પ્રેરણા દાયક પ્રવચન : ઉદ્દેશ્ય ઊંચો રાખો
માટીનાં રમકડા જેટલી સહેલાઇથી મળે છે એટલી સહેલાઇથી સોનું મળતું નથી. મન પાપ તરફ સહેલાઇથી જાય છે, પરંતુ એને પુણ્ય કર્મો તરફ વાળવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે. પાણીનો પ્રવાહ નીચેની તરફ ખૂબ ઝડપથી વહે છે, પરંતુ પાણીને જો ઊંચે ચઢાવવું હોય તો પંપ મૂકવો પડે છે.
ખરાબ વિચાર તથા તામસી સંકલ્પ એવી બાબતો છે, જે આપણું મનોરંજન કરતાં કરતાં આપણા મનમાં ઘૂસી જાય છે અને સાથે સાથે પોતાની મારકશક્તિને પણ લઇ આવે છે. સ્વાર્થમયી નીચ ભાવનાઓનું વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે તે કાળા રંગની છરીઓ સમાન તીક્ષ્ણ અને તેજાબની જેમ દાહક હોય છે. તેમને જો થોડીક જગ્યા મળે તો તે પોતાના જેવી ઘણી સામગ્રીને ખેંચી લે છે. વિચારોમાં પણ પૃથ્વી વગેરે તત્વોની જેમ ખેંચવાની અને સીંચવાની શક્તિ હોય છે. તે અનુસાર પોતાની ભાવનાને પૃષ્ટ કરનાર એ જ જાતના વિચારો ઊડી ઊડીને ત્યાં એકત્રિત થવા લાગે છે.
આવું જ સારા વિચારોની બાબતમાં પણ છે. તેઓ પણ પોતાના જેવા વિચારોને એકઠા કરીને સશક્ત બનવામાં પાછા પડતા નથી. જેમણે ઘણા લાંબા સમય સુધી ખરાબ વિચારોને પોતાના મનમાં સ્થાન આપ્યું છે એમને ચિંતા, ભય તથા નિરાશાનો શિકાર થવું જ પડશે.
તમે ઈશ્વરને પૂજો છો કે શેતાનને
મનુષ્ય શરીરેને ‘હુ’ માને છે. એણે એક લોકોક્તિ તો અવશ્ય સાંભળી હોય છે કે આત્મા શરીરથી જુદો છે, પરંતુ એના પર એને વિશ્વાસ નથી બેસતો. જો આપણે બધા શરીરને જ આત્મા ન માનતા હોત તો ભારતભૂમિ દોરાચારોનો અડ્ડો જ બની ગઈ હોત ગીતામાં ભગવાને અર્જુનને ઉપદેશ આપતાં એ જ દિવ્યજ્ઞાન આપ્યું છે કે તું દેહ નહિ, આત્મા છે. આત્માના સ્વરૂપને જે રીતે ભૂલી જવામાં આવ્યું છે એ જ રીતે ઈશ્વરને પણ ભૂલી જવામાં આવ્યો છે.
આપણી ચારેય બાજુ જે ઘનઘોર અજ્ઞાનરૂપી અંધકાર છવાયેલો છે એનાથી આપણને કંઈક જુદી જ વસ્તુઓ હાથ લાગી છે. એને જ આપણે ઈશ્વર લીધો છે. દોરડાને સાપ માની લેવાનું ઉદાહરણ બધા જાણે છે. દોરડું અંધારામાં સાપ જેવું લાગે છે કારણ કે અંધારામાં આંખોનું જ્ઞાન બરાબર કામ નથી કરતું. પરિણામે ભ્રમ સાચો લાગે છે. આજના ગરબડના સમયમાં ઈશ્વરના સ્થાને શેતાન બેસી ગયો છે અને લોકો તેને પૂજે છે. આત્મા પંચતત્વો કરતાં સૂક્ષ્મ છે. પંચતત્વોના રસોને એ જ તત્વોથી બનેલું શરીર ભોગવી શકે છે.
આત્મા સુધી કડવો કે મીઠો રસ પહોંચતો નથી. એ તો માત્ર ઈન્દ્રિયોની તૃપ્તિને પોતાની તૃપ્તિ માનવા જેવું છે.
થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે…. અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે. !!
ધુળ જેવી છે જીંદગી આપણી…… આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર. !!!
બે વાતો ભૂલી જવા જેવી છે - એક તે ઉ૫કારને, જે આપણા દ્વારા કોઈના માટે થઈ શકયો તથા બીજી તે બદી, જે બીજાએ આ૫તણી સાથે કરી. બે વાતો યાદ રાખવા યોગ્ય છે. - એક કર્તવ્ય અને બીજી મરણ.
લોભી તેની યોગ્યતા અને મહેનત કરતાં વધારે ઈચ્છે છે. આથી તેને અનીતિ અ૫નાવવી ૫ડે છે અને કંજૂસાઈ કરવી ૫ડે છે. આ બંને આધાર એવા છે, જે કોઈને ૫ણ ડુબાડે છે. આકારણથી જ લોભી કમાય છે ઓછુ અને ગુમાવે છે વધુ
જે તલવાર ૫ર જ ભરોસો રાખે છે, તેનો ઈશ્વર ભરોસો કરતો નથી.
Recent Comments