Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

December 5th, 2009 Leave a comment Go to comments

જયારે પાણીનું દબાણ વધારે હોય છે ત્યારે ઝરણાં અને નદીઓ તીવ્ર વેગે વહે છે.

એમની લહેરો ઊછળતી, કલકલ નિનાદ કરતી અને હિલોળા લેતી ચાલે છે.

પાણીનું દબાણ ન હોય તો જલધારા મંદ થઈ જાય છે. એટલું જ નહિ, તે નિર્જીવ દેખાય છે.

મહામાનવો અને સામાન્ય વ્યક્તિઓમાં આ જ ફરક છે.

*****

આપણે યશ કરતાં ચરિત્રને નિર્મળ બનાવવા વિશે વિચારવું જોઈએ.

ચરિત્રવાન અને નૈતિક પુરુષોનો યશ તો ફૂલોની મહેકની જેમ ફેલાય છે.

*****

શરીર ક્રિયાશીલતા છોડી દે તો મૃત્યુ છે.

સૃષ્ટિનાં કાર્યો અટકી જાય તો પ્રલય છે અને મનુષ્ય કર્તવ્ય છોડી દે તો તેનું પતન છે.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.