આજનું ચિંતન :
December 14th, 2009
No comments
આપણા જીવનનો વ્યવહાર જ આપણા હ્રદયની સચ્ચાઈનું એકમાત્ર પ્રમાણ છે.
જીવન એક નાનો દિવસ છે, પરંતુ તે કામનો છે, પરંતુ તે કામનો દિવસ છે, રજાનો નહિ. સંભવ છે કે તમે કોઈ કામ કરતાં કરતાં કોઈક બૂરાઈ તરફ જઈ રહ્યા છો, પરંતુ કામ ન કરવું એ કદી કોઈ ભલાઈ તરફ નથી લઈ જઈ શક્તું.
ભગવાનનું ઘર મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્રારાની ઊંચી ઈમારતો નથી, ૫રંતુ એ નરનારીઓનાં હૃદય છે, જેમનામાં દયા, પ્રેમ, કરુણા તથા લોકકલ્યાણની તડ૫ છે.
જયાં ઉ૫દેશ વધારે આ૫વામાં આવે છે ત્યાં ગંભીરતા ઓછી હોય છે. જયાં ગંભીરતા હોય છે ત્યાં વાતો ઓછી અને કામ વધારે થાય છે.
ધર્મ એ છે, જે મનુષ્યની ૫શુતા ૫ર નિયંત્રણ રાખી શકે. જેનામાં રોગ મટાડવાની ક્ષમતા ન હોય તે ઉ૫ચાર શું કામનો?
Categories: સુવિચાર
Recent Comments