Archive

Archive for December 19th, 2009

પ્રેરણા દાયક પ્રવચન : પહેલાં આપો, પછી મેળવો.

December 19th, 2009 No comments

પહેલાં આપો, પછી મેળવો.

એ પ્રશ્ન વિચારણીય છે કે મહાપુરુષો પોતાની પાસે આવનારાઓ પાસે સદૈવ યાચના શા માટે કરે છે? મનન કર્યા પછી મને સમજાયું કે ત્યાગથી વધારે મોટો પ્રત્યક્ષ અને તરત ફળ આપનારો બીજો કોઈ ધર્મ નથી. ત્યાગની કસોટી માનવીના ખરાખોટા સ્વરૂપને દુનિયાની સામે રજૂ કરે છે. મનમાં જામેલા કુસંસ્કારો અને વિકારોના બોજને હલકો કરવા માટે ત્યાગતી વધારે સારું બીજું કોઈ સાધન નથી.

જો તમે દુનિયા પાસેથી કંઈક મેળવવા ઈચ્છતા હો, વિદ્યા, બુદ્ધિ ગમે તે પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો ત્યાગ કરો. ગાંઠે બાંધેલું કંઈક છોડો. કોઈ વસ્તુ લૂંટના માલની જેમ મફતમાં મળતી નથી. આપો, તમારી પાસે પૈસા, રોટી, વિદ્યા, શ્રદ્ધા, સદાચાર, ભક્તિ, પ્રેમ, સમય, શરીર જે કાંઈ હોય તે છૂટા હાથે દુનિયાને આપો, બદલામાં આપને અનેકગણું મળશે. ગૌતમ બુદ્ધે રાજસિંહાસનનો ત્યાગ કર્યો,

ગાંધીજીએ પોતાની વકીલાત છોડી, પરંતુ એમણે જે છોડ્યું એનાથી વધારે મેળવ્યું. વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોર પોતાની એક કવિતામાં કહે છે કે તેણે હાથ ફેલાવીને મારી પાસે કંઈક માગ્યું. મેં મારી ઝોળીમાંથી અન્નનો એક દાણો એને આપી દીધો. સાંજે મેં જોયું કે ઝોળીમાં એવડો જ એક સોનાનો દાણો મોજૂદ હતો. હું ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો કે મેં મારું સર્વસ્વ શા માટે ના આપી દીધું કે જેનાથી હું ભિખારીમાંથી રાજા બની જાત?

પ્રેરણા દાયક પ્રવચન : આનંદની શોધ

December 19th, 2009 No comments

પ્રેરણા દાયક પ્રવચન : આનંદની શોધ

આનંદની શોધમાં ભટકતો માણસ દરવાજે ઠોકરો ખાય છે. ખૂબ પૈસા ભેગા કરે, સ્વાસ્થ્ય સારું રહે, સ્વાદિષ્ટ ભોજન કરે, સુંદર વસ્ત્રો પહેરે, સારું મકાન અને વાહન હોય, નોકર ચાકર હોય, પુત્ર-પુત્રીઓ, સ્વજનોથી ઘર ભરાયેલું હોય, ઉચ્ચ પદ મળે, સમાજમાં પ્રતિષ્ઠા હોય, કીર્તિ હોય આ બધી વસ્તુઓ માણસ ઈચ્છે છે અને મેળવે છે. જેને આ વસ્તુઓ મળતી નથી તે મેળવવાનો પ્રયત્ન કરે છે. જેની પાસે છે તે વધારે પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે.

આ બધામાં આનંદની શોધ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો, પરંતુ રાજહંસને ઝાકળ જ મળ્યું. મોતીની શોધ જ ના કરી.માનસરોવર તરફ તો મુખ પણ ના કર્યું. લાંબું ઉડ્ડયન કરવાની તો હિંમત જ ના ચાલી. મને કહ્યુ, જરા આને વધારે જોઈ લઊં.આંખોથી ન દેખાતા માનસરોવરમાં મોતિ જ મળશે એની શું ખાતરી? ફકત ઝાકળ ચાટીને ઊડી ગયો. બસ, આ જ ચક્કર ચાલતું રહે છે. તમે એમાં શોધ્યું, કંઈક મળ્યું પણ ખરું, પરંતુ તે ઝાકળનાં બિંદુઓ નીકળ્યાં. તે બીજી જ ક્ષણે જમીન પર પડી ગયાં અને માટીમાં ચુસાઈ ગયાં.

આ નષ્ટ થવાની શંકા વધારે ભેગું કરવા માટે પ્રેરિત કરે છે, એમ છતાં નાશવંત ચીજોનો નાશ તો થઈને જ રહે છે.

આજનું ચિંતન :

December 19th, 2009 No comments

નાનામાં નાની પ્રગતિની તથા દરેક સફળતાની પ્રશંસા કરવામાં આવે. હૃદયથી ખુશી પ્રકટ કરો અને મન મૂકીને પ્રશંસા કરો.

એક સાધકે પોતાનું જીવન આદર્શ બનાવ્યું. ૫વિત્રતા અને પ્રખરતા વધવાથી તે  નરનારાયણની જેમ ઓળખાવા લાગ્યો. તેની આકૃતિ નરની હતી, ૫રતુ અંતરમાં રહેલી પ્રકૃતિ નારાયણ જેવી હતી, કોઈ ૫ણ વ્યક્તિ નરનારાયણ બની શકે છે.

સંસાર વિચારોની ભિન્નતાથી ભરેલો છે. એમાંથી જે વિવકની કસોટીએ સાચું હોય તેનો જ સ્વીકાર કરો.

માણસ જયારે પોતાને જ સર્વસ્વ માની બેસે છે, પોતાને માટે જ વિચારે છે તથા કરે છે ત્યારે તે કુકર્મો કરે છે અને આફતોની કાંટાળી વાડમાં કેદ થાય છે.

પ્રશ્નો તો રહેવાના જ. સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે.. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!!

Categories: સુવિચાર Tags: