Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

December 15th, 2009 Leave a comment Go to comments

આપણા જીવનનો વ્યવહાર જ આપણા હ્રદયની સચ્ચાઈનું એકમાત્ર પ્રમાણ છે. જીવન એક નાનો દિવસ છે, પરંતુ તે કામનો છે, પરંતુ તે કામનો દિવસ છે, રજાનો નહિ. સંભવ

અમીર તે છે, જે કમાણી કરતાં ઓછો ખર્ચ કરે છે. દરિદ્ર અને દુઃખી તે છે, જે આંખો મીંચીને ખર્ચ કરે છે. આગામી દિવસોમાં તેણે બેઈમાની ૫ણ કરવી ૫ડશે.

ઈશ્વર નિંદા અને પ્રસંશાથી ૫ર છે. એને કોઈનું સ્તવન સાંભળવામાં રુચિ નથી કે નથી ભેટ મેળવવાની જરૂર. તે માત્ર એટલું જ જુએ છે કે ભકતે આજ્ઞાનું પાલન કર્યુ કે ૫છી દંભનાં રમકડાથી રમ્યો.

સૃષ્ટિનો વ્યવસ્થાક્રમ આદાનપ્રદાનના સિદ્ધાંત પર ચાલી રહ્યો છે. જેઓ આપ્યા વગર મેળવવાની ઇચ્છા રાખે છે તેઓ આસમાનમાં મહેલ બનાવતા અબુધ બાળક જેવા છે.

જીવન વૃક્ષનું થડ છે : જ્ઞાન પાંદડાં છે, ફૂલ ઉજ્જવળ ચરિત્ર છે અને ફળ સેવાસાધનાનું રસાસ્વાદન છે.


Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.