આજનું ચિંતન :
કાંટાઓની વચ્ચે જિંદગી વિતાવવાનું તમને અસહ્ય નથી લાગતું?” ચાંદનીએ ગુલાબને પૂછયું, ફૂલે કહ્યું “ભિન્ન ભિન્ન પ્રકૃતિના લોકો વચ્ચે કાંટા પણ રહે છે, તો પછી સહિષ્ણુતા અપનાવવામાં મને જ શા માટે તકલીફ થાય?”
ભાગ્યના મોકલવાથી કષ્ટો આવતાં નથી. તેમને આપણી અણછાજતી પ્રવૃતિઓ દ્વારા આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ છીએ. ઈશ્વર તો આપણેને સુધારવા તથા પ્રતિભા નિખારવા માટે આવે છે.
દરિદ્ર તે છે, જેની તૃષ્ણા વિશાળ છે. જે થોડામાં સંતોષ માને છે તે જ સમૃદ્ધ છે અને તે જ પ્રગતિશીલ છે. મૂર્ખ એક તરફ જુએ છે, જયારે બુદ્ધિમાન બધી તરફ જુએ છે. બધાને આંખો હોય છે, પરંતુ વિવેકદ્રષ્ટિ સૌભાગ્યશાલીઓને જ મળે છે.
એ ઈશ્વરની પૂજા કરો, જેને તમે ખિસ્સામાં રાખી શકો. તેને શોધતા ફરશો નહિ, જે સાતમા આસમાનમાં રહે છે અને એક જ ભાષા જાણે છે.
એ વાતની પરવા ન કરો કે લોકો તમને શું કહેશે. લોકો તો પોતપોતાના મનની વાત કહેશે. તેમણે રાગ કે દ્રેષનાં ચશ્માં પહેર્યા હશે તો તે પ્રમાણે જ બોલશે, એમની પ્રશંસાથી ફુલાઈ ન જાઓ અને એમની નિંદાથી ગભરાઈને લક્ષ્યથી દુર ના જશો.


Recent Comments