Archive

Archive for December 13th, 2009

આજનું ચિંતન :

December 13th, 2009 No comments

પોતાની અજ્ઞાનતાનો આભાસ થવો તે બુદ્ધિમત્તાના મંદિરનું પ્રથમ સોપાન છે.

કાયરો તકની રાહ જોતા રહે છે, પરંતુ પરાક્રમી લોકો હંમેશા તેમની સુઝ અને મહેનતના આધારે સુયોગ બનાવી લે છે.

મનુષ્યોનો સારો સ્વભાવ જ તેનું સૌંદર્ય છે. તે કુરૂપતાની ઊણપ પણ પૂરી કરી શકે છે, પરંતુ ખરાબ સ્વભાવ હોય તો દેવતાઓ જેવું સૌંદર્ય પણ મૂલ્યહીન છે.

પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આખી જિંદગી ખપાવવી પડે છે. બદનામી તો એક દિવસમાં જ હવાની સાથે ફેલાઈ શકે છે.

સૌથી મોટો અને વિભૂતિવાન માણસ તે છે, જેના અંત:કરણમાં ઉત્કૃષ્ટ જીવન જીવવાનો અને આદર્શવાદી પ્રવૃતિઓ અપનાવવાનો ઉત્સાહ નિરંતર જાગતો હોય.

Categories: સુવિચાર Tags: