Archive

Archive for January, 2010

વેદોની સોનેરી સૂક્તિઓ..

January 31st, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

ભદ્રં કર્ણેભિ: શૃનુયામ |    ( યજુ ૩૦)

કાનો વડે સારા વિચાર જ સાંભળો.

બીજાંઓની નિન્દા અને ત્રૂટિઓને સાંભળવામાં પોતાનો સમય ન બગાડો.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

January 31st, 2010 No comments

આદતો આપણે પાડતા હોઈએ છીએ, ભલે તેનો અભ્યાસ યોજના બનાવીને કરવામાં આવ્યો હોય અથવા વલણ, સંપર્ક, વાતાવરણ, પરિસ્થિતિ વગેરે કારણોથી અનાયાસ જ થતો ગયો હોય. આ આદતો જ મનુષ્યનું વાસ્તવિક વ્યક્તિત્વ કે ચરિત્ર હોય છે. મનુષ્ય શું વિચારે છે તથા શું ઈચ્છે છે તેનું વધારે મહત્વ નથી. પરિણામ તો એ બધી પ્રવૃત્તિઓનું જ આવે છે, જે આદતોને અનુરૂપ કામ કરે છે. ફળ તો કર્મ જ ઉત્પન્ન કરે છે. તે કર્મો અન્ય કારણો ઉપરાંત મુખ્યત્વે આદતોથી પ્રેરિત હોય છે.

બેઈમાની અને ચાલાકી વડે મેળવેલા વૈભવનો રુઆબ અને માનપાન રેતીની દીવાલ જેવાં હોય છે. જે થોડીક જ હવા ફુંકાય તો જમીનદોસ્ત થઈ જાય છે.

તુચ્છ સ્થિતિમાં રહેતા લોકો જયારે ઊંચી સફળતાઓનાં સ્વપ્ન જુએ છે ત્યારે સ્થિતિ અને લક્ષ્ય વચ્ચે ખૂબ અંતર દેખાય છે અને લાગે છે કે આટલી પહોળી ખાઈ કૂદી શકાશે નહિ, પરંતુ અનુભવથી એવું જોવા મળ્યું છે કે તકલીફ માનતા હતા એટલી મોટી નહોતી. ધીમે પરંતુ સતત ચાલતી રહેનારી કીડી પહાડોને પાર કરી શકે છે, તો પછી ધીરજ, સાહસ, મનોયોગ કરનારી વ્યક્તિને પ્રગતિની મંજીલ પાર કરતાં કોણ રોકી શકે?

બેજવાબદારી અને લાપરવાહીની જેટલી નિંદા થાય છે તેટલી અસફળતાની થતી નથી.

સદ્દગુણી દેખાતી વ્યક્તિઓના દુર્ગુણયુકત વ્યવહારને જોઈને સમાજ તેમને દુર્ગુની તથા વ્યસની લોકોના દુર્ગુણો અને વ્યસનો કરતાં વધારે ઉપહાસપાત્ર માને છે.

મહામાનવોનો આધાર લેવો તે જહાજનો આધાર લઈ સામે પાર પહોંચવા જેવું છે. બુદ્ધિમાન લોકો આ પ્રકારના અવસરનું ધ્યાન રાખે છે અને જો મળી જાય તો તેનો લાભ લેવાનું ચૂકતા નથી.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

વેદોની સોનેરી સૂક્તિઓ..

January 30th, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

સુગ: પન્થા અનૃક્ષર આદિત્યાસ ઋતં યતે |    ( ઋગ્ ૧/૪૧/૧૪.)

સત્યમાર્ગ પર ચાલનારાઅઓનું જીવન સરળ બની જાય છે.

કંટકપૂર્ણ માર્ગ જુઠાઓ માટે છે, સત્યપ્રેમીને માટે તો સર્વત્ર સરળતા છે.

Post to Twitter Tweet This Post

આજનું ચિંતન :

January 30th, 2010 No comments

જંગલોમાં ભયંકર તોફાન આવે ત્યારે જે એકલાં ઊભાં હોય તે વૃક્ષો ઊખડી જાય છે. પછી તે ભલે ગમે તેટલાં વિશાળ હોય. આનાથી ઊલટું, ગીચ ઊગેલાં વૃક્ષો એકબીજાની નજીક હોવાથી તે દબાણને સહજ રીતે સહી લે છે. તોફાન એમનું કાંઈ બગાડી શક્તું નથી. આ સહકાર અને મદદનો ચમત્કાર છે.

મહામાનવ સંત, સુધારક અને શહીદ જેવું જીવન જીવે છે. તેઓ પોતાના ચરિત્ર અને પ્રયત્નોથી અસંખ્ય લોકોને ઊંચે ઉઠાવે છે. તેમને દેવાત્મા કે ઋષિ કહે છે. ઋષિ અવતારસત્તાના જ અંશ હોય છે.

પ્રસન્નતા પુરસ્કાર નથી, પરંતુ સાચી રીતે વિચારવાની ટેવનું પરિણામ છે. આ રીતે દુ:ખ કોઈ દંડ નથી, પરંતુ ખોટી રીતે વિચારવાની સહજ પ્રતિક્રીયા છે.

કોઈ વાતને માત્ર એટલા માટે મહત્વ ન આપો કે તે જૂની છે અથવા મોટા લોકો દ્વારા કહેવામાં આવી છે. કોઈ વાતનું મહત્વ એટલા માટે જ ઓછું ન આંકો કે તેનું ઓછા સમયમાં પ્રતિપાદન થયું છે અથવા થોડા લોકો તેનું અનુસરણ કરે છે. વિવેકની કસોટીમાં જે ઊતરે તે અપનાવવું જોઈએ, પછી ભલે તે જૂનું હોય કે નવું.

વિચારવાન માણસ પોતાની અસફળતાઓ માટે બીજાઓને દોષ દેતો નથી, પરંતુ ગંભીરતાપૂર્વક એવી ત્રુટીઓને શોધે છે, જેના કારણે તેને પાછા પડવું પડયું.

સાધનોની ઊણપ અને પરિસ્થિતિઓની વિકટતા હોવા છતાં પણ પ્રચંડ સંકલ્પશક્તિ અને અદમ્ય સાહસિકતાના બળે મનુષ્ય ઘણુંબધું કરી શકે છે.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

વેદોની સોનેરી સૂક્તિઓ..

January 29th, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

શંન: સત્યસ્ય પતયો ભવન્તુ |    ( અથર્વ૧૯/૧૭/૧.)

સત્યવ્રતધારી જ સર્વત્ર સુખ શાંતિ ઉત્પન્ન કરે છે.

પોતે સુખી રહેવું અને બીજાંઓને સુખ આપવું એ કેવળ સત્યમાર્ગ દ્વારા જ સંભવી શકે છે.

Post to Twitter Tweet This Post

આજનું ચિંતન :

January 29th, 2010 No comments

ફકત જ્ઞાન જ એક એવું અક્ષય તત્વ છે, જે ક્યાંય પણ, કોઈપણ અવસ્થામાં અને કોઈપણ કાળમાં મનુષ્યનો સાથ છોડતું નથી.

દુ:ખથી નુકસાન ત્યારે જ થાય છે, જ્યારે મનુષ્ય તેનાથી ટેવાઈ જઈને દીનહીન બની જાય અને તેનાથી છુટકારો મેળવવા માટે પ્રયત્ન જ ના કરે.

વિપત્તિઓ અને અસફળતાઓની શંકાનું વિષ પીતા રહેવાથી સાહસ અને પુરુષાર્થ ખતમ થઈ જાય છે. આ પ્રકારનું અશુભ ચિંતન જેના મનમાં ચાલતું હોય છે તેઓ નિરાશ રહે છે અને ભવિષ્યને વિપત્તિગ્રસ્ત માની લઈને શોકસંતાપમાં ડૂબેલા રહે છે.

સત્યની શ્રેષ્ઠતા સર્વોપરી છે. સ્પષ્ટરૂપે તેનો વિરોધ થઈ શકતો નથી.

વાસનાઓ ચોર સમાન હોય છે. જેવી રીતે ચોર અંધારાનો લાભ લઈને નિર્બળ વ્યક્તિને લૂંટી લે છે, તેવી જ રીતે વાસનાઓ પણ નિર્બળ ઈચ્છાશક્તિવાળી, નિર્બળ ચારિત્ર્યવાળી મૂઢ વ્યક્તિઓ પર હુમલો કરે છે.

જ્યાં સસ્તું ખરીદવામાં તથા વેચવામાં આવે છે તે છેતરપિંડી છે. ઈશ્વરને પ્રાપ્ત કરવાનું અને ધર્મનું પાલન કરવાનું એટલું સસ્તું નથી, જેટલું ધુતારા લોકો મૂર્ખાઓને કહીને બહેકાવતા હોય છે.

સારી યોજના ઘડવી, જે કરવાનું હોય તેના પર સારી રીતે વિચાર કરવો અને ઈચ્છિત કાર્યને અનુરૂપ સાધનો ભેગાં કરવાનું જેટલું જરૂરી છે તેટલું જ તેને ઉચ્ચ મન અને સંપૂર્ણ મહેનતથી પૂરું કરવામાં આવે તે પણ જરૂરી છે.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

January 28th, 2010 No comments

અનિચ્છનીય વિચારોને મસ્તિષ્કમાં સ્થાન આપવાનો અને તેમને ત્યાં મૂળિયા નાખવાની તક આપવાનો અર્થ એ છે કે ભવિષ્યમાં આપણે એવા સ્તરનું જીવન જીવવા માટેની તૈયારી કરી રહ્યા છીએ. ભલે આવું નિર્માણ અનાયાસે કે અનિચ્છાએ થઈ રહ્યું હોય. પરંતુ તેનું પરિણામ તો મળશે જ. યોગ્ય એ છે કે આપણે યોગ્ય અને રચનાત્મક વિચારોને જ મસ્તિષ્કમાં પ્રવેશવા દઈએ. જો ઉપયોગી અને હકારાત્મક વિચારોનું આવાહન કરવાનો અને તેમને આચરણમાં ઉતારવાનો સ્વભાવ બનાવી દેવામાં આવે તો નિશ્રિતરૂપે પ્રગતિના માર્ગે આગળ વધવાની શક્યતાઓ આશ્ચયજનક ગતિએ વિકસિત થઈ શકે છે.

વિચારોની શક્તિ આગ કે વીજળી જેવી છે. તેની સાથે મજાકમસ્તી કરવી ખતરનાક છે.

જેનું મન હારી જાય છે તે ઘણું બધું હોવા છતાં પણ અંતે પરાજિત થઈ જાય છે. જેની પાસે શક્તિ ન હોય તે પણ જો મનથી હાર ન માને, તો દુનિયાની કોઈ તાકાત તેને પરાસ્ત કરી શકતી નથી.

આત્માનિરીક્ષણ અને આત્મશુદ્ધિની વૃત્તિને સ્વભાવમાં ઉતાર્યા વગર ક્યારેય પણ કોઈ વ્યક્તિનું ચારિત્ર્ય મહાન બન્યું નથી. વાસ્તવમાં આ બંને ચારિત્ર્યનિર્માણ માટેનાં મહાન સાધનો છે.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

January 27th, 2010 No comments

અજાણ્યાને સમજાવવાનું સરળ છે. જ્ઞાનવાનને સમજાવવું એના કરતાંય વધારે સરળ છે, ૫રંતુ જે ઘમંડમાં અકડાઈને ફરતો હોય છે, તેને કંઈ૫ણ સમજાવવું મુશ્કેલ છે.

જીવનનું લક્ષ્ય છે – આંતરિક શુદ્ધિ,   સાહસ   અને   ૫રમાર્થ. જે એમને ૫કડી રાખે છે તે માર્ગ ભૂલતો નથી.

પોતાના વિચારણા ૫ર અંકુશ રાખવાનું નામ મુક્તિ છે. એ માટે ૫રલોકમા જવું ૫ડતું નથી.

પ્રગતિ માટે સંઘર્ષ કરો, અનીતિને રોકવા માટે સઘર્ષ કરો અને એ માટે ૫ણ સંઘષ કરો કે સંઘર્ષનાં કારણોનો અંત આવી જાય.

સુંદર ચહેરો માત્ર આકર્ષક હોય છે, ૫રંતુ સુંદર ચરિત્રની પ્રામાણિકતા તો નિર્વિવાદ હોય છે.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

January 27th, 2010 No comments

કાગળ ૫ર લખવા માટે કલમ ૫હોંચી તો એણે અકડાઈ સાથે કહયું, “મારા ગોરા ગોરા શરીર ૫ર તારી કાળી મેશનો સ્પર્શ શું શોભશે ?દૂર હઠી જા. તારી સાથે હું મારું ગૌરવ શા માટે ઘટાડું ? ” શાહી કશું કહ્યા વિના પાછી જતી રહી. કાગળ તો સફેદ રહી ગયો, ૫રંતુ મિત્રતાના સૌભાગ્યથી વંચિત જ રહેવું ૫ડયું. તેની સફેદી તેવી જ રહી, ૫રંતુ ૫ત્રના રૂ૫માં ૫રિવર્તિત થવાનો અવસર હાથમાંથી સરી ગયો.

જેમણે કોઈ મંજિલ હાંસલ કરી હોય તથા તેના ૫ર દ્રઢતાપૂર્વક ચાલતા રહેવામાં સફળતા પ્રાપ્ત કરી હોય તેમની સલાહ લો.

ભગવાનનું ઘર મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારની ઊંચી ઈમારતો નથી પરંતુ એ નરનારીઓનાં હ્રદય છે, જેમનામાં દય, પ્રેમ, કરુણા તથા લોકકલ્યાણની તડપ છે.

અવતાર વ્યક્તિના રૂ૫માં નહિ, આદર્શવાદી પ્રવાહના રૂ૫માં આવે છે તથા દરેક જીવંત આત્માને યુગધર્મ નિભાવવા માટે ફરજ પાડે છે.

લોકો શું કહે છે તેના ૫ર ઘ્યાન આ૫શો નહિ, માત્ર એ જુઓ કે જે કરવા યોગ્ય હતું તે થઈ શકયું કે નહિં.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

વેદોની સોનેરી સૂક્તિઓ..

January 27th, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

દંતે દંહમાજ્યોક્રે સંદશિ જીવ્યાસમ્ |    ( યજુ .)

સત્ય અને ધર્મના માર્ગ પર દ્રઢ રહો.

ભય અને લાલચ ધર્માત્માની દ્રઢતાની કસોટી માટે આવ્યા કરે છે.

Post to Twitter Tweet This Post