આજનું ચિંતન
જો દુનિયા તમારા કાર્યોની પ્રશંસા કરે તો એમાં કાંઈ ખોટું નથી, પરંતુ જયારે તમે પ્રશંસા મેળવવા માટે કામ કરો છો ત્યારે જ તે પતન માટેની સ્થિતિ સર્જે છે.
માનવીના હ્રદયથી મોટું બીજું કોઈ તીર્થ નથી. એમાં જ ભગવાન વસે છે અને ત્યાં સુધી પહોંચનારને દર્શન આપ્યા વિના પાછો જવા દેતા નથી.
હસવાની કળા અડધો ભાર હળવો કરી નાખે છે.
ભાગ્ય વિશે એક જ સચોટ બાબત છે કે તે મનુષ્યના પ્રયાસોને અનુરૂપ બદલાતું રહે છે.
મુશ્કેલીઓથી બચીને આદર્શો છોડવામાં નથી બહાદુરી કે નથી બુદ્ધિમત્તા. આ તો કાયરતા અને નાદાની છે. તકલીફોમાં પડયા પડયા રહેવું એ તો એથીય વધારે ખરાબ છે. એમની સાથે સંઘર્ષ કરવામાં જ ભલાઈ છે.
Categories: સુવિચાર


Recent Comments