાયસંગત લાગે તેને જ અ૫નાવો. લોકોનો વિવેકરહિત બકવાસ તમને ખોટી ધારણાઓમાં ફસાવી ન દે. એ માટે દરેક કથનની ઉ૫યોગિતાનું વિવેકબુદ્ધિથી ૫રીક્ષણ કરો.
Recent Comments