Archive

Archive for December 11th, 2009

આજનું ચિંતન :

December 11th, 2009 1 comment

જેઓ પોતાની ઉચ્ચ વૃત્તિઓ તરફ ધ્યાન આપે છે તેઓ ઊંચા થઈ જાય છે. જેઓ સદાય પોતાની હલકી વૃત્તિઓ તરફ જ ખેંચાય છે તેઓ વાસ્તવમાં નાના રહી જાય છે.

અધિકારના મદમાં કોઈને કટુ શબ્દો કહેવા એ અસભ્યતાનો પરિચય આપવા બરાબર છે.

વૃક્ષો તડકો અને ઠંડી સહન કરતાં રહે છે, પરંતુ બીજાને છાંયો, લાકડાં અને ફૂલ-ફળ કોઈપણ જાતની અપેક્ષા વિના વહેંચતા રહે છે. શું આપણે આટલું પણ ન કરી શકીએ?

સક્ષમ હોવા છતાં પણ જે પરમાર્થનાં કાર્યોથી દૂર રહે છે તે નિંદનીય છે, કારણ કે બીજાને પણ પોતાના જેવી કૃપણતા અપનાવવાની પરોક્ષ સલાહ આપે છે.

વ્યક્તિ જયારે એટલી ધમંડી થઈ જાય કે રડી ન શકે, એટલી ગંભીર બની જાય કે હસી ન શકે અને એટલી સ્વાર્થી બની જાય કે પોતાના સિવાય કોઈની ચિંતા ન કરી શકે ત્યારે સમજવું જોઈએ કે તેણે દરિદ્રતા જ ભેગી કરી રાખી છે.


Categories: સુવિચાર Tags: