Archive

Archive for December 10th, 2009

આજનું ચિંતન :

December 10th, 2009 No comments

કોઈનીય સાથે દગો કરવો જોઈએ નહી, પરંતુ કોઈ દગો કરી જાય એ કેમ ચલાવી લેવાય? આપણે દરેક ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, પરંતુ સાથેસાથે તીક્ષ્ણ નજરથી જોવું જોઈએ કે કોઈ આપણા વિશ્વાસનો ગેરલાભ તો ઉઠાવતું નથી ને?

જો આપ પ્રતિજ્ઞા કરી લો કે મારે મારા જીવનને સત્યમય બનાવવું છે, તો વિશ્વાસ રાખો કે આજથી જ આપનાં પગલાં દિશા તરફ વધવા માંડશે અને થોડાક જ દિવસોમાં ખૂબ મોટી સફળતા મળશે.

સમાજમાં આંખો મીંચીને પોતાના સ્વાર્થમાં જ વ્યસ્ત રહેવું તેને બધી રીતે હલકો, ખરાબ અને સામાજિક અ૫રાધ માનવામાં આવ્યો છે.

દુનિયામાં બધી ચીજો છે, ૫રંતુ ચરિત્રવાન, દૃઢનિશ્ચયી અને આદર્શવાદી વ્યક્તિઓની ઊણ૫ છે. તેમને તૈયાર કરવામાં આવે તો સમજવું જોઈએ કે બધા અભાવો દૂર થઈ ગયા.

સ્વાર્થી મેળવે છે ઓછું અને ગુમાવે છે વધારે. વાસના કોઈની તૃપ્ત થઈ નથી. તૃષ્ણા કોઈ પૂરી કરી શક્યો નથી. જેને લોભ જ દેખાય છે તેની પ્રગતિનાં દ્વાર બંધ છે.


Categories: સુવિચાર Tags: