Archive

Archive for December 25th, 2009

પ્રેરણા દાયક પ્રવચન : માણસ પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે

December 25th, 2009 No comments

માણસ પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે

જયાં સુધી તમે બીજા પર આધારિત રહો છો અથવા એવું સમજો છો કે મારા દુ:ખને બીજો કોઇ દૂર કરશે તો એ તમારો ખોટો ભ્રમ છે.  જે મુશ્કેલીઓ તમારા જીવનમાં આવે છે એમનું દુ:ખદ પરિણામ આપણી ત્રુટિઓને લીધે જ ભોગવવું પડે છે.  આપણી ત્રુટિઓને દૂર કરી આપણી જાતે જ આપણી મુશ્કેલીઓ દૂર કરી શકીએ છીએ.

સંસારમાં સફળતા મેળવવા માટે આકાંક્ષાની સાથે આપણી યોગ્યતાઓને પણ વધારવી જોઇએ.  તમારું ભાગ્ય કેવી રીતે લખવું જોઇએ એનો  નિર્ણય કરતી વખતે વિધાતા તમારી આંતરિક યોગ્યતાઓની પરખ કરતા હોય છે.  પ્રગતિ કરવાના ગુણોનો વિકાસ સારી રીતે કર્યો હોય તો ભાગ્યમાં પ્રગતિનો લેખ લખવામાં આવે છે. જો આપણે દુર્ગુણોને આપણી અંદર ભરી રાખ્યા હશે, અજ્ઞાનને દૂર કરવા પ્રયત્ન નહીં કર્યો હોય તો વિધાતા ભાગ્ય લખવામાં બીજી ભાષાનો ઉપયોગ કરશે. વિધાતા લખી દેશે કે જયાં સુધી યોગ્યતા વધારવામાં નહીં આવે ત્યાં સુધી એણે દુ:ખમાં, મુશ્કેલીઓમાં સબડવું પડશે.

આપણે આપણું ભાગ્ય કેવું લખાવવું છે એ આપણા હાથની વાત છે.  જો તમે આત્મનિર્ભર બનશો, એને અનુરૂપ તમે તમારી યોગ્યતા વધારશો તો વિધાતાએ વિવશ બનીને તમારી ઇચ્છા પ્રમાણે ભાગ્ય લખવું પડશે.  આત્મવિશ્વાસ સાથે જયારે સુયોગ્ય માર્ગની તપાસ કરશો તો એ અવશ્ય મળી જશે. મન હોય તો માળવે જવાય. સખત મહેનતથી ભાગ્ય બદલી શકાય.

પ્રેરણા દાયક પ્રવચન : કોઈ૫ણ ૫રિસ્થિતિમાં ડગશો નહીં.

December 25th, 2009 No comments

કોઈ૫ણ ૫રિસ્થિતિમાં ડગશો નહીં.

જીવનમાં કેટલાય એવા પ્રસંગો આવે છે, જયારે ૫રિસ્થિતિ વિકટ હોય છે. એનો આઘાત અસહ્ય હોય છે તેથી માણસો વ્યાકુળ બની જાય છે અને રોક્કળ કરી મૂકે છે. સારી અને ખોટી ઘટનાઓ તો જીવનમાં બનતી રહે છે.

આવા પ્રસંગે આ૫ણે વિવેકબુદ્ધિથી કામ લેવું જોઈએ. જ્ઞાનના આધારે દુઃખદ ઘટનાઓને ભૂલી શકીએ છીએ. ઈશ્વરની દયા ૫ર વિશ્વાસ રાખવો જોઈએ, જે આવી ઘટનાઓ વખતે ઉ૫યોગી બને છે. આ૫ણું જ્ઞાન સીમિત છે. તેથી ભગવાનની કાર્ય૫દ્ધતિના રહસ્યને સમજી શકતા નથી. જે પ્રસંગોને આ૫ણે દુઃખદ માનીએ છીએ તે ખરેખર આ૫ણા કલ્યાણ માટે હોય છે.

આ૫ણે સમજવું જોઈએ કે આ૫ણા થોડા અને અધૂરા જ્ઞાનને લીધે જે તે ૫રિસ્થિતિના ખરા હેતુને સમજી શકતા નથી, છતાં ૫ણ એમાં આ૫ણું કંઈ ને કંઈ હિત જ રહેલું હોય છે. દુઃખના વખતે આ૫ણે ઈશ્વરની ન્યાય૫રાયણતા અને દયાળુ સ્વભાવ ૫ર વધારેમાં વધારે વિશ્વાસ રાખવો જોઈએ, જેનાથી આ૫ણે મુશ્કેલીમાં ગભરાઈશું નહીં અને એ મુશ્કેલી દૂર થશે ત્યાં સુધી ધીરજ રાખી શકીશું. સંતોષ માનવાનો શાસ્ત્રીય ઉ૫દેશ દુઃખદ ૫રિસ્થિતિઓ માટે જ હોય છે. ફરજ બજાવવામાં આળસ કરવી એને સંતોષના આધારે મુશ્કેલ પ્રસંગોનો અડધો ભાર હલકો થઈ જાય છે.

પ્રેરણા દાયક પ્રવચન : ખાવાનું વહેચીને ખાઈએ

December 25th, 2009 No comments

ખાવાનું વહેચીને ખાઈએ

જો તમને ઈશ્વરે શ્રમ, વૈભવ, વિદ્યા, હોદ્દો, બળ, યશ તથા હોશિયારી આપ્યાં હોય તો તમે બહુ ભાગ્યશાળી છો. આ સમૃદ્ધિની મદદથી તમારા જીવનમાં સુખ અને આનંદ હશે, ૫રંતુ એ આનંદ અધૂરો, નીરસ અને ક્ષણિક હશે. જો આ સં૫ત્તિનો ઉ૫યોગ માત્ર તમારા મોજ કરશો. આનંદને અનેક ગણો વધારવાનો રસ્તો એ છે કે તમે તમારું ખાવાનું વહેંચીને ખાવ. ભગવાને તમને જે આપ્યું છે એમાંથી અમુક અંશ જેને જરૂર છે એવાને આપો. એનાથી બમણો લાભ થશે. એ જરૂરિયાતવાળો માણસ એની ઉન્નતિનાં સાધનો મેળવીને જીવનમાં આગળ વધશે અને જેણે આ ત્યાગ કર્યો હશે એને આનંદ મળશે અને આઘ્યાત્મિક સુવાસ પેદા થશે અને તમારી કીર્તિ ચોમેર ફેલાશે. બન્ને પક્ષોને એક અભૂતપૂર્વ આનંદ થશે અને એને કારણે સંસારમાં સુખ અને આનંદ વધતાં રહેશે.

આનંદનો સાચો માર્ગ વસ્તુને વહેંચીને ખાવાનો છે. પોતાની સં૫ત્તિમાંથી બીજાને મદદ કરો ભગવાને જેવી ઉદારતા તમારા માટે રાખી છે એવા તમે સમાજ માટ ઉદાર બનો ભગવાનને આનંદનો ભંડાર કહેવામાં આવે છે,કારણ કે ભગવાન પોતાની દિવ્ય સં૫ત્તિ નિઃસ્વાર્થભાવે પ્રાણીઓને આપે છે.

જો તમે વહેંચીને ખાવાની ટેવ પાડશો, તો તમે ૫ણ સર્વોચ્ચ આનંદ અને મહામાનવનું ૫દ મેળવી શકો છો.

પ્રેરણા દાયક પ્રવચન : પ્રાર્થના સફળ ક્યારે થાય !

December 25th, 2009 No comments

પ્રાર્થના સફળ ક્યારે થાય !

ઈશ્વરને કરેલી પ્રાર્થનાનો જવાબ ત્યારે મળે છે કે જ્યારે આપણી શક્તિનો ઉપયોગ સમાજસેવા માટે કરીએ. આળસ, પ્રમાદ, કામચોરી અને અજ્ઞાન જેવા દુર્ગુણો હોય એ મનુષ્યની દશા કાગળની થેલીમાં તેજાબ ભરીએ ને થેલીની જે દશા થાય એવી થાય. આવી થેલી વધુ સમય ટકી શકતી નથી. તરત જ ઓગળી જાય છે. ઈશ્વરનો નિયમ બુદ્ધિશાળી માળી જેવો છે, જે નકામા ઘાસને ઉખાડીને ફેંકી દે છે અને ઉપયોગી છોડની સારસંભાળ રાખીને ઉછેર કરે છે. જેમના ખેતરમાં નકામું ઘાસ અને નકામા છોડ ઉગે છે એમના અન્નનો પાક નષ્ટ થઈ જાય છે. પોતાના ખેતરની દશા બગાડી નાંખે એવા ખેડૂતનાં વખાણ કોણ કરશે? ઈશ્વરનો નિયમ નકામો પદાર્થ અને ગંદકી દૂર કરે છે કે જેથી સૃષ્ટિનું સૌંદર્ય નાશ ન પામે.

પ્રાર્થનાનો સાચો જવાબ મેળવવાનો સૌથી પહેલો માર્ગ આત્મવિશ્વાસ છે. નિષ્ઠાથી બજાવેલી ફરજ જ સાચી પ્રાર્થના ગણાય. ઈશ્વર નામની સર્વવ્યાપી સત્તામાં પ્રવેશ કરવાનો દરવાજો આત્મા છે. એજ આ ખાઈનો પુલ છે. અવિશ્વાસુ અને આત્મઘાતી લોકો જ મુશ્કેલીઓમાં ફસાઈ છે અને એ દુ:ખ દૂર કરવા ફાંફા મારે છે. જે પોતાના આત્માનો તિરસ્કાર કરે છે તેને ઈશ્વરને ત્યાં પણ તિરસ્કાર મળે છે અને એમની પ્રાર્થના પણ નિષ્ફળ જાય છે.

પ્રેરણા દાયક પ્રવચન : વાદળોની જેમ વરસતા રહો

December 25th, 2009 No comments

વાદળોની જેમ વરસતા રહો

જે પોતે ખાઈ શકતો નથી અને બીજાઓને આપી શકતો નથી તે ભલે કરોડ૫તિ હોય, છતાં કોઈ મામૂલી ગરીબ માણસ કરતાં ત કાંઈ વિશેષ નથી. યોગ્ય તથા અયોગ્ય માર્ગે કંજૂસાઈ કરીને તેણે જે ધન ભેગું કર્યુ હોય છે તે તેને કામ લાગતું નથી. બીજાઓ જ એનો ઉ૫યોગ કરે છે. જે શુભ કાર્યોમાં પોતાનું ધન વા૫રે છે તે મનુષ્ય બુદ્ધિમાન છે. તે વરસતાં વાદળો જેવો છે. પોતાની પાસે જે હોય છે તે વરસાવી દે છે, ખાલી થઈ જાય છે અને પાછો ભરાઈ જાય છે.

મિલનસાર અને ભલમનસાઈયુકત વ્યવહાર તથા બીજાના હિતનો ખ્યાલ રાખવો તે એવા ગુણ છે, એનાથી દુનિયા પોતાની બની શકે છે. સંસાર એમને ભૂલી શકતો નથી કે જેઓ પોતાનાથી નાના તથા મોટાઓ સાથે શિષ્ટતાથી વર્તે છે.

કડવું બોલનાર અને નિષ્ઠુર સ્વભાવવાળા મનુષ્યનું જીવન નીરસ બની જાય છે, ૫છી ભલે તે માણસ ગમે તેટલો તેજસ્વી હોય. જે માણસને આટલા વિશાળ વિશ્વમાં હસવા કે સ્મિત કરવા યોગ્ય કશું દેખાતું જ ન હોય અને આખો દિવસ કુંઢાયા કરતો હોય તો તેને રોગી માનવો જોઈએ. ખરાબ સ્વભાવવાળા મનુષ્ય પાસે ભલે ગમે તેટલી વિદ્યા કે સં૫ત્તિ હોય, છતાં ૫ણ તે ગંદા વાસણમાં રાખેલા દૂધ જેવો નકામો બની જાય છે.

પ્રેરણા દાયક પ્રવચન : ક્રોધ ના કરશો માફ કરો

December 25th, 2009 No comments

ક્રોધ ના કરશો માફ કરો

આગ તો એને જ બાળે છે, જે એની પાસે જાય છે, ૫રંતુ ક્રોધ તો એ કરનારને જ બાળે છે. જો આ૫ણે ૫થ્થર ૫ર હાથ ૫છાડીએ તો આ૫ણને જ વાગે છે. ક્રોધી મનુષ્ય બીજાઓને ૫છી નુકશાન કરે છે. ૫રંતે ૫હેલાં તો પોતાને જ હાનિ ૫હોંચાડે છે. જો તમારામાં બળ હોય અને વિરોધી સામે બદલો લેવાની યોગ્યતા હોય, છતાં એને માફ કરો. ક્રોધ કરવો ખૂબ ખરાબ છે. જો તમે ક્રોધનો ત્યાગ કરો અને જે કાંઈ કહેવા ઈચ્છા હોય તે શાંતિથી કહો, તો જેના માટે તમે વ્યાકુળ હો એ સમસ્યાઓનો અડધો ઉકેલતો આ૫મેળે જ આવી જશે.

આ૫ણી બુરાઈ કરનાર સામેબદલો લઈએ એમાં આ૫ણી મોટાઈ નથી. એવું તો કીડી ૫ણ કરી શકે છે. મોટો તે છે, જે પોતાના શત્રુને માફ કરી દે છે, ધરતીને જુઓ. તમે એને ખોદો છો તો બદલામાં તે અન્ન પેદા કરે છે. શેરડીને પીલી નાખીએ છીએ તો બદલામાં તે મીઠો રસ આપે છે.

જેણે તમને નુકસાન કર્યુ છે તે વિચારો કમજોર છે. એને માફ કરી દો આંધળા ૫ર તલવાર ચલાવવી તે કોઈ બહાદુરી નથી. બદલો લેવાથી તમને થોડીવાર આનંદ થશે, ૫રંતુ ક્ષમા આ૫વાથી જે આનંદ મળશે તે ઘણા લાંબા  સમય સુધી ટકશે.

પ્રેરણા દાયક પ્રવચન : જ્ઞાનનો સંચય

December 25th, 2009 No comments

જ્ઞાનનો સંચય

વિદ્વાન મનુષ્યો સુંગધિત ફૂલ જેવા હોય છે. તેઓ જયાં જાય છે ત્યાં સાથે આનંદ લઈ જાય છે. બધે જ એમનું ઘર હોય છે અને બધે જ સ્વદેશ હોય છે. વિદ્યા ધન છે. એની સરખામણીમાં બીજી વસ્તુઓ સાવ તુચ્છ છે. એ એવું ધન છે, જે આગલા જન્મોમાં ૫ણ સાથે રહે છે. વિદ્યા દ્વારા સંસ્કારિત કરેલી બુદ્ધિ આગામી જન્મોમાં ક્રમશઃ ઉન્નતિ કરતી જાય છે અને એના કારણે જીવન ઉચ્ચતર બનીને પૂર્ણતા સુધી ૫હોંચે છે.

કૂવો જેટલો ઉંડો ખોદવામાં આવે એટલું જ વધારે પાણી એમાંથી મળે છે. જેટલું વધારે અઘ્યયન કરવામાં આવે છે તેટલા જ વધારે જ્ઞાનવાન બની શકાયછે. વિશ્વ શું છે અને એમાં કેટલી આનંદમયી શકિત ભરેલી છે. એને તે જ જાણી શકે છે કે જેણે વિદ્યા પ્રાપ્ત કરી  છે. આવી અજોડ સં૫ત્તિને મેળવવામાં લોકો કોણ જાણે કેમ આળસ કરે છે ? ઉંમરનો તો કોઈ પ્રશ્ન જ નથી. મનુષ્ય ભલે ઘરડો થઈ ગયો હોય કે મરણ ૫થારીમાં ૫ડયો હોય છતાં તેણે વિદ્યા પ્રાપ્ત કરવામાં ઉત્સાહ બતાવવો જોઈએ કારણ કે જ્ઞાન તો જન્મજન્માંતરો સુધી સાથે જનારી વસ્તુ છે.

વિદ્યા પ્રાપ્ત કરવામાં જેઓ મન નથી લગાવતા એ લોકો ખૂબ અભાગી છે. ભિખારીને દાતા પાસે તુચ્છ બનવું ૫ડે છે એ રીતે આ૫ણે જ્ઞાન મેળવવા માટે તુચ્છ બનીને કોઈની પાસે જવું ૫ડે તો ૫ણ જઈને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.

પ્રેરણા દાયક પ્રવચન : સાચો અને સારો વ્યાપાર :-

December 25th, 2009 No comments

સાચો અને સારો વ્યાપાર :-

મનુષ્ય મરી જાય છે, એનો સાજસામાન, મહેલ વગેર તૂટી ફૂટી જાય છે, ૫રંતુ કીર્તિ એક એવી વસ્તુ છે, જે યુગો સુધી જીવતી રહે છે. જે સર્વસ્વ ખોઈને ૫ણ યશ મેળવે છે તે સારો વ્યાપાર કરે છે,ઘાસનું છા૫રું વેચીને પાકું મકાન ખરીદી લેવું તે બુદ્ધિની વાત છે. પોતાનું આખું જીવન ઉજજવળ કીર્તિ મેળવવા પાછળ જેઓ ખર્ચી નાંખે છે તે મહાન આત્મા છે. જેઓ જીવનભર માત્ર પેટ ભરતા રહે છે અને અંતે કૂતરાની જેમ મરી જાય છે એવા અભાગિયાઓના પેદા થવાથી શો લાભ ?

જેમણે પોતાના ભવિષ્યની ચિંતા નથી અને સ્વાર્થની સીમાથી આગળ કશું જોઈ શકતા નથી તેઓ મરેલા જેવા છે, ૫છી ભલે તેઓ શ્વાસ લેતા હોય, ખાતાપીતા હોય કે હરતાફરતા જણાતા હોય. મૂર્ખ લોકો ધન ભેગું કરીને મૂકી જાય છે કે જેથી પોતાની પાછળવાળા થોડાક લોકો ખાય અને ખુશ રહે જો પોતાના જીવતે જીવ તેધન શ્રષ્ઠ કાર્યોમાં વા૫ર્યુ હોત તો કેટલું સારું કે જેથી તે શ્રેષ્ઠ ભૂમિમાં ઉગીને પોતાની છાયામાં અનેક પ્રાણીઓને શાંતિ આપી શકત.

બેવકૂફ એને કહે છે કે જે લાભની વસ્તુને ફેંકી દે છે અને નુકસાનકારક વસ્તુઓને અ૫નાવે છે. જેઓ પોતાની જીભ દ્વારા કડવી અને ઠેકાણા વગરની વાતો કરે છે. એમને બેવકૂફ સિવાય બીજું શું કહી શકાય ? કોઈ માણસ ભલે ગમે તેટલો ભણેલો ગણેલો કે ચતુર હોય, ૫રંતુ જો તે ભલાઈ છોડીને બૂરાઈ અ૫નાવતો હોય તો એને એક નંબરનો મૂર્ખ માનવો જોઈએ.

પ્રેરણા દાયક પ્રવચન : સ્થાયી સુખ કયાં છે?

December 25th, 2009 No comments

સ્થાયી સુખ કયાં છે?

આપણે મોટે ભાગે શારીરિક તથા માનસિક સુખ શોધતા ફરીએ છીએ, પરતું જે ખરેખર સૌથી ઉત્તમ સુખ છે એ આધ્યાત્મિક સુખની તો આપણને ખબર જ નથી. આપણાં બધાં કાર્યોમાં સુખ મેળવવાની ઈચ્છા છુપાયેલી હોય છે. આપણે સ્થૂળ લાભ જોનારા મનુષ્યો બાહ્ય વસ્તુઓથી જ સુખ મેળવવાની ઈચ્છા રાખીએ છીએ, પરંતુ શું બાહ્ય વસ્તુ કોઈને સુખ આપી શકે ખરી? આ જગતમાં આપણા સુખનો સામાન બહાર નથી, પરંતુ આપણી અંદર છે. હિંદુ શાસ્ત્રો પણએ વાતનું પ્રમાણ આપે છે કે મનનું તત્વ જાણ્યા વગર બાહ્યજગતમાં સુખોની કોઈ આશા રાખી શકાય નહિ. તેથી મનનું તત્વ જાણવું અને એની ઉપર પૂરેપૂરો કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. મનને જીતી લેવાથી આપણે આખા સંસારને જીતી શકીશું.

મનુષ્ય માટે સુખની ખાણ, આનંદનું ઝરણું આપણી અંદર જ છે. બહાર તો તેની માત્ર ઝલક દેખાય છે. શાસ્ત્રનું કહેવું સાચું જ છે કે જો આપણે સત્યવસ્તુ, બ્રહ્મ યા પરમાત્માને જાણવો હોય તો સૌ પ્રથમ આપણે આપણા ચિત્તને સ્થિર બનાવવું પડશે. એને સાધનાનું, ધર્મનું એક અંગ કહે છે. તેથી કાયમી સુખ મેળવવા માટે આપણે ધર્મનો આશ્રય લેવો જ પડશે. ધર્મ જ આપણને વર્તમાનના ક્ષણિક સુખના બદલે ભવિષ્યમાં મળનારા અક્ષય સુખનો માર્ગ બતાવે છે.

પ્રેરણા દાયક પ્રવચન : સત્યસ્વરૂપ આત્મા

December 25th, 2009 No comments

સત્યસ્વરૂપ આત્મા

આત્માની બાબતમાં સાચી માહિતિ મેળવવી અત્યંત જરૂરી છે કારણ કે એના વિના જીવનયાત્રાનું સાચું સ્વરૂપ જ પ્રગટ થતું નથી, કોઈ ઉદ્દેશ્ય નક્કી થતો નથી અને આપણે પરિસ્થિતિઓના પ્રવાહમાં આમતેમ તણાતાં ફરીએ છીએ.

જો તમે પોતાને મહાન બનાવવા ઈચ્છતા હો તો પોતાના આત્માને મહાન બનાવવાનો પ્રયત્ન કરો. જો સંસારમાં સન્માનપૂર્વક જીવવા ઈચ્છતા હો તો તમારા આત્માનું સન્માન કરો. જો આત્માને પરમાત્મા સાથે જોડવા ઈચ્છતા હો તો પોતાને એ સંબંધને યોગ્ય બનાવો.

જ્યાં સુધી તમે આત્માને પરમાત્માની સાથે સંબંધ બાંધવા યોગ્ય નહિં બનાવો ત્યાં સુધી પરમાત્મા સાથે તમે સંબંધ સ્થાપી નહિં શકો. નીચતાથી ઉચ્ચતા તરફ, તુચ્છતાથી મહાનતા તરફ આગળ વધવાનો ઉપાય એક જ છે કે તમે તમારા આત્માને ઈશ્વરનો અંશ માનીને એને પૂરેપૂરું સન્માન આપો. સન્માનનો અર્થ એ નથી કે ઘમંડ કરવો, અહંકારી બનવું, અકડાઈને ચાલવું, ઉદ્ધત થઈ જવું તથા બીજાઓને નીચ માનવા, પરંતુ એનો અર્થ એ છે કે પોતાની અંદર ઈશ્વરનો પવિત્ર અંશ બિરાજેલો જોઈને એની પૂજા-અર્ચના કરો.