આજનું ચિંતન :
સોદાની જેમ ઉપકાર ન કરો. તેને કર્તવ્ય માનીને કરવાથી જે સંતોષ મળે છે, એટલું જ પ્રતિફળ પૂરતું છે. બદલો મેળવવા માટે કરવામાં આવતો ઉપકાર તો ખીજ અને નિરાશા જ આપે છે.
બહાદુરીપૂર્વક શ્રેષ્ઠ ઉદ્દેશ્યો માટે સાહસભર્યા બલિદાન આપનારાઓની યશગાથા ગવાય છે, પરંતુ જેઓ નિષ્ઠાપૂર્વક સતત સેવામય જીવન વિતાવે છે અને સામાન્ય લોકો માટે આદર્શ રજૂ કરે છે તેઓ પણ ઓછા અભિનંદનીય નથી.
આ શરીર ક્ષણજીવી છે, એમાં રહીને જે તપ કરતો નથી તે મૂર્ખાઈ કર્યા પછી જ્યારે તેનાં કર્મોનું ફળ પ્રાપ્ત કરે છે ત્યારે ઘણો પસ્તાય છે.
મહાન વ્યક્તિત્વો ઝૂંપડામાં પણ શોભી ઊઠે છે, પરંતુ હલકા લોકો મહેલોમાં પણ અભાગિયા કેદીની જેમ જીવન વ્યતીત કરે છે.
લુચ્ચાઈ છોડી દો. તમે પોતાના સિવાય બીજા કોઈને ઠગી શકતા નથી.
ભાવના જેટલી ઊંડી હશે તેટલો જ ઉત્સાહ વધશે અને પ્રયાસ પણ તેટલો જ વધારે થઈ શકશે.
Categories: સુવિચાર


Recent Comments