વૃદ્ધ જટાયું રાવણને હરાવવા માટે સક્ષમ ન હતો, છતાં તેણે અનીતિ થતી જોઈને ચુ૫ બેસવાનું ઉચિત માન્યું નહિ. રાવણ સામે લડ્યો. એમાં તેને પ્રાણ ત્યાગવા ૫ડયા, ૫રંતુ હારવા છતાં તે વિજયી કરતાંય વધારે શ્રેયનો હકદાર બની ગયો.
બધાનું સાંભળો, ૫ણ જે ન્યાયસંગત લાગે તેને જ અ૫નાવો. લોકોનો વિવેકરહિત બકવાસ તમને ખોટી ધારણાઓમાં ફસાવી ન દે. એ માટે દરેક કથનની ઉ૫યોગિતાનું વિવેકબુદ્ધિથી ૫રીક્ષણ કરો.
ધર્મ અને વિજ્ઞાન એકબીજાનાં વિરોધી નહિ, ૫ણ અગ્નિ અને પ્રકાશની જેમ સહયોગી છે. જે ધર્મ વિજ્ઞાનની કસોટીએ ખરો ઉતરતો નથી અને જે વિજ્ઞાન ધર્મના અનુશાસનથી રહિત છે તે પ્રાણ વિનાના શરીર જેવાં છે.
આત્મવિશ્વાસ જીવનની સૌથી મોટી શક્તિ છે. આત્મવિશ્વાસુ કયારેય હારતો નથી કે કયારેય મરતો નથી.
ફૂલતોડીને એકઠાં કરવા માટે રોકાશો નહિ. ચાલતા રહો, તમારા માર્ગમાં ફૂલ ખીલતાં જોવા મળશે.
પ્રેરણા દાયક પ્રવચન : ગીતાનો કર્મયોગ
દરેક મનુષ્ય આ સંસારમાં કોઈક ખાસ ઉદ્દેશથી આવે છે. તે એ વિશેષ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે પોતાના સ્વભાવ અનુસાર કર્મ કરવામાં સમર્થ હોય છે. એનાથી વિપરીત દિશામાં જવા માટે તે સ્વતંત્ર નથી. ઉદાહરણ તરીકે અર્જુનને જુઓ. પૃથ્વીના ભારને દૂર કરવાના વિશેષ ઉદ્દેશથી તેનો જન્મ થયો હતો. તેથી આ કાર્યમાં તે પરતંત્ર બન્યો. તેણે એ કાર્ય કરવું જ પડયું.
ઇશ્વર બધાં પ્રાણીઓના હ્રદયમાં રહીને એમને ફરતાં રાખે છે. આપણા શરીરમાં જેટલા રક્તકણ છે તે શરીરમાં જ રહેવા માટે લાચાર છે. કહેવાય છે કે આપણી શક્તિ એમની અંદર છે અને આપણે એમને સંચાલિત કરીએ છીએ, પરંતુ તેઓ પોતાના સ્થાને રહીને પણ પોતાનાં કાર્યોમાં સ્વતંત્ર છે.
એવી જ રીતે ઈશ્વર દ્રારા નિયુક્ત સ્થાન પર રહીને સંસારમાં આપણા આવવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરતાં કરતાં મનુષ્ય પોતાનાં બીજાં કાર્યોમાં સ્વતંત્ર છે. આ જ છે મનુષ્યનું કર્મસ્વાતંત્ર્ય. એટલે જ ભગવાને ‘કર્મણ્યેવાધિકારસ્તે’ કહ્યું છે. આપણો અધિકાર માત્ર કર્મ કરવામાં જ છે, સ્વભાવ પરિવર્તન યા ઈશ્વરે આપેલા સ્થાનના પરિવર્તનમાં નથી.
‘ મા ફલેષુ કદાચન્’ ફળમાં તારો અધિકાર જરા પણ નથી. તેથી મનુષ્યએ ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું.
પ્રેરણા દાયક પ્રવચન : આત્મિક તૃપ્તિનો આધાર
સંસારના બધા દાર્શીકોનો મત છે કે જીવની સ્વાભાવિક ઈચ્છા અને અભિલાષા આત્મિક ઉન્નતિ કરવાની હોય છે. લોકો ભૌતિક સુવિધાઓ એકઠી કરે છે, ઈન્દ્રિયો વિષયભોગ ભોગવે છે, પરંતુ ઝીણી નજરે જોતાં ખબર પડે છે કે એ બધાં કાર્યો આત્માની તૃપ્તિ માટે કરવામાં આવે છે. એ વાત જુદી છે કે ધૂંધળી દ્રષ્ટિ હોવાના કારણે લોકો નકલને જ અસલ માની બેઠા છે. તમે ખૂબ પરિશ્રમથી ધન ભેગું કરો છો,
પરંતુ લગ્ન પ્રસંગે એને છૂટથી વાપરો છે. કમાતી વખતે એક પૈસા માટે મરી પડતા હતા, તો પછી આજે શા માટે પૈસા લુંટાવી રહ્યા છો? એટલા માટે કે આજે તમે ધન ભેગું કરવા કરતાં વાપરવામાં વધારે સુખનો અનુભવ કરો છો. ડાકુ જાનના જોખમે જે ધન લાવ્યો હતો તેને દારૂ પીવામાં શા માટે વેડફી રહ્યો છે? આનંદને ધન ભેગું કરવા કરતાં વધારે મહત્વનો ગણે છે. બીમારીમાં, ધર્મકાર્યોમાં કે બીજી બાબતોમાં ઘણા પૈસા વપરાઈ જાય છે, છતાં મનુષ્યને તેનો રંજ હોતો નથી. એ જ પૈસા જો ચોરાઈ જાત તો એને ખૂબ દુ:ખ થાત.
આ ઉદાહરણોમાં તમે જોઈ શકો છો કે જેમનું અમૂલ્ય જીવન ધન ભેગું કરવામાં વહી રહ્યું છે તેઓ પોતાના એ જીવનરસને પણ એક સમયે ખૂબ બેપરવાઈથી ફૂંકી મારે છે. આવું થાય છે કારણ કે એ ખર્ચાળ કામોમાં માણસને વધારે આનંદનો અનુભવ થાય છે.
Recent Comments