Home > સુવિચાર > આજનું ચિંતન

આજનું ચિંતન

December 7th, 2009 Leave a comment Go to comments

જો તમે સફળતા ઈચ્છતા હો તો સતત પરિશ્રમને પોતાનો મિત્ર, અનુભવને પોતાનો સલાહકાર, સાવધાનને ભાઈ અને આશાને પોતાનો શુભેચ્છક બનાવો. જે કામને આજે કરી શકાય છે તેને આવતી કાલ ઉપર મુલતવી રાખવું તે મનુષ્ય જીવનની સૌથી  મોટી ભૂલ છે.

‘ આવતીકાલ ‘ શેતાનનો દૂત છે. ઈતિહાસ બતાવે છે કે  ‘આવતીકાલ‘ ની ધાર પર કેટલાય પ્રતિભાવનાનો અંત આવી ગયો. કેટલાય લોકોની યોજનાઓ અધૂરી રહી ગઈ. કેટલાયના સંકલ્પ માત્ર વાતો બનીને રહી ગયા. કેટલાય લોકો ઘસતા રહી ગયા. કામને આવતીકાલ પર રાખવાની વૃત્તિ આપણી અસમર્થતા અને આળસનું પ્રતીક છે.

તમે કોણ છો એ જાણવા માગતા હો તો આત્મચિંતન કરીને જુઓ કે તમારા વિચારો કેવા છે? જે પ્રકારની ઈચ્છા અને આકાંક્ષાઓ તમારા મનમાં જાગતી રહે છે એવા જ તમે છો.

જીવન સ્થિર નથી. તેની સાથે જોડાયેલા સગવડોનું કોઈ ઠેકાણું નથી. હસતું બચપણ ભારરૂપ યુવાની  તરફ આગળ વધતું છેવટે કણસતા વૃદ્ધત્વમાં ફેરવાઈ જાય છે. સંપત્તિએ કોને સાથ આપ્યો છે? મિત્રો અને મદદકર્તાઓ પાણીના પરપોટાની જેમ સમયની સાથે અદ્રશ્ય થઈ જાય છે. સ્થિર છે તો માત્ર ધર્મ અને ઈશ્વર. જેમની સ્થિરતાને, સુંદરતાને સંસારનું કોઈ તોફાન ડગમગાવી શકવામાં સમર્થ નથી. માનવીએ વેળાસર ધર્મ અને ઈશ્વરનું શરણું લેવું જોઈએ.

ભવિષ્યનો વિશ્વાસ કરશો નહિ, તે ભલે ગમે તેટલું સુખદ લાગતું હોય. મૃત ભૂતકાળને તેનાં મડદાં દફનાવવા દો. જીવંત વર્તમાનમાં કાર્ય કરો. મનમાં સાહસ અને ઈશ્વરમાં વિશ્વાસ રાખો.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.