Archive

Archive for December 24th, 2009

આજનું ચિંતન :

December 24th, 2009 No comments

ભગવાન નિરાકાર, સર્વવ્યાપી અને જન્મ તથા જાતિ વિનાનો છે. વિકૃત પરિસ્થિતિઓને સંતુલિત કરવા માટે એમની પ્રેરણાથી તોફાની મોજાં આવતાં રહે છે. આ મોજાંઓને જ અવતાર કહે છે. ધર્મચક્ર પ્રવર્તન, મહાભારત યુદ્ધ તથા સ્વતંત્રતા સંગ્રામની જેમ પ્રજ્ઞા અભિયાન પણ એવું જ એક આંદોલન છે.

આત્માના ખેતરને જ્ઞાનના હળથી ખેડો. એમાં શ્રદ્ધાનાં બી વાવતાં એ ખેતીમાંથી જે પાક ઊગશે તે પણ આપને મહાન બનાવી દેશે

સાચી પ્રશંસા હ્રદયમાંથી નીકળે છે અને ખુશામત દાંતમાંથી, પ્રશંસા નિ:સ્વાર્થ હોય છે, જ્યારે ખુશામત સ્વાર્થ ભરેલી.

ચર્ચામાં આપનો પક્ષ બરાબર હોય એમ બને, પરંતુ જ્યાં બીજા લોકોનાં મન બદલવા સાથે સંબંધ છે ત્યાં આપ નિષ્ફળ જ રહેશો.

સુખ અને દુ:ખનો આધાર જેટલો દ્રષ્ટિકોણ અને સંવેદનાઓ પર છે, તેટલો ઘટનાઓ અને વસ્તુઓ પર નથી.

Categories: સુવિચાર Tags: